For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના હોય! 2014 સુધીમાં માનવ કરતા વધુ હશે મોબાઇલ ફોનના ગ્રાહક?

By Super
|
Google Oneindia Gujarati News

mobile
નવી દિલ્હી, 16 મેઃ ધરતી પર મોબાઇલ ફોન ગ્રાહકોની સંખ્યા વર્ષ 2014 સુધીમાં માવનીઓની સંખ્યા કરતા વધારે હશે. આ વાત ઇન્ટરનેશનલ ટેલીકોમ્યુનિકેશન યૂનિયન(આઇટીયુ)એ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું કે, 2013માં મોબાઇલ ઉપભોક્તાઓની સભ્યતા વિશ્વની જનસંખ્યાની લગભગ બરોબર થઇ ગઇ છે. તેમાં અડધાથી વધારે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં છે.

વર્ષ 2014 સુધી મોબાઇલ ગ્રાહકોની સંખ્યા સાત અરબથી વધી જશે. હજુ મોબાઇલની ગ્રાહકતા વિશ્વની જનસંખ્યાની 96 ટકા થઇ ગઇ છે. તેમાં 128 ટકા વિકસિત દેશોમાં અને 89 ટકા વિકાસશીલ દેશોમાં છે. હાલના સમયે વિશ્વની કુલ વસ્તીના 40 ટકા એટલે કે 2.7 અરબ લોકો ઓનલાઇન છે.

વિકાસશીલ દેશોમાં 82.6 કરોડ મહિલા ઇન્ટરનેટ ઉપયોગકર્તા છે અને 98 કરોડ પુરુષ ઇન્ટરનેટ ઉપયોગકર્તા છે.બીજી તરફ વિકસિત દેશોમાં 47.5 કરોડ મહિલાઓ અને 48.3 કરોડ પુરુષ ઇન્ટરનેટ ઉપયોગકર્તા છે. વિકાસશીલ દેશોમાં પુરુષોથી 16 ટકા ઓછી મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે વિકસિત દેશોમાં પુરુષોથી માત્ર બે ટકા ઓછી મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

2012માં 70 ટકા લોકોને પોસ્ટ કરતા પ્રીપેડ મોબાઇલ પસંદ હતા, જ્યારે વિકાસશીલ દેશોમાં આ આંકડો 87 ટકા હતો. હવે 100 દેશ એવા થઇ ચૂક્યા છે, જ્યાં મોબાઇલ ફોનની સંખ્યા દેશની જનસંખ્યા કરતા વધારે છે. સાત દેશોમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા બે ગણી થઇ ગઇ છે.

English summary
Mobile phone subscriptions will outnumber the world population by the end of next year, according to a UN agency report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X