• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મને વિશ્વાસ છેકે તમે કર્ણાટક કોઇપણ પંજાના હાથમાં નહી જવા દો

|
narendra modi
બેંગલોર, 28 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી ચૂંટણી સભા બેંગલોર ખાતે સંબોધી હતી. બેંગ્લોરમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીથી ભાજપની ઘણી આશાઓ છે. કર્ણાટકમાં 5 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને બધી જ પાર્ટીઓના નેતા યુદ્ધના ધોરણે પોત-પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે.

8.20pm

મને વિશ્વાસ છેકે તમે કર્ણાટક કોઇપણ પંજાના હાથમાં નહી જવા દો

કર્ણાટકની વિકાસયાત્રાના આંકડા જ્યારે જગદીશથી આપી રહ્યા હતા, ત્યારે એનડીસીની મીટીંગમાં તેમને દરેક લોકો નોંધી રહ્યા હતા. ગુજરાત અને કર્ણાટકે એગ્રીકલ્ચર ક્ષેત્રે ખુબ જ સારોએવો વિકાસ સાધ્યો છે. મોદીએ જગદીશ શેટ્ટારના વખાણ કરતા જણાવ્યું કે મને આનંદ છે કે હું એવી પાર્ટીમાં છું જેમાં જગદીશ શેટ્ટાર જેવા વ્યક્તિ છે. મિત્રો મને વિશ્વાસ છેકે તમે કર્ણાટક કોઇપણ પંજાના હાથમાં નહી જવા દો. કર્ણાટકમાં પાંચ તારીખે યોજાનાર ચૂંટણીમાં કમળના નિશાન દબાવીને પંજાને કર્ણાટકની તિજોરીથી દૂર ફેંકી દો, નહીંતર દેશના વિકાસયાત્રાને અવરોધાઇ જશે.

8.00 pm

કેન્દ્રની સરકાર કશું કરી શકે તેમ નથી

તમે એવો ઇતિહાસ વાંચ્યો છે કે એક વ્યક્તિ કંઇ ના કરી શકે પરંતુ અમે એવો ઇતિહાસ વાંચ્યો છે કે એક વ્યક્તિ પણ ઘણું બધું કરી શકે છે. એક વ્યક્તિ હતો જેણે દેશની હાલત ખરાબ કરી અને એક વ્યક્તિ (અટલ બિહારી વાજપેઇ) હતા જેમણે જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું. આજે એક પણ દાણો બહારથી મંગાવવો પડતો નથી. જ્યારે અટલ બિહારી વાજપેઇએ પરમાણું પરિક્ષણ કર્યું હતું, ત્યારે આખું વિશ્વ ઉભું થઇ ગયું. હાલમાં દેશની હાલત ખરાબ કરી નાખી છે કોંગ્રેસે. ઇટલીના બે મરીન્સ કેરળ આવીને બે ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી નાખી અને ઇટલી ભારતને આંખ બતાવે. જો સુપ્રીમ કોર્ટે ઇન્ટરફીયર ના કર્યું હોત તો આ સરકાર કઇ કરી શકી ના હોત. આપણા સૈનિકોના સર કલમ કરીને પાક. સૈનિકો લઇ જાય છે અને આપણી કેન્દ્ર સરકાર તેમના નેતાને ભોજન કરાવે છે. દેશની હાલત ખરાબ કરવા માટે કોંગ્રેસના મિત્રો તમે જવાબદાર છો.

વિદેશમંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમને એટલી નથી ખબર પડતી કે કોનું અને કયું ભાષણ વાચી રહ્યો છું. જો આપના ત્યાં કોઇ ભણેલું ગણેલું હોય તો તમે તેને એક કામ સોંપો 2જી સ્કેમના હિસાબ મારવાનું. રેસકોર્સથી લખવાનું શરૂ કરો તેનો છેલ્લો ઝીરો 10 જનપથ પર આવીને પૂરું થશે.

7.40pm

કોંગ્રેસના મો પર ઇટલીનું તાળું વાગી જાય છે

મોદીએ આક્રોસ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે આ કોંગ્રેસે એવું ઝહેર છે જેણે દેશમાં ભ્રષ્ટાચાર ભરી દીધું છે, કોમવાદ ભરી દીધું છે, પરિવારવાદ ભરી દીધું છે. હું જગદીશજીનો આભાર માનું છું કે તેમણે કર્ણાટકના લોકોને કોમવાદથી દૂર રાખ્યા છે. તેમણે તેમની રક્ષા માટે હંમેશા વિચાર્યું છે.

હું કોંગ્રેસના મિત્રોને પડકાર ફેંકું છું કે પાંચ વર્ષનો કોંગ્રેસની સરકાર, અને ભાજપ સરકારના પાંચ વર્ષનો કાર્યકાળની તુલના કરી જુઓ, કોઇપણ રાજ્યના પાંચ વર્ષના કાર્યકાળને લઇને જુએ તેમની તુલનાએ ભાજપની કામગીરી જ ઉમદા સાબિત થશે. આવું પૂછીએ ત્યારે કોંગ્રેસના મો પર ઇટલીનું તાળું વાગી જાય છે.

કોંગ્રેસની સરકારે એવોર્ડ આપ્યા સાતમાંથી એક પણ તેમના ફાળે ના આવ્યો. એક 2 કર્ણાટકને મળ્યા અને એક ગુજરાતને મળ્યો. ડૂબી મળો કોંગ્રેસના મિત્રો તમે દેશ પર બોજો છો. આ કોંગ્રેસના મિત્રો કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશજીનું આખું નામ નહીં બોલી શકે. મિત્રો આ લોકો એવા લોકો છે જેમણે કર્ણાટકનું અપમાન કર્યુ હતું, અને તેઓ અત્યારે વોટ માંગવા આવ્યા છે. આ એવા લોકો છે જેમને દેશ ક્યારે મધમાખીનો પૂડો દેખાય છે, તો ક્યારેક કર્ણાટક બેઆબરું લાગે છે.

7.25 pm

અમે જે ભૂતકાળમાં ભૂલ કરી છે તેને વાગોળીશું નહીં...

કર્ણાટક અને ગુજરાત બંને પ્રદેશોમાં ભાજપનો ઉદય એક સાથે થયો હતો. જે તકલીફો કર્ણાટકે જેલી તે ગુજરાતે પણ જેલી છે મિત્રો. 1995માં અમે જીત્યા, પરંતુ અમે શીખાઉ હતા. પાર્ટી ગઇ, ગર્વનર રાજ પણ આવ્યું. પાર્ટીના ઉતાર ચડાવના કારણે જનતા અમને ઠુકરાવી દેશે તેવું અમને લાગ્યું. પરંતુ જનતાએ મીડિયા અહેવાલને ખોટો પાડ્યો અને અમને વિજય અપાવ્યો. અમારી ભૂલો હતી અમને તકલીફો આવી હતી પરંતુ જનતાએ ઉદારતા દાખવી અને અમને તક આપી, માટે અમે નક્કી કર્યું કે અમે જે ભૂતકાળમાં ભૂલ કરી છે તેને વાગોળીશું નહીં અને કોઇને એવી ભૂલ કરવા દઇશું નહીં. મિત્રો હાલમાં કર્ણાટકમાં પણ એવી જ સ્થિતિ છે. કર્ણાટક પણ વિકાસ ઝંખી રહ્યો છે. અને જે લોકો કર્ણાટકને વિકાસ કરવા માંગતા હોય તે લોકો ભાજપને વિજય બનાવશે મને ખ્યાલ છે.

કોંગ્રેસને દિલ્હી આપ્યું છે, જે સુરક્ષિત નથી તો તેઓ કર્ણાટકને કેવી રીતે સુરક્ષિત રાખી શકશે. તેમનાથી દિલ્હી નથી સંભાળી શકાતું, તો તેઓ કર્ણાટક કેવી રીતે ચલાવી શકશે. કોંગ્રેસના મિત્રો દર ચૂંટણીમાં નવા મૂખોટા પહેરીને આવે છે અને નવી નવી સ્કીમો લઇને આવે છે. મિત્રો કોંગ્રેસે જયપૂરમાં વચન આપ્યું હતું કે તેઓ ગૂનેગારોને અને ઓછા મતથી હારનારને ટીકિટ નહીં આપે. તેમણે કર્ણાટકમાં ગૂનેગારોને ટીકિટ આપી છે. જ્યારે અમારી પાર્ટી કોઇ ભૂલ થાય તો અમે જનતાની ચરણોમાં પડીને

માફી માંગી લઇએ છીએ.

7.19 pm

નરેન્દ્ર મોદીનું સંબોધન...

હું સૌથી પહેલા અત્રે ઉપસ્થિત ઉત્સાહિત નાગરિક ભાઇબહેનોનું અભિવાદન કરું છું. આપે જે રીતે મારા બે શબ્દોની ઇજ્જત રાખી છે તેને હું ક્યારેય નહીં ભુલાવું. કર્ણાટક પોતાના પાંચ વર્ષના ભવિષ્યનો નિર્યણ કરવા જઇ રહ્યું છે. નિર્ણય મિત્રો આપે કરવાનો છે કે રાજ્ય કોના હાથમાં સોંપવાનું છે. ભાજપ હંમેશા પૂછતી આવી છે કે કોંગ્રેસને તમારો મુખ્યમંત્રી કોણ રહેશે એ બતાવો. પણ એ માત્ર હાથ જ બતાવે છે. ચહેરા વગરનો હાથ તારશે કે ડૂબાડશે. મિત્રો હું જગદીશભાઇને સારી રીતે ઓળખું છું. તેમણે જે રીતે નવ મહીના શાસન કરીને બતાવ્યું છે તેવું ભાગ્યે જ કોઇ કરીને બતાવે. ભાજપની અંદર કેટલી આંતરિક કલેહ થયો હતો. પરંતુ પાર્ટીએ કર્ણાટકના વિકાસમાં કોઇ આંચ આવા દીધી નથી.

7.00 pm

મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે પોતાની માતૃભાષામાં સભાનું સંબોદન કર્યું હતું. તેમણે મોદીની લોકપ્રિયતા અને ગુજરાતમાં તેમના કામની સરાહરના કરી હતી. જગદીશે લોકોને ભાજપને પૂર્ણ બહુમતિથી જીતાડવા માટે અપિલ કરી હતી.

6.45 pm

મોદી..મોદીના નારા લાગતા મોદીએ ઉભું થવું પડ્યું...

સભામાં મોદી મોદીના નારા લાગતા મોદી પોતાના સ્થાનેથી ઉભા થઇને લોકોને ભારત માતાની જય બોલાવી જણાવ્યું હું અહીં અમારા સાંસદ, પાર્ટી નેતા અને આપના મુખ્યમંત્રીને સાંભળવા માટે અમદાવાદથી આવ્યો છું. પહેલા હું તેમને સાંભવા માંગું છું. અને બાદમાં હું બોલવા ઉભો થઇશ જ્યાં સુધી તમે મને જવાની રજા નહીં આપો ત્યાં સુધી બોલતો રહીંશ. આટલું કહીને લોકોને શાંત કરીને મોદીએ પોતાના સ્થાને બેસી ગયા.

6.30 pm

મોદીનું સ્વાગત કરતા વરિષ્ઠ ભાજપા નેતા વૈંકયા નાયડુએ ગુજરાતના વિકાસ મોડેલના અને મોદીના કાર્યના ભારે વખાણ કર્યા. નાયડુએ જણાવ્યું કે જે લોકો ભારત છોડીને ગયા તે પાકિસ્તાની થઇ ગયા અને જે મુસ્લિમો, ક્રિશ્ચિયનો ભારતમાં રહ્યા તે ભારતીય થઇ ગયા. કર્ણાટકની જનતાને પણ ગુજરાતનું ઉદાહરણ આપી ભારે બહુમતીથી ભાજપને વિજય બનાવવા માટે આહ્વાન કર્યું. ભાજપમાં બધા જ દમદાર નેતાઓ છે કોંગ્રેસમાં નથી. ભાજપમાં આઇડીયોલોજીકલ નેતાઓ છે.

English summary
Narendra Modi addresses a huge BJP Public Meeting at Bangalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more