ભ્રષ્ટાચારને કારણે પાર્ટી 2019 ચૂંટણી હારી શકે છે: ભાજપ MLA

ભાજપના એક વિધાયકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સંભાલ જિલ્લાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

ભાજપના એક વિધાયકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સંભાલ જિલ્લાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગુંનોરથી ભાજપા વિધાયક અજિત કુમાર ઉર્ફ રજુ યાદવે પોતાની જ સરકારમાં થઇ રહેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતા એવી ચેતવણી આપી છે કે અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે પાર્ટી 2019 ચૂંટણી હારી શકે છે.

આ પણ વાંચો: ગૌરક્ષા માટે યોગી સરકાર હવે 0.5 ટકા ટેક્સ વસૂલ કરશે

અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારને લોકોનો મૂડ રાજ્ય સરકાર વિરુદ્ધ

અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારને લોકોનો મૂડ રાજ્ય સરકાર વિરુદ્ધ

3 જાન્યુઆરીએ લખેલા પત્રમાં વિધાયક અજિત કુમાર યાદવે કહ્યું કે જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારને લોકોનો મૂડ રાજ્ય સરકાર વિરુદ્ધ થઇ ગયો છે. જો ભ્રષ્ટાચાર પર નિયંત્રણ નહીં કરવામાં આવે તો ભાજપને લોકસભામાં ભારે નુકશાન વેઠવું પડી શકે છે.

જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ

જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ

ભાજપા વિધાયકે કહ્યું કે જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ છે. તેમને એવો પણ આરોપ લગાવ્યો કે ડસ્ટબીન જેની કિંમત 200-300 રૂપિયા છે, તેને લગભગ 12,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. તેમને કહ્યું કે ગામમાં વીજળી કનેક્શન હોવા છતાં લોકોને વીજળીનું બિલ મોકલવામાં નથી આવતું. ત્યારપછી આખા જિલ્લામાં હડકંપ મચ્યો છે.

સરકાર અને જનતા સાથે છેતરપિંડી

સરકાર અને જનતા સાથે છેતરપિંડી

વિધાયકે આરોપ લગાવ્યો છે કે અધિકારી અને કર્મચારી ઠેકેદાર ભેગા મળીને સરકાર અને જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમને અધિકારીઓ અને ઠેકેદારો સાથે મીલીભગત હોવાથી ટેન્ડરમાં પણ ઘોટાળાની વાત કહી. વિધાયકે પોતાની ફરિયાદમાં કેટલાક પુરાવા પણ રજુ કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X