For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે મિઝોરમમાં લહેરાવ્યો પરચમ, 33 બેઠકો સાથે બનાવશે સરકાર

|
Google Oneindia Gujarati News

આઇઝોલ, 9 ડિસેમ્બર: મિઝોરમની 40 બેઠકોવાળી વિધાનસભા માટે થયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે તેના માટેની મતગણતરી વહેલી સવારથી જ તમામ 8 જિલ્લાઓના મુખ્યાલયોમાં કડક સુરક્ષાની સાથે શરૂ થઇ ગઇ છે. રાજ્યોમાં ચૂંટણી 25 નવેમ્બરના રોજ થઇ હતી. છેલ્લા આંકડા પ્રમાણે મિઝોરમમાં કોંગ્રેસે 33 બેઠકો સાથે પોતાની જીત નોંધાવી દીધી છે. જ્યારે એમએનએફના ખાતામાં 5 અને એમપીસીના ફાળે 1 બેઠકો આવી છે.

4.38 pm : મિઝોરમમાં કોંગ્રેસે 24 બેઠકો પર જીત હાસલ કરી દીધી છે અને 7 બેઠકો પર લીડ કરી રહી છે, જ્યારે એમએનએફના ખાતામાં હજી સુધી માત્ર 4 જ બેઠકો આવી શકી છે, જ્યારે 4 બેઠકો પર લીડ કરી રહ્યું છે.

3.00 pm : કોંગ્રેસના ખાતામાં 19 બેઠકો આવી ગઇ છે તેમજ તે 6 બેઠકો પર લીડ કરી રહી છે. એમએનએફના ખાતામાં 2 બેઠકો આવી છે અને તે 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે.

2.00 pm : કોંગ્રેસે 17 બેઠકો પર જીત મેળવી લીધી છે. જ્યારે 5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

12.40 pm : મુખ્યમંત્રી લાલ થનહાવલાએ તેમની વિધાનસબા બેઠક ર્હાંગતુર્ઝો પરથી જીત નોંધાવી લીધી છે.

12.22 pm : કોંગ્રેસે મિઝોરમમાં 15 બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસ 20 બેઠકોથી આગળ ચાલી રહી છે. જ્યારે એમએનએફ 3 બેઠકો પર વિજય નોંધાવ્યો છે.

11.00 am: કોંગ્રેસના ઉમેદવાર જ્હોન સિઆમકુંગા મિઝોરમ પોલમાં પહેલા વિજેતા જાહેર કરાયા હતા. કોંગ્રેસ 12 બેઠકો અને એમએનએફ 5 બેઠકોથી આગળ છે.

મતગણતરીમાં મુખ્યમંત્રી, કોંગ્રેસના લાલ થનહાવલા, તેમના 11 મંત્રિમંડળીય સહયોગી, જોરમ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ લાલ દુહાવમા, મિઝો નેશનલ ફ્રંટના અધ્યક્ષ જોરમથાંગા અને મિઝોરમ પીપલ્સ કોન્ફ્રેન્સના અધ્યક્ષ લાલ મંગઇયા સાઇલો સહિત 142 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે. ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરશે કે શું ચારવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા લાલ થનહાવલા આ વખતે પણ કોંગ્રેસનો પરચમ લહેરાવી શકશે અથવા સત્તા વિરોધી સત્તાનો સામનો કરવો પડશે. તેઓ બે બેઠકો એટલે કે પોતાના હોમ ટાઉન સરચિપ અને હરેંગતુજરેથી ચૂંટણી લડી રહ્યા હતા.

જોરમ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ લાલ દુહાવમા પણ બે બેઠકોથી એજલ વેસ્ટ દ્વિતિય અને કોલાસિબ સાથે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિપક્ષી મિઝોરમ ડેમોક્રેટિક એલાયન્સ તમામ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. વિપક્ષી મિઝોરમ ડેમોક્રેટિક એલાયંસમાં એમએનએફ, એમપીસી અને મારાલેન્ડ ડેમોક્રેટિક ફ્રંટનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીને સી લાલ રમજઉવાથી જોરદાર પડકાર મળી રહ્યો છે. વ્યવસાયે વકીલ લાલ રમજઉવા સરચિપ વિધાનસબા બેઠક પર મિઝોરમ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર છે. બીજી બેઠક હરેંગતુજરે પર તેમનો મુકાબલો વર્તમાન વિધાયક, એમડીના લાલ થનસાંગાથી છે. મુખ્ય વિપક્ષી એમએનએફ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જોરમથાંગા તુઇપુઇ ઇસ્ટ બેઠકથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

mizoram
કોંગ્રેસ ઉપરાંત, એમડીએ પણ તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. જેડએનપી 38 બેઠકો પર, ભાજપા 17 બેઠકો પર અને રાકાપા બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. જય મહાભારત પાર્ટી એક બેઠક પર અને અપક્ષીય ચાર બેઠકો પર ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યમાં છ મહિલા ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે. તેમાંથી એક કોંગ્રેસથી, એક એમડીએથી, 3 ભાજપાથી અને એક અપક્ષીય છે. મિઝોરમ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષ મતદાતાઓથી 9,806 વધારે છે. રાજ્યમાં કુલ મતદાતા 690,860 છે.

English summary
The Congress was leading in 13 seats while the Mizo National Front in one in Mizoram in early trends available on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X