For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને MPમાં ઘુસવા નહીં દેવા મોદીનું લોકોને આહ્વાન

|
Google Oneindia Gujarati News

ખંડવા, 22 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પગલે પોતાના પક્ષ તરફથી ચૂંટણી પ્રચાર કરવામાં લાગ્યા છે. જેના ભાગરૂપે મોદી આજે મધ્ય પ્રદેશના ખંડવામાં પોતાની ચૂંટણી રેલી સંબોધી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના આગવા અંદાજમાં આજે ફરી કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા. અને ખંડવાના લોકોને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ઘુસવા નહીં દેવાનું આહ્વાન કર્યું હતું.

હવા ભાજપ તરફી છે. એક બાજુ મન લલચાવતા વાયદા છે, જ્યારે બીજી તરફ ભાજપના વિકાસ છે. એક બાજું માત્ર ખોખલા વચનો છે જ્યારે બીજી બાજું મજબૂત ભાજપ છે. માટે મધ્યપ્રદેશે એવું નક્કી કરી લીધું છે કે તેઓ વધુ વિકાસ અને વધારે સારો કેવી રીતે બને તેના માટે પ્રયાસ કરી રહ્યો છે.

મિત્રો મધ્ય પ્રદેશનો પહેલા કેવો હાલ હતો? શું તમારે એવી હાલત ફરીથી કરવી છે, એ જુના દિવસો યાદ કરતા જ લોકો કંપી ઉઠે છે. વીજળી નહીં, પાણી નહીં, રસ્તા નહીં, ગરીબને કોઇ પૂછતુ જ ન્હોતું. શું તમારે ફરીથી એવા દિવસો ફરીથી લાવવા છે? બિમારને પંખાની જરૂર હોય, નવવધૂને સીરિયલ જોવી હોય તો તેને ટીવી જોવા ન્હોતું મળતું. પરંતુ હું શિવરાજજીને અભિનંદન કરવા માંગું છું કે તેમણે અટલજ્યોતિ કાર્યક્રમ લાગુ કરી ગામડાઓમાં પણ 24 કલાક વીજળી આપવાનું બીડું ઉઠાવ્યું.

આઝાદી બાદ 50 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, અને તે દરમિયાન મધ્ય પ્રદેશમાં માત્ર ચાર, સાડા ચાર હજાર મેઘા વોટ વીજળી પેદા કરતું હતું. અને શિવરાજ સિંહનો કમાલ જુઓ કે તેમણે મધ્ય પ્રદેશમાં 10 વર્ષની અંદર 11 હજાર મેઘા વોટ વીજળી પેદા કરવાનું ચાલું કરી લીધું. મિત્રો તમે મને કહો કે આપને વિકાસ દેખાય છે, પણ દિલ્હીની સરકારને વિકાસ નથી દેખાતો. કારણ કે તેમને ચશ્મામાં માત્ર ખુરશી જ દેખાય છે. ગરીબ માણસ નથી દેખાતો.

જ્યારે બંટાધાર સરકાર હતી, ત્યારે લોકોને માત્ર ચાર કલાક જ વીજળી મળતી હતી પરંતુ શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર આવવાથી તેમણે 24 કલાક વીજળી આપવાનું કામ શરૂ કરાવ્યું.

દિલ્હીની સરકારે પાંચ વર્ષ પહેલા લોકસભામાં એવું વચન આપ્યું હતું કે કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો તેઓ 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનું વચન આપ્યું હતું. પરંતુ મોંઘવારી ઘટવાને બદલે વધી છે. તેમણે વાદાખિલાફી કરી, તેમણે વચન આપીને મોંઘવારી ઓછી કરી નહીં. તેમણે વિશ્વાસઘાત કર્યો છે. માટે તેમની સાથેનો સંબંધ તોડી નાખવો જોઇએ.

મોંઘવારીએ માજા મૂકી છે, કેન્દ્રની સરકારે મોંઘવારીને ક્યાં પહોંચાડી દીધીં છે. એક કેન્દ્રના મંત્રીએ એવું કહ્યું કે પહેલા ઉત્તરના લોકો ઘઉં ખાતા હતા અને દક્ષિણના લોકો ચોખા ખાતા હતા. પરંતુ હવે ઉત્તરવાળા ચોખા પણ ખાય છે અને દક્ષિણના લોકો ઘઉં ખાતા થયા હોવાથી મોંઘવારીમાં વધારો થયો છે. કેન્દ્રના એક જ્ઞાની મંત્રીએ એવું કહ્યું કે કચ્છમાં પહેલા ડુંગળી પેદા થતી હતી પરંતુ હવે ત્યા મોટા મોટા ઉદ્યોગો લાગી ગયા છે માટે ડુંગળીના ભાવ વધી ગયા છે, અરે જ્ઞાનીજી કચ્છમાં તો રણ છે અને ત્યાં તો પીવાનું પાણી પણ ન્હોતું, જે અમે પહોંચાડ્યું છે.

narendra modi
એક જ્ઞાની મંત્રીએ એવું કહ્યું કે પહેલા ગરીબ માત્ર રોટલી ખાતો હતો અને હવે તે બે શાકભાજી ખાય છે જેના કારણે મોંઘવારીમાં વધારો થયો છે. મિત્રો ગરીબ માટે આવો વિચાર. તેઓ ગરીબનું અપમાન કરે છે. તેમને ગરીબની ચિંતા નથી. હું જ્યારે ગુજરાતમાં મુખ્ય મંત્રી બન્યો ત્યારે 23 લાખ ગાંજ કપાસની પેદાસ થતી હતી, પરંતુ હવે 1 કરોડ 23 લાખ ગાંજ કપાસ પેદા થાય છે. સૌથી વધારે કપાસ પેદા થાય છે ગુજરાતમાં, ખંડવામાં. આપણા દેશમાંથી કપાસની નિકાસ થતી હતી. ખેડૂત ક્યારેય ભૂખે ન્હોતો મરતો. પરંતુ અચાનક દિલ્હી સરકારે કપાસની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો. અમે લડત આપી માટે તેમણે નિકાસ કરવાની પરમિશન આપી પરંતુ તેમણે નિકાસ પર વેટ લગાવી દીધો.

જેના બદલે તેઓ પીંક રિવોલ્યુશન લાવ્યા એટલે કે મીટની નિકાસ કરવાનું ચાલું કર્યું. દેશના પશુઓને કાપીને તેમનું માંસ દેશની બહાર મોકલવા માટે તેમણે સબસિડી આપવાનું શરૂ કર્યું. આવી અજબ પ્રકારની સરકાર છે મિત્રો આ દિલ્હીની.

મિત્રો હમણા જ્યારે લોકોને ઘઉની જરૂર હતી ત્યારે સરકારે ગોડાઉનમાં ભરી રાખ્યા. સુપ્રીમ કોર્ટે તેમને જણાવ્યું કે ગરીબોને સસ્તામાં તેને વેંચી દો પરંતુ કોંગ્રેસ સરકારે ઘઉં સડવા દીધા અને તેને દારૂની કંપનીઓને સોંપી દીધા દારુ બનાવવા માટે. ભાઇઓ બહેનો આ કોંગ્રેસની સરકાર ગરીબોને ધાન ના આપ્યું પરંતુ તેણે દારૂ બનાવવા માટે વેંચી દીધા તેમને શરમ ના આવી.

મિત્રો 25 તારીખે મતદાન છે. સવારે ઠંડી હોય છે, પરંતુ સવારે ઠંડીમાં પણ પહેલા મતદાન કરવાનું છે. મિત્રો આ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકારને પગ રાખવા ના દેતા. નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવા મંત્ર આપ્યું કે 'પહેલા મતદાન, પછી જલપાન'...

English summary
Narendra Modi addressing a Public Meeting in Khandwa, Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X