4 મેથી લાઉડસ્પીકર પર સંભળાય અજાન તો જોરથી વગાડો હનુમાન ચાલીસાઃ રાજ ઠાકરે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ લાઉડસ્પીકર વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. એક દિવસ પહેલા જ્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)પ્રમુખ રાજ ઠાકરેએ અપીલ કરીને કહ્યુ હતુ કે ઈદ પર હનુમાન ચાલીસા ના ચલાવવા. વળી, હવે એક દિવસ બાદ ફરીથી તેમણે પોતાના તેવર બદલ્યા છે. મંગળવારે ટ્વિટ કરીને રાજ ઠાકરેએ કહ્યુ કે 4 મેથી લાઉડસ્પીકર પર અજાનનો અવાજ સંભળાય તો વધુ જોરથી હનુમાન ચાલીસા વગાડો.
MNS પ્રમુખ રાજ ઠાકરેએ બે પેજની એક મોટી નોટ શેર કરીને કહ્યુ છે કે હું બધા હિંદુઓને અપીલ કરુ છુ કે કાલે 4 મેથી જો તમે લાઉડસ્પીકરોમાંથી અજાન વગાડતા સાંભળો તો એ જ જગ્યાઓએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડો અને લાઉડસ્પીકરથી શું તકલીફ થાય છે, એ તેમને પણ સમજવા દો. આ સાથે જ રાજ ઠાકરેએ કહ્યુ કે આપણે દેશની કાયદો વ્યવસ્થા બગાડવાની નથી. દેશમાં આપણે હુલ્લડ પણ નથી ઈચ્છતા પરંતુ જો તમે ધર્મ માટે જિદ્દીપણુ નહિ છોડો તો અમે પણ અમારી જિદ નહિ છોડીએ.
વળી,પોતાના નિવેદનમાં રાજ ઠાકરેએ આગળ કહ્યુ, 'હું મહારાષ્ટ્રના સીએમને અપીલ કરુ છુ કે વર્ષો પહેલા શિવસેના પ્રમુખ હિંદુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેએ કહ્યુ હતુ કે 'બધા લાઉડસ્પીકરોને ચૂપ કરાવવાની જરુર છે...'' સાથે જ નિશાન સાધીને કહ્યુ, 'શું તમે આને સાંભળવા જઈ રહ્યા છો કે તમે કોઈ બિન-ધાર્મિક શરદ પવારનુ અનુસરણ કરવા જઈ રહ્યા છો, તે તમારે સત્તામાં જળવાઈ રહેવુ હોય?' તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં લાઉડસ્પીકરને લઈને વિવાદ ઘણો વધી ગયો છે. રાજ ઠાકરે લાઉડસ્પીકરને લઈને વિરોધ કરી રહ્યા છે.