For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પલાયન બન્યુ સરકાર માટે મોટો પડકાર, લાખોની સંખ્યામાં દિલ્લીમાં જમા છે લોકો

લૉકડાઉનના કારણે લોકોના કામકાજ બંધ થઈ ગયા છે. મજૂરોની આવક ઠપ્પ થઈ ગઈ છે. લૉકડાઉનના કારણે તેમને ખાવાપીવાની મુશ્કેલી શરૂ થઈ જતા તેમણે પલાયનનો રસ્તો અપનાવી લીધો.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના કારણે લોકોના કામકાજ બંધ થઈ ગયા છે. મજૂરોની આવક ઠપ્પ થઈ ગઈ છે. લૉકડાઉનના કારણે તેમને ખાવાપીવાની મુશ્કેલી શરૂ થઈ જતા તેમણે પલાયનનો રસ્તો અપનાવી લીધો. ગાડી, રેલવે, બસ બધુ બંધ હોવાથી પગપાળા જ ગામ તરફ નીકળી પડ્યા છે. લાખોની સંખ્યામાં લોકો દિલ્લીના આનંદ વિહાર બસ સ્ટેશન પર જમા થયા છે અને સરકારી બસોની રાહ જોઈ રહ્યા છે. તેમની પાસે ના ખાવાપીવાનો સામાન અને ના ઘરે પહોંચવાની વ્યવસ્થા. તેમને બસ કોઈ પણ સ્થિતિમાં પોતાના ઘરે પહોંચવુ છે. ઘણા લોકો તો સેંકડો કિલોમીટરની સફર પગપાળા જ ખેડવા નીકળી પડ્યા છે.

labour

લૉકડાઉનના ચોથા દિવસે માત્ર દિલ્લી નહિ પરંતુ દેશભરના મજૂરો પોતાના ઘર માટે પલાયન કરી રહ્યા છે, જે સરકાર માટે મોટો પડકાર છે. દિલ્લીની સ્થિતિ સૌથી ખરાબ છે જ્યાં હજારો-લાખોની સંખ્યામાં લોકો આનંદ વિહાર બસ સ્ટેશન પર ભેગા થયા છે. રિક્ષા ચાલક અને ફેક્ટરી કર્મચારીઓ પોતાના ગામ તરફ જવા માટે હજારોની સંખ્યામાં નીકળી પડ્યા છે.

દિલ્લીમાં આનંદ વિહરા આંતરરાજ્ય બસ સ્ટેશન પર શનિવારે સાંજે પલાયન કરનારા લોકોની ભારે ભીડ થઈ ગઈ. ત્યાં સોશિયલ ડિસ્ટંસીંગનુ નામો નિશાન નથી. વળી, સરકાર તરફથી લોકો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. વળી, એ મજૂરોને કોરોનાથી સંક્રમિત થવાનો પણ ખતરો નથી. ન તો તેમને ખદના સંક્રમિત થવાની ચિંતા છે અને ના કોઈ બીજાને સંક્રમિત કરવાનો અંદેશો છે. બસ તેમને કોઈ પણ રીતે પોતાના ગામ પહોંચવુ છે. ઓછાવત્તા પ્રમાણમાં જ સ્થિતિ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળની પણ છે.

આ પણ વાંચોઃ Covid19 ટાસ્ક ફોર્સના ડૉક્ટરે કહ્યું- ભારતમાં સ્ટેજ 3નો પ્રારંભ, સ્થિતિ વધુ બગડશેઆ પણ વાંચોઃ Covid19 ટાસ્ક ફોર્સના ડૉક્ટરે કહ્યું- ભારતમાં સ્ટેજ 3નો પ્રારંભ, સ્થિતિ વધુ બગડશે

English summary
Migration is the Biggest Challenge for Government during Lockdown, With no job or money, migrant workers struggle for food
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X