For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડના 100 વર્ષના માધ્યમથી કરી નાંખ્યું હોત બ્રાન્ડ ઇન્ડિયાઃ મોદી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ મુંબઇ એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ડાઇમન્ડ હોલ કાતે ભારત ડાઇમન્ડ બૂર્સનું ઉદ્ધાટન કર્યુ હતું અને કેન્દ્ર પર પોતાની લાક્ષણિક અદામાં પ્રહાર કર્યા હતા. હાલ તેઓ આઇઆઇએ પ્લેટિનમ જ્યુબિલી ગ્લોબલ માર્કેટિંગ સમિટમાં સંબોધન આપી રહ્યાં છે, જ્યાં તેઓ ગ્લોબલ માર્કેટિંગને લગતી બાબતો સહિત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે તેવી શક્યતાઓ છે, અહીં આઇઆઇએ પ્લેટિનમમાં મોદીના ભાષણનો લાઇવ વીડિયો આપવામાં આવ્યો છે.

તમે વિશ્વ સામે જે પદ્ધતિ લઇને જઇ રહ્યાં છો, તેના પર તમને પોતાને વિશ્વાસ નથી તો તમે તે નહીં કરી શકો. વર્ષોની ગુલામીના કારણે આપણી માનસિકતા એવી થઇ ગઇ છે કે, કોઇ સારી અંગ્રેજી બોલી લે, ગોરો મળી જાય તો આપણે સંકોચાઇ જઇએ છીએ, આ ગુલામીની માનસિકતામાંથી આપણે 60 વર્ષની આઝાદી પછી પણ બહાર આવી શક્યા નથી. કેટલીક વસ્તુઓ એવી હોય છે, જે સિમ્બોલિક રીતે આગળ વધે છે, જે બે ઉત્તર બને છે, એ સિમ્બોલિક વસ્તુ પર તમારો કેવો વિશ્વાસ છે તેના પર આધાર રાખે છે.

સૌથી મોટા કોમ્યુનિકેટર ગાંધીજી હતા. આપણને અનેક ઓરેટર્સ મળે છે, પરંતુ તેમાં અમુક જ કોમ્યુનિકેટર્સ હશે. શું આપણે ઇમ્પ્રેસિવ અને ઇન્સ્પાયરિંગ તરફ જઇશું, પણ ઇન્સપાયરિંગ છે જેને આપણે જાળવી રાખી શકીએ છીએ. આજે આપણે બહાર જઇને કંઇપણ કહીએ તો તે લોકો સુધી પહોંચશે, લોકો તેને અનુસરશે, પરંતુ એ એ યુગમાં ગાંધીનો શબ્દ કોઇપણ પ્રકારના ડાઇવર્ઝન વગર લોકો સુધી પહોંચતો. કદાચ જ આવો કોઇ કોમ્યુનિકેટર વિશ્વમાં ક્યાંક હશે.

તમે ગાંધીજીને જૂઓ, તે ઘણા જ ઇન્સપાયરિંગ છે, તેઓ કેવા શ્રેષ્ઠ કોમ્યુનિકેટર હતા. તેઓ અહિંસાની વાત કરતા પરંતુ હાથમાં લાકડી રાખતા હતા, તેમણે ક્યારેય ટોપી પહેરી નથી, પરંતુ આજે આખું વિશ્વ ગાંધી ટોપી પહેરે છે. તેમનામાં કેટલી શક્તિ હશે તેની કલ્પના કરો. તે સમયે મીડિયા ઓછું હતું, તે સમયે તેમની વાતો જરા પર ડાઇવર્ઝન થયા વગર લોકો સુધી પહોંચી હતી, તેના પરથી તમે જાણી શકો છો કે તેમના કેટલી શાનદાર કોમ્યુનિકેશન સ્કીલ હતી.

તેમણે વધુમાં કહ્યું કે, એક નાની અમથી કમિટી બનાવો, અને એક પુસ્તક રચો, ગાંધી ધ ગ્રેટ કોમ્યુનિકેટર. અને પછી જૂઓ આ પુસ્તક અનેક લોકોને ઇન્સ્પાયર કરશે. આપણી ગુલામીભરી માનસિકતા જૂઓ, આપણે તુલસીદાસને આપણા શેક્સપીયર કહીએ છીએ, પટેલને આપણા બિસ્માર્ક કહીએ છીએ, શું વિશ્વ શેક્સપીયરને તુલસીદાસ કહેશે. આપણે આપણી શક્તિને જાણવાની જરૂર છે અને તેને જાણીને આપણે તેનું માર્કેટિંગ કરવાની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું કે, શું આપણે ગાંધીજીના મહત્વને પ્રસ્તુત કરી શકીએ છીએ, કારણ કે આપણે બ્રાન્ડ ભારતનો પ્રયત્ન કર્યો નથી. જો બ્રાન્ડિંગ કરવામાં આવશે તો વિશ્વ ગાંધીને જાણવા માટે અહીં આવશે. આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ પર વાતો કરી રહ્યું છે. વિશ્વ તેને ઘટાડવાના રસ્તાઓ શોધી રહ્યું છે, તેઓ પ્રકૃતિ પર ઘણું બધું બોલી રહ્યાં છે. આપણે એ લોકો છીએ જેમની પાસે વિશાળ સંસ્કૃતિ છે. જો આપણે તેને લોકપ્રિય બનાવીશું તો વિશ્વને જણાવી શકીશું કે તે ગ્લોબલ વોર્મિંગથી ઘણું દૂર છે. ગંગા ત્યાં સુધી ગંદી નહોતી જ્યાં સુધી તેને માતા તરીકે સંબોધવામા આવતી હતીં, પરંતુ જ્યારથી આપણને શીખવવામાં આવ્યું કે ગંગા એટલે H2O પાણી. બસ ત્યારથી તેના પ્રત્યેની શ્રદ્ધા ઘટી ગઇ. આપણે આપણા પૂર્વજો પાસેથી પ્રકૃતિને સાચવવાનું શીખી શક્યા નથી.

આપણી પાસે ઓલ્ડેસ્ટ પોર્ટ, શહેરો છે, જે આપણું ગૌરવ છે, પરંતુ આપણે ક્યારેય તેને વિશ્વ સમક્ષ આપણે તેને ગૌરવ સાથે રજૂ કર્યું છે ખરું. આપણી સંસ્કૃતિ, હેરિટેજ અને આપણા મહત્વ પર આપણને વિશ્વાસ હોવો જોઇએ. વિશ્વ ક્યારેય મિલેટ્રી પાવર કે માત્ર ઇકોનોમીક પાવર સાથે દોડી શકે નહીં, સૌથી મોટી શક્તિ સોફ્ટ પાવરની છે. આપણે સોફ્ટ પાવરમાં ઘણા ધનિક છીએ. એ બાબતમાં આપણા જેટલું ધનીક કોઇ જ નથી. પણ આપણે જે કરવું જોઇએ તે કર્યું નથી. આપણે તેનું માર્કેટિંગ કરવું જોઇએ. આપણા મ્યુઝિકની વાત કરવામાં આવે તો એ એવું છે જેને સાંભળવું ગમે છે, જે માઇન્ડ સાથે જોડાયેલું છે. પશ્ચિમનું સંગિત શરીરમાં થ્રીલ લાવી શકે છે તો આપણું સંગિત મનમાં થ્રીલ લાવી દે છે. શરીરનું થ્રીલ થોડાક સમય માટે હોય છે, પરંતુ મનનું થ્રીલ ઘણું લાબું હોય છે.

પરંતુ શું આપણે તેનું બ્રાન્ડ કર્યું છે ખરુ. તે આપણું સોફ્ટ પાવર છે. એ જ રીતે યોગા પણ આખા વિશ્વમાં લોકપ્રિય છે. યોગ આપણું છે પરંતુ આપણે તેનું બ્રાન્ડિંગ કરી શક્યા નથી. તેવી જ રીતે હોલિસ્ટિક હેલ્થની વાત કરવામાં આવે તો તેનું ઘણું મોટું માર્કેટ છે, પરંતુ તે દિશામાં આપણે માર્કેટિંગ કરવાની જરૂર છે. હર્બલ મેડિશિન, એ એવી દવા છે જે આપણા પૂર્વજો પાસેથી શિખ્યા છીએ. વિશ્વનું સૌથી મોટું ઓપરેશન અહીં થયું છે. વિશ્વને તેની જરૂર છે પરંતુ આપણામાં તેના પર વિશ્વાસ નથી. પંડિત નહેરુના સમયમાં કમિશને કહ્યું હતું કે આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે આપણે પેકેજિંગની જરૂર છે, ત્યારે શા માટે આપણે હર્બલ મેડિશિનને પ્રોડ્યુસ કરવામાં અને સારા પેકેજિંગની દિશામાં વિચારી રહ્યાં નથી.

તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વ શાકાહારીની દિશામાં જોઇ રહ્યાં છે. જ્યારે આપણે મોડા પડીએ ત્યારે ઇન્ડિયન ટાઇમ તેવું કહીએ છીએ, આપણે જાણતા નથી કે બ્રાન્ડ ઇન્ડિયાની શું અસર છે. આપણે રીવર્સ ગીયરમાં જવાની જરૂર છે. આપણે વિશ્વની અંદર ફૂડ ફેસ્ટિવલ યોજી શકીએ છીએ. જો આપણે નોબલ વિનર્સને મહત્વ આપી શકીએ છીએ તો ટાગોરના નામનો ઉલ્લેખ શા માટે ગૌરવથી ના કરી શકીએ. બ્રાન્ડ ભારત માટે આપણે આપણા હૃદય અને મનમાં ભારતને જગાવવાની જરૂર છે.

હું આરએસએસમાંથી આવું છું. તેથી અમારી એવી છબી હોય છે કે અમે આ કરી શકીએ છીએ અને અમે તે કરી શકીએ છીએ. ફેશન શો આપણને ઘણું બધુ શિખવી રહ્યું નથી, પરંતુ મે ફેશન શોનું આયોજન કર્યું. મે પોરબંદરમાં ફેશન શો યોજ્યો, તો મે જોયું કે એનઆઇએફટી એનઆઇડીના વિદ્યાર્થીઓ ખાદીનો કોસ્ચ્યુમ પહેરીના આવ્યા હતા. આ છે બ્રાન્ડ ઇન્ડિયા. વિશ્વને કેમિકલ ફ્રી કોટન ઇચ્છે છે. નેચરલ ગ્રો કોટન માગે છે. આપણી ખાદીમાં એ દમ છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્ર બૉલીવુડના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ વિશ્વનું સૌથી મોટું ઉદ્યોગ છે કે જે હજારો લાખો લોકોને રોજગારી આપે છે, પરંતુ આપણે ગ્લોબલ માર્કેટમાં તેનું બ્રાન્ડિંગ કરવાનું ભૂલી ગયા. આપણે ભારતની આટલી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થકી ભારતનું બ્રાન્ડિંગ કરી શક્યા હોત પરંતુ કરી શક્યાં નહીં. જો હું હોત તો મે બૉલીવુડના 100 વર્ષની મદદથી ભારતનું બ્રાન્ડિંગ કરી નાંખ્યું હોત.

નોંધનીય છે કે, મોદીએ ડાઇમન્ડ બૂર્સના ઉદ્ધાટન વખતે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કેન્દ્રએ દેશ પાસેથી વિશ્વાસ ગુમાવી દીધો છે અને હાલ દેશમાં જે ગ્રહણ છેલ્લા કેટલાક વર્ષોથી લાગ્યું છે તે આગામી નવ મહિનામાં દૂર થઇ જવાનું છે અને દેશ ફરી વિકાસ તરફ ગતિ શરૂ કરશે.

English summary
Narendra Modi addresses The IAA Platinum Jubilee Global Marketing Summit in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X