For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ: મરઘો ચોરી કરવાની શંકામાં પશ્ચિમ બંગાળના મજુરની માર મારી હત્યા

પશ્ચિમ બંગાળથી મજૂરી કરવા કેરળ આવેલા 32 વર્ષીય માનીક રૉય નામના વ્યક્તિને કોલ્લમ જિલ્લામાં સ્થાનિક લોકોએ મરઘાં ચોર કહી જંગલીપણા સાથે માર માર્યો

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કેરળમાં એક મજૂરને માર મારી હત્યા કરી હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળથી મજૂરી કરવા કેરળ આવેલા 32 વર્ષીય માનીક રૉય નામના વ્યક્તિને કોલ્લમ જિલ્લામાં સ્થાનિક લોકોએ મરઘાં ચોર કહી જંગલીપણા સાથે માર માર્યો, જેના કારણે હોસ્પિટલમાં તેની મૃત્યુ થઇ. માનીકને 24 મી જૂનના રોજ મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે રવિવારે મૃત્યુ પામ્યો હતો.

માથાની ઇજાથી મૃત્યુ

માથાની ઇજાથી મૃત્યુ

સોમવારે કોલ્લમ હોસ્પિટલમાં માનીકના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે માનીકનું માથાની ઇજાઓથી મોત થયું હતું. પશ્ચિમ બંગાળના રહેવાસી માનીક રોય કોલ્લમમાં એક કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો.

હાથમાં મરઘો જોઈ મારવાનું શરૂ કર્યું

હાથમાં મરઘો જોઈ મારવાનું શરૂ કર્યું

24 જૂનના રોજ માનીક મરઘો લઇ ઘરે જઈ રહ્યો હતો. ત્યારે મોટરસાયકલ પર આવેલા કેટલાક લોકો તેને મરઘાં ચોર કહી રોકી લીધો અને તેની પાસેથી મરઘો છીનવી લેવાનો પ્રયાસ કર્યો. જ્યારે મરઘો છીનવી લેવા પર માનીકે વિરોધ કર્યો, ત્યારે તેઓ તેને મારવા લાગ્યા. માનીક કહેતો રહ્યો કે તેને મરઘો ચોરી નથી કર્યો. કોઈકના કહેવા પર કે તે મરઘો તેને ખરીદ્યો છે, તો લોકોએ માનીકને છોડી દીધો. આ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સુધી માનીકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં તેના નાક, મોં અને માથામાંથી ખૂબ જ લોહી વહી ચૂક્યું હતું.

બે આરોપીની ધરપકડ

બે આરોપીની ધરપકડ

પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. તમને જણાવીએ કે તાજેતરના દિવસોમાં વારંવાર આવા કેસ સામે આવ્યા છે, જ્યારે ભીડ હત્યારી બની અને કોઈને માર મારી હત્યા કરી. આવા બનાવોને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે.

English summary
Migrant Labourer Beaten To Death in Kerala Accusing Him Of Stealing Chicken.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X