હિમાચલ પ્રદેશના સીએમએ ઝાડ પરથી પૈસા કેવી રીતે ઉગાડ્યાઃ મોદી

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 16 ફેબ્રુઆરીઃ લોકસભા ચૂંટણીને હવે બહુ સમય બાકી નથી, જેને લઇને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ પ્રદેશોમાં જનસભાઓ સંબોધવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે નરેન્દ્ર મોદી દ્વારા હિમાચલ પ્રદેશના સુજનપુર તાઇરા ખાતે જનસભા સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ શા માટે કાળું નાણું ભારત પરત લાવવા નથી માગતી તે અંગે જણાવ્યું હતું.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું આજે ખુશી અનુભવી રહ્યો છું. હિમાચલ પ્રદેશે મને ઘણું બધું સન્માન અને સ્નેહ આપ્યો છે. હિમાચલ પ્રદેશના યુવાનો દેશની સેવા કરી રહ્યાં છે. અહીંના યુવાનો જાગી રહ્યાં છે, ત્યારે આ દેશ ચેનથી ઉંઘી શકે છે. ભાજપ અંગે મોદીએ કહ્યું કે, અમારે ત્યાં મેમ્બરશીપ જેવું કંઇ હોતું નથી. અમારે લોહીના સંબંધોના છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ 60 વર્ષ સુધી દેશમાં સત્તા પર રહ્યાં તેમના માટે રાજકારણ એક વ્યવસાય અને કારકિર્દી છે, જ્યારે અમારા માટે રાજકારણ એ એક રાષ્ટ્રભક્તિ અને સેવા છે. મારા જીવનમાં હિમાચલ પ્રદેશ એક ખાસ સ્થાન ધરાવે છે. અટલજીને હિમાચલ પ્રદેશ ઘણું જ પસંદ હતું અને ઘણું આપ્યું છે. કોંગ્રેસની સરકાર પર તમને વિશ્વાસ છે ખરો, તેમના નેતા પર તમને વિશ્વાસ છે, તેમના વચનો પર તમને વિશ્વાસ છે ખરો, નહીં, આ એક એવી સરકાર છે કે જેના પણ કોઇને વિશ્વાસ નથી.

કોંગ્રેસ ભૂતકાળને વાગોડે છે

કોંગ્રેસ ભૂતકાળને વાગોડે છે

મોદીએ કહ્યું કે, કોંગ્રેસ આખા રાષ્ટ્રનું ભ્રમણ કરે છે અને ભૂતકાળમાં શુ કર્યું તેને વાગોળે છે, પરંતુ તેઓ ભ્રષ્ટાચાર અને મોંઘવારી અંગે વાત કરતા નથી. તેઓ લોકોને જણાવવા માગતા નથી કે, તેઓ ભાવ ઘડાડી શકે તેમ નથી. કોંગ્રેસ અહંકારમાં ડુબેલી છે અને તેથી તે લોકોના પ્રશ્નોના જવાબ આપવા પણ માગતી નથી. અટલજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સરફજનના ખેડુતોને સારા પૈસા મળતા હતા પરંતુ તે યુપીએના રાજમાં મળતું નથી.

એક સરખો ઉકેલ દરેક જગ્યાએ કામે લાગતો નથી

એક સરખો ઉકેલ દરેક જગ્યાએ કામે લાગતો નથી

મોદીએ કહ્યું કે એક સ્થળે જે ઉકેલ અને વિચાર કામ કરી ગયો તે અન્ય સ્થળે કામ કરી શકે નહીં, કારણ કે ત્યાંની ભૌગોલિક સ્થિતિ અલગ હોય છે, તેથી ભૌગોલિક સ્થિતિ અને ત્યાની બાબતોને સમજીને એ દિશામાં તેનો ઉકેલ શોધવાનું કામ કરવું જોઇએ. મુખ્યમંત્રીઓની બેઠક બોલાવીને 10 મીનિટ બોલવામાં આવે તો તેનાથી કઇ થશે નહીં. વડાપ્રધાને હિમાલયની પહાડીના રાજ્યોમાં આવીને ત્યાનાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઇએ.

ભાજપ હિમાલય પર વિશેષ ધ્યાન આપશે

ભાજપ હિમાલય પર વિશેષ ધ્યાન આપશે

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી હિમાલયના રાજ્યોના વિકાસ માટે વિશેષ ધ્યાન આપશે. હું તમને વિશ્વાસ અપાવું છું કે, તમે બદલાવ જોશો. જે વસ્તુ 60 વર્ષમા નથી થઇ તે 60 મહિનામાં તમને જોવા મળશે. આપણી પહેલી પહેલ એ લોકોને આગળ લાવવાની છે, જે વિકાસની યાત્રામાં પાછળ રહી ગયા છે.

પ્રવાસન સ્થળને જોતા રેલવે મહત્વની

પ્રવાસન સ્થળને જોતા રેલવે મહત્વની

પ્રવાસન સ્થળ તરીકે રેલવે કનેક્ટિવિટી મહત્વની છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આપણે તે દિશામાં વિચારી રહ્યાં નથી. રાજ્ય નાનું છે પરંતુ બસમાં સમય પસાર થઇ જાય છે. શું હિમાચલ પ્રદેશને એક સારા રેલ નેટવર્કની જરૂર નથી. રેલવે એ દેશની કિંમતી મિલ્કત છે, આપણે આપણા વિકાસને નવી શક્તિ આપી શકીએ છીએ પરંતુ દિલ્હી એ દિશામાં વિચારી રહ્યું નથી, તેમની પાસે કોઇ વિઝન નથી.

ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ જોઇએ છે

ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ જોઇએ છે

જે રીતે મોંઘવારી દેશને પરેશાન કરી રહી છે, તેવી જ રીતે ભ્રષ્ટાચાર પણ દેશ માટે મોટો મુદ્દો છે, રાષ્ટ્રને ભ્રષ્ટાચારમાંથી આઝાદ થવાની જરૂર છે. જો આપણે ભ્રષ્ટાચારમાંથી મુક્તિ જોઇએ છે, તો આપણે પહેલા ભ્રષ્ટોમાંથી મુક્ત થવાની જરૂર છે.

હિમાચલના મુખ્યમંત્રી ઝાડમાંથી પૈસા કેવી રીતે કમાયા

હિમાચલના મુખ્યમંત્રી ઝાડમાંથી પૈસા કેવી રીતે કમાયા

કોંગ્રેસના નેતા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ આપેલા લેખિત એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની આવક ત્રણ વર્ષમાં 14 ગણી વધી છે. આપણા વડાપ્રધાન કહીં રહ્યાં છે કે, પૈસા ઝાડ પર નથી ઉગતા, પરંતુ તેમની જ પાર્ટીના મુખ્યમંત્રી સફરજનના ઝાડમાંથી પૈસા કમાયા છે.

કોંગ્રેસ શા માટે પરત નથી લાવતી કાળું નાણું

કોંગ્રેસ શા માટે પરત નથી લાવતી કાળું નાણું

જો કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર નથી કરતા તો પછી તેઓ શા માટે કાળા નાણાને પરત લાવવામાં ઉત્સુકતા દર્શાવતા નથી. આપણે કાળું નાણું પરત લાવવા માગીએ છીએ કારણ કે આપણે ગરીબોને લૂંટીને ત્યાં પૈસા વિદેશમાં મુક્યા નથી. અમે કાળું નાણું પરત લાવવા માગીએ છીએ અને એ પૈસાનો ઉપયોગ એ લોકો માટે કરીશું જેઓ પોતાના પગારમાંથી ટેક્સ ભરી રહ્યાં છે.

મારા જેવા લોકો જ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરી શકે

મારા જેવા લોકો જ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરી શકે

જે લોકો મને ભ્રષ્ટાચારી કહે છે, તેમને જણાવી દઉ કે મારી આગળ પાછળ કોઇ નથી, હું કોના માટે ભ્રષ્ટાચાર કરું, એ જ વ્યક્તિ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરી શકે, જેની આગળ પાછળ કોઇ નથી.

અસ્પૃશ્યતાનું રાજકારણ લોકતંત્ર માટે ખરાબ

અસ્પૃશ્યતાનું રાજકારણ લોકતંત્ર માટે ખરાબ

એક દિવસ કેરળના એક નેતાએ મારા વખાણ કરી નાંખ્યા તો તેને પદ પરથી હટાવી લેવામાં આવ્યા, એક મંત્રી મને મળવા આવ્યા તો તેમને મંત્રી પદથી દૂર કરવામાં આવ્યા. એથી તો વધું મે ચાનું નામ લેવાનું શરૂ કર્યું તો તેઓ ચાને પણ ટીકાની દ્રષ્ટિએ જોવા લાગ્યા. તેમનું રાજકારણ નફરત અને અસ્પૃશ્યતાનું છે અને આ પ્રકારનું રાજકારણ લોકતંત્ર માટે ખરાબ છે.

એનડીએની સરકાર બનશે

એનડીએની સરકાર બનશે

મોદીએ કહ્યું કે, જો આપણે હિમાચલ પ્રદેશનો વિકાસ કરવો છે તો યુવાનોને નોકરી આપવી પડશે અને પ્રવાસનનો વિકાસ કરવો પડશે. અન્ય એક બાબત છેકે મેડમ સોનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે પ્રશ્નો પૂછી રહ્યાં છે અને બીજી તરફ તેઓ જ કહી રહ્યાં છે કે આ ચૂંટણી યુનિટી માટે લડવાની છે. રાષ્ટ્ર જાણે છે કે કોણ ઝેરની ખેતી કરે છે. આગામી સરકાર એનડીએની આવશે અને અમારો એજેન્ડા છે કે નેશનલ ડેવલોપમેન્ટ એલાયન્સ.

નોંધનીય છે કે, મોદી દ્વારા જનસભાને સંબોધતી વખતે કેન્દ્રની નીતિઓ પર આકરો પ્રહાર કરીને લોકોનો મત જીતવા પ્રયાસ કરી રહ્યાં છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીને જે રાજ્યોમાં શાસન કરવાની તક મળી છે, ત્યાં તેમણે વિકાસની રાજનીતિને મહત્વ આપીને રાજ્યનો વિકાસ કરવાની દિશામાં કામ કર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેઓ ગુજરાતના વિકાસ મોડલ થકી જો તેઓ દેશના વડાપ્રધાન બને તો તેઓ દેશને લઇને કેવા પ્રકારનું વિઝન ધરાવે છે, એ અંગે પણ સભાઓમાં ઉપસ્થિત જનમેદનીઓને જણાવતા રહે છે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/PL0sojVWKMk" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi to address Parivartan Rally in Sujanpur Tira, Himachal Pradesh

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.