• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ નામદાર છે અને હું કામદાર: મોદીના ચાબખા વીડિયોમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: આજે ભાજપ રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. એઆઇસીસીની બેઠકમાં મોદી પર જે રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા, તેનો બરાબર જવાબ નરેન્દ્ર મોદીએ આજે પોતાના ભાષણમાં આપી દીધો.

મોદી પહેલા જ બેઠકમાં કોંગ્રેસ પર હુમલાઓનો દોર શરૂ થઇ ચૂક્યો હતો. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક મિશન 2014ને સફળ બનાવવા માટે ચાલી રહી છે. જેમાં આજે સૌની નજર વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભાષણ પર ટકેલી હતી, અને મોદીનું ભાષણ લોકોઅનુમાન અનુસાર દમદાર અને ચોટદાર જ રહ્યું.

નરેન્દ્ર મોદીનું ભાષણ:

દેશ આઝાદ થયા બાદ ચૂંટણીઓ ઘણી બધી આવી છે, અમને સૌને ચૂંટણીના મેદાનમાં કાર્ય કરવાનો અનુભવ છે. પરંતુ આ વખતની ચૂંટણીઓ દરેક પ્રકારે ભિન્ન છે. વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ નેતા વિહિન હોય, નીતિ વિહિન હોય અને નિયતમાં પણ ખોટ હોય તેવા દિવસો પણ આપણે જોયા નથી. ભ્રષ્ટાચારનું વિકરાળ રૂપ આ દાયકાએ જોયા છે તેવા પહેલા ક્યારેય નથી જોયા.

મોંઘવારીની માર ખાઇ રહેલા બાળકો, ઇજ્જત બચાવતી મહિલાઓ, આત્મહત્યા કરતા ખેડૂતો, દેશની આવી દૂર્દશા ક્યારે નથી થઇ. 2014ની ચૂંટણી આશાના કિરણ સમાન છે. દેશવાસીઓના સપનાઓની ચૂંટણી છે. માટે દિલ્હીની ધરતી પર બે પ્રમુખ પાર્ટીઓની બેઠક યોજાઇ તેનું વિશ્લેષણ કરીએ તો ખ્યાલ આવે કે 2014માં કોંગ્રેસ પોતાના દળને બચાવવા માટે વલખા મારતા હતા. મિત્રો કોંગ્રેસની બેઠકમાં દળ બચાવવાનો એજન્ડા હતો અને ભાજપની બેઠકમાં દેશ બચાવવાનો એજન્ડા છે.

કોંગ્રેસના કાર્યકરોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે 17 તારીકે વડાપ્રધાન ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પરંતુ કાર્યકરો વડાપ્રધાન નહીં પણ ગેસના ત્રણ બાટલા લઇને પાછા ગયા.

દેશ જાણવા માગે છે કે જ્યારે દેશના પહેલા વડાપ્રધાન બનાવવા આવ્યા ત્યારે કઇ લોકતાંત્રિક પરંપરા હતી, કે કોંગ્રેસના નેતાઓની ઇચ્છા હોવા છતાં પણ આપે સરદાર વલ્લભભાઇ પટેલને વડાપ્રધાન બનાવવામાં આવ્યા નહીં. ત્યારબાદ ઇન્દિરા ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યાર બાદ રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે શપથ લેવાડાવ્યા હતા, આ કઇ પરંપરા હતી હું કોંગ્રેસને પૂછવા માગુ છું. યુપીએ એકમાં તમામ પાર્ટીએ મેડમ સોનિયાને વડાપ્રધાન માટે ચૂંટ્યા હતા પરંતુ તેમણે મનમોહન સિંહનું નામ આગળ કરી દીધું, શું એ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન ન્હોતું, ઉલ્લંઘન ન્હોતું. કોઇ માતાનું મન પોતાના પુત્રને બલિ થોડી ચડવા દેવાની, માટે તેમણે પોતાના પુત્રને વડાપ્રધાન પદના ઉમેદવાર ના બનાવ્યા.

આજ કાલ દેશમાં ચાવાળાઓનું ઘણું સન્માન થઇ રહ્યું છે. ભાઇઓ બહેનો તેઓ નામદાર છે અને હું કામદાર છું. આવા મોટા નામદારો એક કામદાર સાથે મુકાબલો કરવો પોતાનું અપમાન ગણે છે. ક્યારેક ક્યારે પરંપરાવાદ, ઉંચનીચતાનો ભેદભાવ વગેરે તેમને નડી રહ્યું છે. તેઓ વિચારે છે કે અમારી સામે એક એવો વ્યક્તિ જેની માતા લોકોના ઘરમાં વાસણ માઝતી હતી, પાણી ભરતી હતી, તેના પિતા ટ્રેનમાં ચા વેચતા હતા, હું તેની સામે ચૂંટણી લડું? તેમને એવો સંકોચ થાય છે મિત્રો.

27 ઓક્ટોબરના રોજ બોમ્બ ધડાકાઓની વચ્ચે, નિર્દોષ લોકો ભારતમાતાની પૂજા કરી રહ્યા હતા. એ દ્રશ્ય મને યાદ આવે છે કે એ કઇ પ્રેરણા હતી જે ભગતસિંહ અને સુખદેવને આઝાદી માટે ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા. આજે 2014ની ચૂંટણી લોકો માટે સુરાજ્ય માટે નવી તક લઇને આવી છે. દેશના લોકો વિચારી રહ્યા છે કે આઝાદી માટે લડવાની તક ના મળી તેઓ હવે સુરાજ્ય માટે લડવા તત્પર છે. જે લોકોને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી તેઓ ભાજપાના કાર્યાલય આવીને કહે છે કે મને કામ આપો અમારે દેશ માટે કઇ કરવું છે.

ગરીબોની ચિંતાની વાતો, દેશના વિકાસની વાતો ઘણી સાંભળી. અમારી નીતિઓમાં અમારા કાર્યોમાં શું ખોટ રહી ગઇ કે ભારતમાતાનું ચિત્ર જોઇએ તો પશ્ચિમ ભાગમાં કઇ થઇ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે પરંતુ મધ્ય ભાગ વિકાસ માટે તડપી રહ્યો છે. અમને સેવા કરવાની તક આપશો તો ભારતનો જે વિસ્તાર વિકાસ માટે તડપી રહ્યો છે તેને પશ્ચિમની બરોબર તો લાવીએ. ભારતમાતાની બંને બાજુઓને મજબૂત બનાવીએ. જો આપણે દેશને મજબૂત બનાવવો હોય તો પ્રાદેશિક એક્સપ્રેશન પડકાર નથી તે તક છે, તેને વિકાસની સાથે જોડવા જોઇએ.

આપણો દેશ સંઘીય માળખું છે, આપણે તેનું સન્માન કરવું પડશે. મારા માટે આનંદનો વિષય છે કે હું મુખ્યમંત્રી તરીકે રહ્યો છું, અને પાર્ટીએ મને નવું દાયિત્વ સોંપ્યું છે. હું દરેક મુખ્યમંત્રીઓની પીડાને સમજી શકું છું અને ભાજપ સંઘીય માળખાને મજબૂત બનાવવા માટે ઉત્સુક છે. અમે દરેક રાજ્યોને જોડવા માગીએ છીએ. મારા વિચાર ભિન્ન છે હું ઇચ્છું છું કે વડાપ્રધાન અને તેમની ટીમ દેશને આગળ ધપાવે. કેન્દ્રની બ્યૂરોકસી અને રાજ્યની બ્યૂરોકસી સાથે મળીને દેશને આગળ વધારે.

દેશ માટે સુશાસન અનિવાર્ય છે. અને ગુડગવર્નન્સ ગરીબો માટે હોય છે, દલિતો માટે હોય છે. અમે ગુડગવર્નન્સને લઇને આગળ વધવા માગીએ છીએ. મિત્રો હવે આપણે નક્કી કરવાનું છે કે કોઇ ખરડાયેલી ટેપ રેકોર્ડ પર વિશ્વાસ કરવો છે કે ટ્રેક રેકોર્ડ પર. હવે એક્ટ તો બહું સાંભળી લીધું હવે દેશને એક્શન જોઇએ. છેલ્લા દસ વર્ષમાં લગભગ એવો દિવસ ગયો હશે કે વડાપ્રધાને કોઇ કમિટિની રચના ના કરી હોય, મિત્રો હવે દેશને કમિટિ નહી પરંતુ કમિટમેન્ટ જોઇએ.

મોદીએ આપ્યો ઇન્દ્રધનુષના સાત રંગોના વિચાર અને આપ્યું 5-ટીનું સૂત્ર જુઓ સ્લાઇડરમાં...

મોદીએ આપ્યો ઇન્દ્રધનુષના સાત રંગો વિચાર:

મોદીએ આપ્યો ઇન્દ્રધનુષના સાત રંગો વિચાર:

પહેલો રંગ- કુટુંમ્બ પ્રથા, પરિવાર વ્યવસ્થાને કેવી રીતે મજબૂત બનાવીએ.
બીજો રંગ- કૃષિ, પશુ, ગામ. મહાત્મા ગાંધી આપણા દેશને ગામડાઓનો દેશ કહેતા હતા.
ત્રીજો રંગ- નારી શક્તિ. આપણી માતાઓને એમ્પાવર બનાવવાની જરૂર છે.
ચોથો રંગ- જળ,જમીન, જળવાયુ. આ આપણી વિરાસત છે. ભારતને વિકાસમાં આગળ રાખવા માટે આ ચોથા રંગને સુરક્ષિત રાખવું પડશે.
પાંચમો રંગ- યુવાધન, યુવાશક્તિ. આપણો દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. ભારતીય યુવાન દુનિયાનું નિર્માણ કરવામાં સક્ષમ છે.
છઠ્ઠો રંગ- લોકતંત્ર. આપણે આપણા લોકતંત્રને મજબૂત બનાવવાની જરૂર છે અને લોકભાગીદારી વગર તે શક્ય નથી. સામાન્ય માનવી ગણતંત્રમાં પણ ગુણતંત્રની
અનુભૂતિ કરે.
સાતમો રંગ- જ્ઞાન. દરેક માતા પોતાના બાળકોને ભણીગણીને મોટો માણસ બનવાના આશિર્વાદ આપે છે.

કોંગ્રેસના વિચાર ભાજપના વિચાર:

કોંગ્રેસના વિચાર ભાજપના વિચાર:

કોંગ્રેસના અધિવેશનમાં કહેવાયું કે કોંગ્રેસ પાર્ટી એક વિચાર છે. અમે પણ માનીએ છીએ કે વિચાર વગર કોઇ દળનું ગઠન શક્ય નથી પરંતુ મુશ્કેલી એ છે કે કોંગ્રેસ પાસે કોઇ વિચાર છે કે નહીં પરંતુ દેશ એ ચોક્કસ જાણે છે કે આજે આખી કોંગ્રેસ પાર્ટી વિચાર કરવામાં જ પડી છે. હું આજે કહેવા માગુ છું કે આપના વિચાર શું છે અને અમારા વિચાર છે.
તેમના વિચાર છે ભારત મધુમાખીનો પૂડો છે, અમારા વિચાર છે ભારત અમારી માતા છે.
તેમના વિચાર છે ગરીબી મનની અવસ્થા છે, ગરીબ દરિદ્ર નારાયણ છે.
ગરીબની વાત નથી કરતા તો તેમને મજા નથી આવતી, ગરીબની વાત કરીએ તો અમને ઊંઘ નથી આવતી.

કોંગ્રેસના વિચાર ભાજપના વિચાર:

કોંગ્રેસના વિચાર ભાજપના વિચાર:

તેમના વિચાર છે રૂપિયા ઝાડ પર નથી ઊંઘતા, અમારા વિચાર છે કે રૂપિયા ખેતરોમાં ઊંગે છે.
તેમના વિચાર છે સમાજ તોડો અને રાજ કરો અમારા વિચાર છે સમાજ જોડો અને વિકાસ કરો.
તેમના વિચાર છે વંશવાદ અમારા વિચાર છે રાષ્ટ્રવાદ.
તેમના વિચાર છે રાજનીતિ, અમારો વિચાર છે રાષ્ટ્રનીતિ.
સત્તા કેવી રીતે બચાવવી દેશ કેવી રીતે બચાવવું.
દેશ એ ચલાવશે જેમના દિલમાં કોંગ્રેસ છે, અમે કહીએ છીએ ટિકિટ તેને મળશે જેના દિલમાં ભારત છે.

મોંઘવારી રોકવાની ગેરંટી:

મોંઘવારી રોકવાની ગેરંટી:

હું આજે આ મંચથી મારા દેશવાસીઓને પ્રાર્થના કરુ છું કે 60 વર્ષો શાસકોને આપ્યા આપ માત્ર 60 મહિના સેવકોને આપીને જુઓ...હું તમને ગેરેન્ટી આપુ છું કે મોરારજી દેસાઇની સરકાર મોંઘવારી રોકી શકતી હોય, અટલજીની સરકાર મોંઘવારી રોકી શકતી હોય તો 2014માં ભાજપની સરકાર મોંઘવારી રોકી શકે છે.

મોદીની રિયલ ટાઇમ ડેટા ટેકનિક

મોદીની રિયલ ટાઇમ ડેટા ટેકનિક

અમારી પહેલી પ્રાથમિકતા રહેશે કે રિયલ ટાઇમ ડેટાનું મિકેનિઝમ ઊભુ કરીશું કે આ વર્ષે આટલી ખેતી થઇ છે અને જરૂરી કેટલું છે. અત્યારે એવું થઇ રહ્યું છે કે દેશ એક બાજુ ભૂખે મરે છે અને ધાન બીજી બાજુ એક્સપોર્ટ થઇ રહ્યું છે.

આ ક્ષેત્રોમાં મોદી કરશે વિકાસ:

આ ક્ષેત્રોમાં મોદી કરશે વિકાસ:

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ટચ કરતા તમામ મુદ્દાઓને આવરી લીધા. જેમાં કૃષિ, યુવાનોનું હુનર, બેરોજગારની સમસ્યા, બ્લેક મની, રેલવેને આધુનિક બનાવવા અલગ યુનિવર્સિટી, નારી સશક્તિકરણ અંતર્ગત બેટી બચાવો, બેટી બઢાવો અભિયાન હાથ ધરીએ. નારીને નેશન બિલ્ડર તરીકે જોઇએ, અર્બનાઇજેશનને તક માનવી જોઇતી હતી આપણે પડકાર માની લીધો. વિકાસ માટે તેના માહત્મ્યનો સ્વિકાર કરવો જોઇએ. 100 નવા સ્માર્ટ સીટી બનાવીશું.

આ ક્ષેત્રોમાં મોદી કરશે વિકાસ:

આ ક્ષેત્રોમાં મોદી કરશે વિકાસ:

જળ, જંગલ, જમીન, કૃષિ વગર દેશ અધુરો છે. એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ વધીએ. વીજળી- 24 કલાક વિજળી દરેકના ઘરમાં પહોંચાડી શકાય છે. શિક્ષણ- પ્રાઇમરી એજ્યુકેશનને પ્રોત્સાહન મળે. દરેક રાજ્યોમાં આઇઆઇટી અને આઇઆઇએમ હોવું જોઇએ. સ્વાસ્થ્ય- હેલ્થ પ્રિવેન્સન પર ધ્યાન આપવાની જરૂર છે. ગરીબોનું સશક્તિકરણ. વગેરે જેવા મુદ્દાઓ પર કામગીરી કરવાની વાત મોદીએ કરી.

મોદીએ આપ્યું 5-ટીનું સૂત્ર:

મોદીએ આપ્યું 5-ટીનું સૂત્ર:

નરેન્દ્ર મોદીએ કાર્યકરોને 5-ટીનું સૂત્ર આપતા જણાવ્યું કે આજે સમયની એ માંગ છે કે આપણે ટ્રેડ, ટેલેન્ટ, ટ્રેડિશન, ટુરિઝમ, ટેકનોલોજી તરફ ધ્યાન કેન્દ્રીત કરીને દેશના વિકાસને આગળ ધપાવીએ. મોદીએ જણાવ્યું કે ટેરરિઝમ ડિવાઇડ્સ, ટૂરિઝમ યુનાઇટ્સ....

આઇડિયા ઓફ ઇન્ડિયા:

આઇડિયા ઓફ ઇન્ડિયા:

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં 'આઇડિયા ઓફ ઇન્ડિયા' હેઠળ ઘણી બધી વાતો કહી. જેમાં તેમણે જણાવ્યું કે 'માઇ આઇડિયા ઓફ ઇન્ડિયા- સત્યમેવ જયતે, વસુધૈવ કુટુંમ્બકમ્, અહિંસા પરમો ધરમ, સર્વપંથ સમભાવ, પૌધે મેં ભી પરમાત્મા હોતા હૈ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા:.

પોલિંગ બૂથ વિજયની જનની:

પોલિંગ બૂથ વિજયની જનની:

અમે અત્રેથી અડવાણીજીના આશિર્વાદ લઇને આપણે અહીથી વિદાય લઇશું. અને પોલિંગ બૂથ વિજયનું ગર્ભધાન હોય છે. માટે વિજયની જનનીની ઇફાજત કરવી આપણું દાયિત્વ છે. એક સામાન્ય ચાવાળો જ્યારે ચૂંટણી લડતો હોય ત્યારે દેશની જનતા મન મૂકીને ધનદાન કરશે એનો મને વિશ્વાસ છે.

નરેન્દ્ર મોદીના સંપૂર્ણ ભાષણને સાંભળો વીડિયોમાં...

નરેન્દ્ર મોદીના સંપૂર્ણ ભાષણને સાંભળો વીડિયોમાં...

English summary
Narendra Modi to address BJP's National Council Meeting at New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X