For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશન લોકસભા ચૂંટણી 2014 : મુલાયમે બોલાવી તત્કાળ બેઠક

|
Google Oneindia Gujarati News

mulayam-singh-yadav
લખનૌ, 6 એપ્રિલ : સમગ્ર દેશની રાજકીય પાર્ટીઓ લોકપ્રશ્નો ભૂલીને મિશન 2014 એટલે કે લોકસભા ચૂંટણી 2014ની તૈયારીમાં લાગી ગયા છે. આ માટે અત્યારથી જ તોડ જોડ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આવી જ તૈયારીના સંદર્ભમાં ઉત્તરપ્રદેશની શાસક પાર્ટી સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવે શનિવારે પાર્ટીના કાર્યાલય પર પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓની તત્કાળ બેઠક બોલાવી હતી.

આ બેઠકનો એજન્ડા ગુપ્ત રાખવામાં આવ્યો હતો. જો કે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીઓની રણનીતિ ઘડવા અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

માનવામાં આવે છે કે પાર્ટીની છબી સુધારવા માટે પણ મુલાયમસિંહે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓની યાદી તૈયાર કરી છે. આ સૂચિમાં જે લોકોના નામ છે તેમના ઉપર આગામી દિવસોમાં કેવા પગલા લેવામાં આવે તે અંગે પણ સૌની સાથે મળીને ચર્ચા કરવામાં આવી હતી.

આજની બેઠકમાં તેમણે ધારાસભ્યો અને મંત્રીઓને તેમની જવાબદારીનો ખ્યાલ પણ આપ્યો હતો. આ સાથે મુલાયમસિંહ વર્ષ 2014માં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા પોતાની પાર્ટીની વાસ્તવિક તાકાત પરખવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. આ કારણે જ પાર્ટીના દરેક ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

આ મહત્વની બેઠકમા પાર્ટીની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ કારણે વિધાન પરિષદના સભ્યો પણ આ બેઠકમાં જોડાયા હતા. આ પહેલા 3 એપ્રિલના રોજ મુલાયમસિંહે ઉત્તરપ્રદેશમાં પાર્ટીના તમામ જિલ્લાધ્યક્ષો સાથે પણ મુલાકાત યોજી હતી.

ઉલ્લેખનીય છે કે મુલાયમસિંહ સહિતના નેતાઓને એવા સંકેત મળી રહ્યા છે કે લોકસભા ચૂંટણી 2014 આ વર્ષે નવેમ્બરમાં યોજાઇ શકે છે. મુલાયમસિંહની પાર્ટી સપા યુપીમાં 80માંથી 71 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે.

English summary
Mission Loksabha Election 2014 : Mulayam called meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X