For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ સીએમના નામ પર સહમતી ન બની, હવે રાહુલ ગાંધીના હાથમાં ફેસલો

છત્તીસગઢઃ સીએમના નામ પર સહમતી ન બની, હવે રાહુલ ગાંધીના હાથમા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસની રાયપુર સ્થિત ઑફિસ સંપૂર્ણ રીતે સજી ચૂકી છે. રાજ્યમાં કોંગ્રેસ હવે સરકાર બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે. જણાવી દઈએ કે અહીં કોંગ્રેસે 90 સીટમાંથી 68 સીટ જીતીને બાજી પલટી દીધી. હવે પાર્ટીમાં સીએમ ચેહરાને લઈને માથાકૂટ ચાલી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક રાત્રે સાડા આઠા વાગ્યા સુધી યોજાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોઈપણ નેતાના નામ પર સહમતિ નથી સાધી શકાઈ.

પાર્ટીની અંદર મતભેદ નથી

પાર્ટીની અંદર મતભેદ નથી

છત્તીસગઢ માટે કોંગ્રેસના ઓબ્ઝર્વર મલ્લિકાર્ઝુન ખડગે રાયપુર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે બધા ધારાસભ્યો અને સીનિયર નેતાઓનો મત લેશું અને તે બાદ જ હાઈ કમાન તરફથી સીએમના નામ પર મોહર લગાવવામાં આવશે. પાર્ટીની અંદર કોઈ મતભેદ નથી, અમારા તમામ લોકો એકજુટ છે.

સીએમની રેસમાં આમનાં નામ

સીએમની રેસમાં આમનાં નામ

પરંતુ સૂત્રો મુજબ આ બેઠકમાં કોઈના નામ પર પણ સહમતિ નહોતી બની શકી. હવે ફેસલો રાહુલ ગાંધી ઉપર છોડી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ સમયે સીએમ પદની રેસમાં ભૂપેશ પટેલ, ટીએસ સિંહદેવ અને તામ્રધ્વજ સાહૂનું નામ ચાલી રહ્યું છે.

રાહુલ ગાંધીના હાથમાં ફેસલો

રાહુલ ગાંધીના હાથમાં ફેસલો

આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના છત્તીસગઢ પ્રભારી પીએલ પુનિયા, પ્રભારી સચિવ ચંદન યાદવ અને અરુણ ઉરાંવ હાજર રહ્યા. મુખ્યમંત્રી પદના ઉમેદવારનો અંતિમ ફેસલો પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ધારાસભ્યો અને વિશેષ નેતાઓનું મંતવ્ય જાણ્યા બાદ લેશે.

5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ

English summary
MLAs meeting in Raipur to elect Chattisgarh CM ends. No consensus there too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X