For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગ્રામાં મોદીનો શંખનાદ, 'સપા, બસપાએ કોંગ્રેસની વોટબેંકની નીતિ ચોરી છે'

|
Google Oneindia Gujarati News

આગ્રા, 21 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પગલે પોતાના પક્ષ તરફથી ચૂંટણી પ્રચાર કરવામાં લાગ્યા છે. જેના ભાગરૂપે મોદી આજે ઉત્તર પ્રદેશના આગ્રામાં પોતાની વિજય શંખનાદ રેલી સંબોધી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના આગવા અંદાજમાં આજે ફરી કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને ઉત્તર પ્રદેશની સપા સરકાર અને વિપક્ષી પાર્ટી બસપા પર પ્રહારો કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ પોતાના આજના ભાષણમાં વિદેશમંત્રી સલમાન ખુરશીદ પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો. મોદીએ જણાવ્યું કે 'ઉત્તર પ્રદેશના એક મંત્રી એક એનજીઓ ચલાવતા હતા, તેમની પર 17 લાખ રૂપિયા ખાઇ જવાનો આરોપ લાગ્યો હતો, એક ટીવી ચેનલે તેમને છતા કરવાનું બીડું ઉપાડ્યું હતું. જ્યારે તેમની પાર્ટીના એક કેન્દ્રીય મંત્રીને એ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 17 લાખ તો મામૂલી ચીજ છે, જો 17 કરોડ રૂપિયાની વાત હોત તો વાત મારા ગળે ઉતરી શકે. બોલો એમના મંત્રીઓ જ એવું કહે છે કે અમે આવા નાના મોટામાં હાથ નથી નાખતા.'

નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળો અને વાંચો...

ઉત્તર પ્રદેશે અંદરો અંદર સ્પર્ધા કરી લાગે છે

ઉત્તર પ્રદેશે અંદરો અંદર સ્પર્ધા કરી લાગે છે

મિત્રો મને લાગે છે કે ઉત્તર પ્રદેશે અંદરો અંદર સ્પર્ધા કરી લાગે છે. જ્યાં જઉ છું ત્યાં એકથી એક ચડીયાતી ભીડ આવી પહોંચે છે, આજે તો આગ્રાએ બધા શહેરોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યાં જોવુ છું ત્યાં લોકોના માથા જ દેખા છે.

હું તમારી માફી માંગુ છું

હું તમારી માફી માંગુ છું

કેટલાક અનિવાર્ય કારણોના લીધે મારા પહોંચવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો અને તમારે ત્રણ કલાક સુધી કડક તડકામાં મારી રાહ જોવી પડી તેના માટે હું તમારી માફી માંગુ છું.

દિલ્હીની સરકાર આગ્રાને મહત્વ નથી આપતી

દિલ્હીની સરકાર આગ્રાને મહત્વ નથી આપતી

મિત્રો આગ્રાની ભૂમિનું ઐતિહાસિક મહત્વ છે. આપણે જ્યારે દુનિયામાં હિન્દુસ્તાનનું બ્રાંડિંગ કરીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા વિશ્વની સામે આગ્રાનો તાજમહાલ પ્રસ્તુત કરીએ છીએ. અને દુનિયાના લોકો જેમને ટુરિઝમમાં રસ હોય છે તેઓ આગ્રા આવવાનું ચોક્કસ પસંદ કરે છે. ટુરિઝમનો ઉદ્યોગ નજીકના ભવિષ્યમાં 3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે. પરંતુ દુનિયાના આ બિઝનેઝમાં આગ્રાના ભાગમાં કંઇ આવશે શું? મને લાગે છે કે નહીં આવે. કારણ કે દિલ્હીમાં બેઠેલી સરકારના વિચારોમાં ખોટ છે. તેઓ નિર્ણય નથી લઇ શકતા. શું આગ્રામાં એક એરપોર્ટ ના બનાવી શકે. શું આગ્રામાં વિશ્વના ટુરિસ્ટો સીધા આવી પહોંચે તેના માટે એરપોર્ટ નથી બનાવતા. આગ્રા પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી રહી છે. રાજ્યના અને કેન્દ્રના નેતાઓ આગ્રાના વિકાસ તરફ ધ્યાન નથી આપી રહ્યા.

લખનઉમાં બેઠેલા શાસકોને સમજ નથી

લખનઉમાં બેઠેલા શાસકોને સમજ નથી

મિત્રો આપણે યમુના નદીની પાસે છીએ. પરંતુ અહીના વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું. લખનઉમાં બેઠેલા શાસકોને એટલી સમજ નથી કે સામાન્ય લોકો માટે શું કરવું જોઇએ. મિત્રો અમારા ગુજરાતની હાલત ખરાબ હતી. અમારી પાસે માત્ર નર્મદા છે, મિત્રો અમે દુનિયાની સૌથી લાંબી પાઇપ લાઇન નાંખીને તેને પાકિસ્તાનની બોર્ડર સુધી પાણી પહોંચાડ્યું. અને આ પાઇપલાઇન દ્વારા ગુજરાતના 9 હજાર ગામોને પાણી પુરું પાડ્યું છે.

ગુજરાત મોડેલથી વિકાસ ના થઇ શકે

ગુજરાત મોડેલથી વિકાસ ના થઇ શકે

પોલિટિકલ પંડિતો કહે છે કે ગુજરાત મોડેલથી વિકાસ ના થઇ શકે. અરે અમે પાણી માટે પાઇપલાઇન નાખી તમે કેનાલ તો બતાવી જાણો. મારું કહેવું છે કે તમે યોજનાઓ કેમ નથી બનાવતા, તમે યોજનાઓ કેમ નથી લાગુ કરતા.

યુપી સરકાર ખેડૂતોના પાકનું વેલ્યુ એડિશન કેમ નથી કરતી

યુપી સરકાર ખેડૂતોના પાકનું વેલ્યુ એડિશન કેમ નથી કરતી

બટાકાની ખેતી કરતા ખેડૂતોને પાકનો બરાબર ભાવ ના મળે તો પણ તે મળી જાય છે અને બટાકાનો પાક નહી થવાના કારણે પણ તે મરી જાય છે. મિત્રો મેં ગુજરાતમાં ખેડૂતના પાકનું વેલ્યુ એડિશન કરવાની મદદ કરી છે, અને આજે મારા બનાસકાઠાનો ખેડૂત એશિયામાં સૌથી વધારે બટાકાની ખેતી કરતો થઇ ગયો છે. અને મારા ગુજરાતના ખેડૂતો આજે ખુશ છે.

બસપા અને સપાએ કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિ ચોરી છે

બસપા અને સપાએ કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિ ચોરી છે

મિત્રો દિલ્હીની સરકાર હાલમાં વોટબેંકની રાજનીતિ કરી રહી છે. 25 ટકા લોકોને ભેગા કરવા અને 75 ટકા લોકોને અન્યાય કરવો એ તેનું કારનામું રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી સ્વભાવે વિઘટનકારી પાર્ટી છે. ભાગલા પાડો અને રાજ કરો. દેશ જ્યારે આઝાદી માટે લડી રહ્યો હતો ત્યારે પણ તેમણે ભાગલા પાડો નીતિ અપનાવી. પાણીના પ્રશ્નો હોય તો બંને રાજ્યોને લડાવવા, કાશ્મીરમાં અલગ કાનૂન અને અન્ય રાજ્યોમાં અલગ કાનૂન વગેરે કોંગ્રેસની નીતિ છે. બસપા અને સપાએ કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિ ચોરી લીધી છે. પરંતુ આજે સપા અને બસપા કોંગ્રેસ કરતા આગળ નીકળી ગઇ છે. મિત્રો આ તોડનાર લોકોનો ખાતમો બોલાવીશું તો જ દેશનું ભલું થશે.

શું કોંગ્રેસે 1 કરોડ લોકોને રોજગાર આપ્યા?

શું કોંગ્રેસે 1 કરોડ લોકોને રોજગાર આપ્યા?

ભાઇઓ બહેનો હું આપને વિશ્વાસ અપાવું છું કે જો આપણે દેશમાં વિકાસની રાજનીતિ લઇને ચાલીશું તો જાતિવાદ, પરિવાર વાદ, દલિતો, ખેડૂતોનો વિકાસ થશે. તેના પ્રશ્નોનો ઉકેલ આવશે. ભારતની વસ્તી 65 ટકા યુવાન છે પરંતુ હજી બેરોજગાર છે. મિત્રો કોંગ્રેસની સરકારે વચન આપ્યું હતું કે તેમની સરકાર આવશે ત્યારે 1 કરોડ લોકોને રોજગાર આપીશું. શું તેમણે વચન પાળ્યું? શું આપમાંથી કોઇ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય.

યુવાને રોજગાર માટે પરિવાર છોડવો પડે છે

યુવાને રોજગાર માટે પરિવાર છોડવો પડે છે

આજે પણ દેશના યુવનોએ રોજગાર માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તેમણે તેમનું પરિવાર છોડવું પડી રહ્યું છે. માટે હું તમને કહેવા આવ્યો છું કે જો વિકાસ નહી થાય આપણો યુવાન આ રીતે જ ગામ છોડતો રહેશે પરિવાર છોડતો રહેશે.

વીજળી પેદા કરનાર કારખાના બંધ પડ્યા છે

વીજળી પેદા કરનાર કારખાના બંધ પડ્યા છે

આજે દેશમાં વીજળી પેદા કરનાર કારખાના બંધ પડ્યા છે. કેમ બંધ પડ્યા છે? કારણ કે કોલસો નથી. કેમ કે કોલસો ચોરી થઇ ગયો છે. આપ મને જણાવો કે આપે ક્યારે કોલસાને ઘરમાં તાળુ મારીને રાખ્યો છે? ક્યારેય કોલસાની ચોરી થઇ છે. ગમે તેટલો મોટો ચોર હોય કોલસાને હાથ લગાવશે? પણ આપણા દેશમાં તો કોલસો જ ચોરાઇ ગયો. કોંગ્રેસના નેતાઓને તેની કોઇ ચિંતા નથી, કે ભ્રષ્ટાચાર તો પહેલા પણ થતા હતા. લોકો ફરી આપણને ચૂંટી લેશે. પરંતુ હવે આપ તેને માફ કરશો?

સલમાન ખુરશીદ પર પ્રહાર

સલમાન ખુરશીદ પર પ્રહાર

ઉત્તર પ્રદેશના એક મંત્રી એક એનજીઓ ચલાવતા હતા, તેમની પર 17 લાખ રૂપિયા ખાઇ જવાનો આરોપ લાગ્યો હતો, એક ટીવી ચેનલે તેમને છતા કરવાનું બીડું ઉપાડ્યું હતું. જ્યારે તેમની પાર્ટીના એક કેન્દ્રીય મંત્રીને એ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 17 લાખ તો મામૂલી ચીજ છે, જો 17 કરોડ રૂપિયાની વાત હોત તો વાત મારા ગળે ઉતરી શકે. બોલો એમના મંત્રીઓ જ એવું કહે છે કે અમે આવા નાના મોટામાં હાથ નથી નાખતા.

મોદીએ સપા, બસપા અને કોંગ્રેસ એમ ત્રણેયની ધોલાઇ કરી

મોદીએ સપા, બસપા અને કોંગ્રેસ એમ ત્રણેયની ધોલાઇ કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ભ્રષ્ટાચારી સરકાર ગણાવી લોકોને તેને તગેડી મૂકવા માટે આહ્વાન કર્યું. મોદીએ મોડા આવવાથી લોકેની માફી માગી અને તેમણે એકવાર ફરી પોતાના ભાષણમાં સપા, બસપા અને કોંગ્રેસ એમ ત્રણેયની ધોલાઇ કરી હતી.

નરેન્દ્ર મોદીનું સાંભળો ભાષણ વીડિયોમાં...

નરેન્દ્ર મોદીનું સાંભળો ભાષણ વીડિયોમાં...

English summary
Narendra Modi addresses Vijay Shankhnaad Rally at Kothi Meena Bazar, Agra in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X