• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભોપાલ મોદીની ગર્જના, 'ભાજપ સાથે બાથ ભીડવાનો દમ નથી કોંગ્રેસમાં'

|

ભોપાલ, 25 સપ્ટેમ્બરઃ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં મેગા રેલીને સંબોધન કરવાના છે. આ રેલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નરેન્દ્ર મોદીના વિરોધી ગણાતા લાલકૃષ્ણ અડવાણી પણ તેમની સાથે એક મંચ પર હાજર રહ્યાં છે. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પગે લાગી આશિર્વાદ લીધા છે. અહીં ભોપાલમાં યોજાઇ રહેલી ભાજપની મેગા રેલીનો લાઇવ વીડિયો આપવામાં આવ્યો છે.

ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આ મહારેલીનું આયોજન કરાયું છે. ભાજપનો દાવો છે કે આ કાર્યક્રમમાં લઘુમતી કોમના 50 હજાર કાર્યકર્તાઓ હાજર રહેશે. પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ આજે પહેલી વાર મોદી સાથે એક જ મંચ પર અડવાણી પણ ભાષણ આપશે. અગાઉ છત્તીસગઢમાં જાહેર કાર્યક્રમ દરમિયાન અડવાણીએ મોદીના વખાણ કર્યા હતા.

નરેન્દ્ર મોદીનું ભાષણ

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાર્વજનિક જીવનમાં સભાઓને સંબોધિત કરવાની તક અનેકવાર મળે છે. કાર્યકર્તાઓની બેઠક, સંમેલનમાં જવાની તક મળે છે. પરંતુ આજે મધ્યપ્રદેશ ભાજપે કરીને દર્શાવ્યું છે જે કોઇના બસની વાત નથી. હું મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ, મુખ્યમંત્રી, તેમની ટીમ અને તમામ કાર્યકર્તાઓને વંદન કરું છું. જેમણે સંગઠન શાસ્ત્રનો નવો આયમ રચ્યો છે.

પંડિત દીનદયાળને ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ હોઇ શકે, હું માનું છું, મધ્ય પ્રદેશ ભાજપે આખા દેશને નવી રાહ દર્શાવી છે, દીનદયાળને આના કરતા સારી શ્રદ્ધાંજલિ કોઇ ના હોઇ શકે. કારણ કે તેઓ જીવનભર ક્ષેત્રના વિકાસ, પાર્ટીના વિકાસ અને કાર્યકર્તાના વિકાસમાં લાગેલા રહ્યાં.

2015 અને 2016માં ભાજપના રાજમાં દેશ દીનદયાળ શતાબ્દી મનાવે

2015 અને 2016 પંડીત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્દીનું વર્ષ છે, આજે આપણે સંકલ્પ કરીએ કે તેમની શતાબ્દી કેવી રીતે માનવીશું. તેમની શતાબ્દી મનાવવાનું સંકલ્પ શું હોવો જોઇએ. આપણે બધા કાર્યકર્તાઓના મનમાં સંકલ્પ હોવો જોઇએ કે 15-16માં જન્મ શતાબ્દી ભારતીય જનતા પાર્ટીનું રાજ હશે, ત્યારે મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર હશે અને અમારી બધી સરકાર પંડીતના માનવ દર્શન લઇને દરીદ્ર નારાયણની સેવાનું સંકલ્પ લઇને એ શતાબ્દીમાંથી નવી પ્રેરણા લઇને હિન્દુસ્તાનના નવા યુગનો પ્રારંભ કરશે.

મધ્યપ્રદેશમાં ભાજપના વિજય પર શંકા નથી

મધ્યપ્રદેશમાં ભાજપના વિજયના સંબંધમાં મને જરા પણ આશંકા નથી. શિવરાજીને ઘણા વર્ષોથી જાણું છું. મને મધ્ય પ્રદેશમાં સંગઠનનું કામ કરવાની તક મળી છે. મધ્ય પ્રદેશ વિધાસભાની એવી એકપણ બેઠક નહીં હોય જ્યાં જવાની મને તક નહીં મળી હોય. મને પહેલીવાર શિવરાજીનો ભાષણ સાંભળવા મળ્યું તેને આજે 20 વર્ષ થયા છે. માનવ દર્શન પર વ્યખ્યાન આપતા હતા, ત્યારે ધારા પ્રવાહ બોલતા ત્યારે અમારા જેવા લાખો કાર્યકર્તાઓને પંડીત દીનદિયાળ સરકારમાં આવ્યા પછી ધરતી પર ઉતારીને ગરીબોના કલ્યાણનું કામ કર્યું છે.

ઇન્ક્લુઝીવ ગ્રોથ માટે દિલ્હી સરકાર બની મજબૂર

કોંગ્રેસ પાર્ટીએ 60 વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ પહેલાં ક્યારેય કોંગ્રેસના નેતાના મોઢેથી દિલ્હીમાં બેસેલી સરકાર દ્વારા ઇન્ક્લુઝીવ શબ્દ આપણે સાંભળ્યો નહોતો, હાલ તેઓને ઉછળી ઉછળીને આ શબ્દ પ્રયોગ કરવો પડી રહ્યો છે, તેની પાછળનું કારણ ભાજપ છે, જ્યાં જ્યાં ભાજપને સેવા કરવાની તક મળી ત્યાં ભાજપની સેવાએ સર્વાંગી વિકાસ પર બળ દીધું ઇન્ક્લુઝીવ વિકાસ પર બળ દીધું. દરેકના કલ્યાણનું કામ આ સરકારે કર્યું, આજે દિલ્હીની સરકારને ઇન્ક્લુઝીવ ગ્રોથનું નામ લેવાની મજબૂરી પડી છે અને તેનો શ્રેય શિવરાજ સિંહને જાય છે.

ગરીબો માટે કામ કરવામાં ભાજપની સરકારો આગળ

કેન્દ્ર સરકાર દ્વારા પહેલા તમામ રાજ્યોના કામના લેખા જોખા કરવામાં આવતા હતા, જેમાં પહેલી પાંચ સરકાર ભાજપ છે અથવા એનડીએના સાથી દળોની સરકારે ગરીબોની ભલાઇ માટે કામ કર્યું છે. કોંગ્રેસની એકપણ સરકારે છેલ્લા નવ વર્ષમાં ગરીબોની ભલાઇના એકપણ કામમાં સારી સ્થિતિમાં કામ નથી કર્યું. એકવાર મારાથી ભૂલ થઇ ગઇ. મે આ વાત મુખ્યમંત્રીઓની બેઠકમાં જણાવી આ સાંભળીને કોંગ્રેસી મિત્રો ચોંકી ગયા કે બધી ભાજપ સરકાર આગળ છે ગરીબોના કામમાં. દિલ્હીમા બેસેલી સરકારે પોતાના રાજ્યોને સારું કરી દેખાડવા ના કહ્યું, જે સાર્વજનિક કરાતું હતું તે બંધ કરી દીધું તેથી કોંગ્રેસની બદનામી ના થાય.

કોંગ્રેસે 10 વર્ષમાં મધ્ય પ્રદેશને લૂંટી લીધી

અહીં પટવાજી પછી 10 વર્ષ સુધી કોંગ્રેસ સરકાર રહી, પટવાજીએ મધ્ય પ્રદેશને નવી ઉંચાઇ લઇ જવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ અચનાક એ સરકારે જવું પડ્યું, જે કામ પટવાજી કરીને ગયા તેને કોંગ્રેસે પાણી ફેરવી દીધું હતું. હું મધ્ય પ્રદેશની જનતાને કહેવા માગું છું કે, પટવાજીની સરકાર બાદ તમારાથી ભૂલ થઇ ગઇ અને 10 વર્ષમાં કોંગ્રેસ બરબાદ કરી દીધું. આજે શિવરાજસિંહના નેતૃત્વમાં મધ્યપ્રદેશ દોડવા તૈયાર થઇ ગયું છે. આજે મધ્ય પ્રદેશ હિન્દુસ્તાનના સમૃદ્ધ રાજ્યમાં આગળ નિકળવા પ્રતિબદ્ધ થઇ ગયું છે, જો આ સમયે કમી રહી ગઇ તો આ કોંગ્રેસ પાર્ટી 10 વર્ષથી ભુખી પાર્ટી છે, મધ્ય પ્રદેશનો હાલ બેહાલ કરી દેશે.

શિવરાજ સિંહને શાંતિથી કામ નથી કરવા દેતી દિલ્હી સરકાર

તેથી મધ્યપ્રદેશના એકએક કાર્યકર્તાનું દાયિત્વ બને છે, મધ્યપ્રેદશ જે વિકાસની ઉચાંઇ જઇ રહ્યુ છે તેમાં કોઇ અડચણ નહીં આવવા દઇએ. શિવરાજ સિંહ આગળ વધારી રહ્યાં છે, પાર્ટીનો એકએક કાર્યકર્તા વિકાસનો ફળને ગરીબો સુધી પહોચાડવા એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે, પણ દિલ્હી સરકાર શિવરાજ સિંહને ચેનથી બેસવા દેતી નથી. કોઇ સારી યોજના લઇને શિવરાજ સિંહ જાય તો દિલ્હીની સરકાર એ યોજના ના થાય તેવા કારનામા કરે છે.

અટલ-અડવાણીજીની સરકારમાં અન્ય રાજ્યોને અન્યાય નહોતો થતો

અટલ-અડવાણીજીની સરકાર હતી ,અન્ય દળે તેમની સરકારની ફરિયાદ નહોતી કરી. કે એનડીએના કારણે અમારા રાજ્યને પરેશાની થઇ રહી છે, આજે દિલ્હીની સરકાર હિન્દુસ્તાનના એ રાજ્ય જેને કોંગ્રેસને વોટ નથી આપ્યા તેને કરવામાં પાછળ નથી રહેતી. જો કોઇ કઠણાઇ છે તો એ દિલ્હીની સરકાર છે.

કોંગ્રેસમાં ભાજપ સાથે બાથ ભીડવાનું દમ નથી

ગરીબોને ઇન્દિરા આવાસ, મધ્ય પ્રદેશને જોઇએ છે, પરંતુ તે આસામને આપે છે, કારણ કે ત્યાં તેમની સરકાર છે અને અહીં ભાજપની સરકાર છે, જો અહીં આપે તો શિવરાજ સિંહ લાભ લઇ જશે. આ રાજ્યમાં સરકાર ભાજપની છે, પરંતુ અહીંનો નાગરીક તો હિન્દુસ્તાનનો છે, આ ગરીબ ભારત માતાને પુત્રો છે. તેમને શા માટે દુખી કરી રહ્યા છો, પરંતુ કોંગ્રેસ પાર્ટી સિવાય રાજકારણ બીજું કઇ વિચારી શકતી નથી. તમે ચૂંટણીની તૈયારી રહ્યાં છોને, આગામી ચૂંટણી કોંગ્રેસ નહીં લડે, સીબીઆઇ લડવાની છે. કોંગ્રેસમાં ભાજપ સાથે બાથ ભીડવાનું દમ નથી રહ્યું, તેમણે સીબીઆઇને મેદાન પર ઉતાર્યું છે. કોંગ્રેસના નેતા સાંભળી લે, આપાતકાળના દમન ચક્રને યાદ કરી લે, એ સમયે જનતાએ જવાબ આપ્યો હતો, જો તમે અને તમારી સીબીઆઇ નિર્દોષો પર પોતાનો જુલમ કરશો તો જનતા જવાબ આપશે, કોંગ્રેસના કષ્ટકર્તા સહેનશાહ યાદ રાખો દેશ બદલો લેશે.

આ બધી કઠણાઇથી દૂર કરવા મતદાન કરવું

ચૂંટણી પહેલા પણ થયા, જય પરાજય પહેલાં પણ થયા, પરંતુ તમારે આ ચૂંટણીમાં નક્કી કરવાનું છે કે, તમે ગરીબીમાં રહ્યાં હશો, શિક્ષણ વગર રહ્યાં હશો, પરંતુ શું તમે તમારા બાળકોને ગરીબી, શિક્ષણ અને બીમારીમાં સારવાર ના મળે તેવું ઇચ્છો છો, જો તમે આ નથી ઇચ્છતા તો ચૂંટણીમાં મતદાન આ બધી કઠણાઇથી દૂર કરવા મતદાન કરવું પડશે. આજે જેટલા સર્વે આવે છે એ બધા સર્વે ભાજપના પક્ષમાં આવે છે. બધા સર્વેમાં શિવરાજ સિંહ, વસુંધરા અને રમણસિંહ સહિતના નેતાની વાહવાહ થઇ રહી છે, બધી તરફ ભાજપના જયકારા થઇ રહ્યાં છે.

આ વખતે ભાજપની આંધી છે

બધા કહીં રહ્યાં છેકે, આ વખતે ભાજપની આંધી છે, આ વખતે કાશ્મિરથી કન્યાકુમારી સુધી ભાજપની આંધી છે. આ વાત સાંભળીને આપણને પણ આનંદ થાય છે, પરંતુ આજે અહીં બધા કાર્યકર્તા આવ્યા છે, તેથી હું સંગઠનની વાત સાર્વજનિક રીતે કરવા માગુ છું કે, આંધી કેટલી પણ તેજ કેમ ના હોય, પણ તમે ચરાહે પર ઉભા રહીને સાઇકલની ટ્યૂબરહીને ઉભા રહો તો હવા ભરાશે. હવા ભરવા માટે પંપ લાગશે. પોલિંગ બુથમાં ભાજપના કાર્યકર્તાએ આ આંધીમાં બધા મતને મત પેટી સુધી લઇ જવાના છે. અને એ માટે પુરસાર્થ કરવો પડશે.

મહાત્મા ગાંધીનું સ્વપ્ન પૂર્ણ કરશો

મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે આ દેશમાંથી કોંગ્રેસનું ભંગ કરી દેવામાં આવે. પરંતુ કોંગ્રેસના લોકોએ ગાંધીની એક ઇચ્છા પૂરી નથી, એ ઇચ્છાને પૂર્ણ કરવાની જવાબદારી આપણા ખભા પર છે. મહાત્મા ગાંધીનું સ્વપ્ન પૂર્ણ કરવાનો અર્થ થાય છે, કોંગ્રેસમુક્ત હિન્દુસ્તાન. લોકશાહીને સાચા રૂપમાં પ્રસ્થાપિત કરવા માટે કામ કરવાનું છે, હિન્દુસ્તાનને કોંગ્રેસમુક્ત બનાવવું છે તો, આપણું કામ છે આપણા પોલિંગ બુથને કોંગ્રેસમુક્ત પોલિંગ બુથ બનાવો. અને એ માટે સંકલ્પ કરો કે આપણે કોંગ્રેસમુક્ત સરકાર બનાવીશું અને તેનો પ્રારંભ પોલિંગબુથથી કરીશું.

ભોપાલમાં કોણે શું કહ્યું

અડવાણીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા

આ તકે અડવાણીએ કહ્યું કે, કેટલાક કાર્યક્રમો એવા થતાં હોય છે, જ્યાં ભાષણ વધુ મહત્વ ધરાવતા નથી, પરંતુ કાર્યક્રમમાં હાજર લોકોનું મહત્વ હોય છે. આજે અહીં આટલી મોટી ઉપસ્થિતિમાં મેદની છે તો તે કાર્યકર્તાઓની સફળતાં છે.

ભારતીય જનતા પાર્ટી આજે જ્યાં પહોંચી છે તે તેને ઉત્કૃષ્ઠ ભાષણના કારણે નહીં પરંતુ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા સખત પરિશ્રમના કારણે છે, આ જ પ્રકારનો મહાકુંભ 2008માં જોવા મળ્યો હતો. ખરેખર આ ખરા અર્થમાં મહાકુંભ છે, જેમાં દરેક ક્ષેત્રમાંથી લોકો આવ્યા છે. કોઇપણ પક્ષ ભાજપ અને એનડીએ સાથે મુકાબલો કરી શકે તેમ નથી.

આ તકે તેમણે વિકાસની વાત કરી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસની ગાથા શરૂ કરી, ત્યારબાદ મધ્યપ્રદેશમાં શિવારજ સિંહ ચૌહાણે એ કામને આગળ વધાર્યું છે અને હવે છત્તીસગઢમાં ડો. રમણસિંહ એ વિકાસ કામને આગળ વધારી રહ્યાં છે. નોંધનીય છે કે, આ તકે અડવાણી દ્વારા ત્યાના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર તોમરનું નામ લેવાના બદલે નરેન્દ્ર મોદીનું નામ બોલી ઉઠ્યાં હતા.

નરેન્દ્ર મોદી સામે ઉભા રહી શકે તેવા કોંગ્રેસ પાસે નેતા નથીઃ વૈંકયા નાયડુ

આ તકે વૈંકયા નાયડુએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણી 2013 તો સેમીફાઇનલ છે, રાજ્યની આ ચૂંટણીમાં વિજયી થશુ અને રાષ્ટ્રમાં પણ વિજયી થશુ. હું હમણા લંડનથી પરત ફરી રહ્યો હતો, ત્યારે બધા એક જ વાત કરી રહ્યાં હતા કે ભાજપને લાવો અને એક જ નામ બોલી રહ્યાં હતા, મોદી. મોદી. મોદી. કોંગ્રેસ પાસે એવું કોઇ નામ નથી કે, જે નરેન્દ્ર મોદી સામે ઉભી રહી શકે. કારણ કે તેમની પાસે નામ અને કામ બન્નેની ઉણપ છે.

મોદીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીશું: મુરલી મનોહર જોશી

આ તકે પક્ષના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે, અમે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીશું. વિકાસની જે યાત્રા ગુજરાતમાંથી શરૂ થઇ છે તે દિલ્હી સુધી પહોંચશે. કાર્યકર્તાની મેગા સભાને જોઇને તેમણે કહ્યું કે, હું પ્રયાગ અને કુંભથી આવેલો છું, જે મહાકુંભ માટે જાણીતા છે, પરંતુ મધ્યપ્રદેશમાં તે સફળ થયું છે. આ એક મોટું સંગમ છે.

મધ્યપ્રદેશના વિજય બાદ દિલ્હીમાં શાસન બદલાશે

આ તકે અરૂણ જેટલીએ કહ્યું કે, નવેમ્બરમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણી છે અને તેમાં વિજયી થશું અને ત્યાર પછી ચાર-પાંચ મહિના બાદ દિલ્હીમાં શાસન બદલવામાં આવશે. શિવરાજ સિંહના નેતૃત્વ હેઠળ મધ્ય પ્રદેશ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં સરકાર બનાવશો એવી આશા તમારી પાસેથી રાખું છું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more