For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારત ગાંધી 150 મિશન લઇને દેશને સ્વચ્છ ના કરી શકે?: મોદી

|
Google Oneindia Gujarati News

બેલગામ, 19 ડિસેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બેલગામ ખાતે જેએન મેડિકલ કોલેજના ગોલ્ડન જ્યુબીલી સેલિબ્રેશનમાં હાજરી આપી પ્રેરક સંબોધન કર્યું હતું અને મેડીકલ ક્ષેત્રે કેવા કેવા પ્રકારના સુધારા અને સુવિધા આપી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

આ એક નાનું ભારત છે અને અહીં ભારતના દરેક ખુણામાંથી લોકો આવે છે. આ ભાગમાં શિક્ષણને વધુ મહત્વ નહીં આપવામા આવતા અહીંનો વિકાસ શક્ય બન્યો નથી. જે પણ સરકાર હોય તેમણે શિક્ષણની દિશામાં વિચારવું પડશે. વિશ્વ કહે છે કે, 21મી સદી ભારતની સદી છે, પરંતુ જ્ઞાન યોગમાં જઇએ તો 21મી સદી એ જ્ઞાનની સદી છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સ્વિકાર કરીને આપણે આવનારા દિવસમાં વિશ્વને ઘણું આપી શકીએ છીએ.

narendra-modi-belgaum
શિક્ષાના સહારે નવી ઉંચાઇને પાર કરવાના પ્રયાસો કરવા પડશે. આજે દેશમાં હેલ્થ આ સેક્ટર એક પ્રકારે ચિંતાનું કારણ બની ગયું છે. બીમારી વધી રહી છે, બીમાર વધી રહ્યાં છે, જેટલી ડોક્ટરની જરૂર છે, તેટલા ડોક્ટર નથી. હેલ્થ સેક્ટરમા અનેક પ્રકારની સર્વિસ ઉભી થઇ છે. પેરા મેડિકલની દેશમાં ઉણપ છે. એક તરફ આપણો દેશ યુવાન છે, બીજી તરફ આપણા પાસે પેરા મેડિકલ ક્ષેત્ર માટે સ્કીલ મેનપાવર નથી. આજે પણ મોટી માત્રામાં મેડિકલ ઇક્વિપમેન્ટ વિદેશમાંથી લાવવા પડે છે. શું આપણા દેશના નોજવાનોમાં એ સામર્થ્ય નથી.

જ્યારે ટેક્નોલોજીએ મેડિકલને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યું છે, પરંતુ તે દિશામાં જે રીસર્ચ થવું જોઇએ તેમાં ભારત ઘણું પાછળ છે. પેરા મેડિકલ હોય કે મેડિકલ દેશને લાખો લોકોની જરૂર છે. આજે ગરીબો માટે બીમાર થવું સૌથી મોંઘુ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે એક પ્રશ્ન રાખું છું કે, અમે કારનો વીમો લઇએ છીએ, તો કારનું અકસ્માત થાય અને તેમા જેટલા લોકો બેસેલા હોય તે ઇન્સ્યોરન્સના હકદાર બની જાય છે, તો આપણે હોસ્પિટલના બેડનો વીમો કરી તો તેમાં જે આવ્યો તે તેનો હકદાર બની જાય. જોકે તેનો મને જવાબ મળતો નથી. આપણે હેલ્થ એન્સ્યોરન્સ પર વિચારવું પડશે.

જો આપણે તેના પર બળ આપીશું તો પ્રીવેન્શનની વાત આવે છે. વિશ્વમાં શુદ્ધ પાણી જો પહોંચે તો મોટાભાગની બીમારીમાંથી મુક્તિ મળી જાય છે. પરંતુ આજે દેશની કઠણાઇ છે. આ દિશામા આપણે અનેક પ્રકારના પગલા લઇ શકીએ છીએ.

પાંચ વર્ષ બાદ ગાંધીજીની 150મી જન્મ જંયતિ આવશે. ગાંધીએ જીવનભર એક વાત પ્રત્યે ઘણા આગ્રહી હતા અને એ હતું સફાઇ. શું ભારત ગાંધી 150 મિશન લઇને આવનારા પાંચ વર્ષમાં સફાઇ પર બળ આપી શકશે. 2022માં આપણા દેશની આઝાદીના 75 વર્ષ થશે, અમૃત હેલ્ધી ઇન્ડિયાનું સ્વપ્ન લઇને કાર્ય કરી શકીએ છીએ.

English summary
narendra Modi addressing Valedictory of Golden Jubilee celebrations of J.N. Medical College, Belgaum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X