For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MiG 29K crash: નેવી કમાંડર નિશાંત સિંહના હજુ કોઈ સમાચાર નહિ, વાયરલ થયુ લગ્નનું આમંત્રણ

મિગ 29કે ક્રેશ થયા બાદ બીજા પાયલટ લેફ્ટનન્ટ કમાંડર નિશાંત સિંહના હજુ સુધી કોઈ સમાચાર મળી શક્યા નથી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઈન્ડિયન નેવી માટે ગુરુવારે 26 નવેમ્બરે એક ખરાબ સમાચાર આવ્યા જ્યારે તેનુ ફાઈટર જેટ મિગ-29કે અરબ સાગરમાં ક્રેશ થઈ ગયુ. ગુરુવારે સાંજે 5 વાગે આ ક્રેશમાં જ્યાં એક પાયલટ સુરક્ષિત જીવ બચાવવામાં સફળ થઈ ગયો ત્યાં બીજા પાયલટ લેફ્ટનન્ટ કમાંડર નિશાંત સિંહના હજુ સુધી કોઈ સમાચાર મળી શક્યા નથી. નૌકાદળ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સર્ચ માટે વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. કમાંડર નિશાંતને શોધવા માટે નેવીની ટીમે પોતાની બધી તાકાત લગાવી દીધી છે.

nishant singh

IAF પણ સર્ચમાં જોડાયુ

મિગ-29કે ગોવામાં ગુરુવારે આઈએનએસ વિક્રમાદિત્યથી ટેક ઑફ કર્યુ હતુ. જેટમાં કમાંડર નિશાંત ઉપરાંત એક ટ્રેની પાયલટ સવાર થયો હતો. પરંતુ જેટ ટેક ઑફ કરવાના થોડા સમય બાદ ક્રેશ થઈ ગયુ. બંને પાયલટ જેટ પડતા પહેલા સુરક્ષિત નીકળવામાં સફળ થઈ ગયા હતા. સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમે એક પાયલટને સુરક્ષિત બચાવી લીધો પરંતુ કમાંડર નિશાંત ક્યાં છે એ વિશે કંઈ જાણવા મળી શક્યુ નથી. નેવી તરફથી કહેવામાં આવ્યુ છે કે ઈન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે જેથી દૂર્ઘટનાના કારણો વિશે જાણી શકાય. હજુ સુધી આ ઘટનાના કારણો વિશે જાણી શકાયુ નથી. સર્ચ માટે નેવીના સર્વિલાંસ એરક્રાફ્ટ P-81 ઉપરાંત ઈન્ડિયન એરફોર્સના સી-130 સુપર હરક્યુલિસ સુધીની મદદ લેવામાં આવી રહી છે.

સાથી કહે છે જોશ બૉક્સ

કમાંડર નિશાંતને તેમના સાથી એક જોશ બૉક્સ તરીકે ઓળખે છે. આ વર્ષે મેમાં તેમણે પોતાની ગર્લફ્રેન્ટ નાયાબ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નનુ ઈનવિટેશન જે તેમણે આઈએનએસ હંસાના કમાંડિંગ ઑફિસર કેપ્ટન મૃગાંક શેઓખંડને લખ્યુ હતુ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ હતુ. જાન્યુઆરી 2018 બાદ આ ચોથુ મિગ-29કે છે જે ક્રેશનો શિકાર થયુ છે. ભારતે રશિયાથી 2 બિલિયન ડૉલરની ડીલ સાથ 45 મિગ-29કે ખરીદ્યા હતા. આ ફાઈટર જેટ્સને એરક્રાફ્ટ કરિયલ આઈએનએસ વિક્રમાદિત્યથી ઑપરેટ કરવા માટે ખરીદવામાં આવ્યુ હતુ. નવેમ્બર 2013માં આઈએનએસ વિક્રમાદિત્ય માટે અલગ સોદો કરવામાં આવ્યો. રશિયા સાથે આ ડીલ એ વખતે 2.33 બિલિયન ડૉલરની હતી.

J&K DDC Election: પહેલા તબક્કામાં 43 મત વિસ્તારમાં મતદાન શરૂJ&K DDC Election: પહેલા તબક્કામાં 43 મત વિસ્તારમાં મતદાન શરૂ

English summary
MiG 29K crash: Indian Navy Lt. Cdr Nishant is missing from last more than 24 hours, search is on in Arabian Sea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X