હવે નરેન્દ્ર મોદીના જીવન પર બનશે ફિચર ફિલ્મ!
મુંબઇ, 23 ઑગસ્ટ : બોલિવુડમાં હાલ જીવનચરિત્ર પર આધારિત ફિલ્મ બનાવવાનું ચલણ ચાલ્યું છે, અને હવે ગુજરાતના મુખ્મમંત્રી નરેન્દ્ર મોદી પર પણ ફિલ્મ બનશે. ફિલ્મ નિર્માતા મિતેશ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમના પર એક ફિલ્મ બનાવવા માંગે છે.
મિતેશ પટેલે જણાવ્યું કે કોમન મેનથી લઇને મુખ્યમંત્રી સુધીની યાત્રા મારા ફિલ્મમાં બતાવવામાં આવશે. આ એક દસ્તાવેજી ફિલ્મ નહીં હોય અને આમાં તેમના નાનપણથી લઇને અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓને બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બોલિવુડમાં હમણાં હાલમાં જ ફ્લાઇંગ શીખ, મિલ્ખા સિંહ પર ફિલ્મ બનાવવામાં આવી હતી, જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા મેરીકોમ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જ્યાં અમિતાભ બચ્ચન, ગુરુદત્ત, કિશોર કુમાર, દારા સિંહ, અજરુદ્દીન, ધર્મેન્દ્રના જીવન પર પણ ફિલ્મ બનાવવાની ચર્ચા છે.












Click it and Unblock the Notifications
