નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ પહોંચ્યા, ગુજરાતીઓ માટે ખાસ ફ્લાઇટ

એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ મોદીએ પત્રકારોને કહ્યું કે આ કટોકટીના સમયમાં આખો દેશ આ પહાડોમાં વસેલા રાજ્યની પડખે છે. ગુજરાત આ મહામુસીબતમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે ઉત્તરાખંડ સરકારને શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે પૂરગ્રસ્ત ઉત્તરાખંડ ફસાયેલા ગુજરાતના લોકોને પાછા લાવવા દહેરાદૂનથી અમદાવાદ સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. આ સેવા માં સૌ પહેલા મહિલાઓ અને બાળકોને સલામત રીતે ગુજરાત પાછા લાવવામાં આવશે. આ માટે 140 સીટવાળા બે ચાર્ટર્ડ વિમાન, 747 બોઈંગ (જેટ એરવેઝ)ની મદદ લેવામાં આવનાર છે.
સરકાર દ્વારા ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતવાસીઓને પાછા લાવવા માટે અમદાવાદ માટેની પહેલી ફ્લાઈટ શનિવારે ઉપાડ્યા બાદ પછી પણ આવી ફ્લાઈટ ચાલુ રાખવામાં આવશે એવી માહિતી મળી છે.












Click it and Unblock the Notifications
