Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

''સાધુ-સંતો જ નક્કી કરશે PM પદનો ઉમેદવાર, હાફિઝ સઇદ નહી''

mukhtar abbas naqvi
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: જેમ જેમ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને ઘમાસણ વધતું જઇ રહ્યું છે. અને આ મુદ્દે એનડીએ ગઠબંધનમાં આરોપ પ્રત્યારોપ થઇ રહ્યા છે. ભાજપના ઉપાધ્યક્ષ મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે 'દેશના સાધુ-સંતો પ્રધાનમંત્રીની પસંદગી નહી કરે તો કોણ આતંકવાદી હાફીઝ સઇદ આવીને પ્રધાનમંત્રીની પસંદગી કરશે?'

સૌથી પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘ અલ્હાબાદ ખાતે મહાકુંભની મુલાકાત લેશે અને તેઓ પ્રધાનમંત્રીના નામ તરીકે મોદીના નામ પર મહોર લાગી શકે છે. ત્યારબાદથી જેડીયુ અને બીજેપીના નેતાઓમાં આરોપ પ્રત્યારોપના શરૂ થઇ ગયા હતા.

આ પહેલા જેડીયુના પ્રવક્તા શિવાનંદ તિવારીએ જણાવ્યું તે પ્રધાનમંત્રી પદ માટે ઉમ્મેદવાર કોણ હશે તે રાજનૈતિક દળ નક્કી કરશે, સાધુ-સંતો નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન કોને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવશે એ રાજનૈતિક પાર્ટીઓ નક્કી કરશે. આ અંગે સાધુ-સંતો કે અખાડાના નાગાઓ કેવી રીતે નિર્ણય કરી શકે? તેમણે સવાલ કર્યો કે આપ દેશની રાજનીતિ ક્યા લઇ જવા માંગો છો?

શિવાનંદ તિવારીના નિવેદન પર પલટવાર કરતા ઉપાધ્યક્ષ મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે 'ભારત દેશમાં સાધુ-સંતોનું અલગ મહત્વ રહ્યું છે. અને તેમનો પણ દેશ પર બરાબર હક છે. જો સાધુ-સંતો-સુફી દેશના પ્રધાનમંત્રીની પસંદગી નહી કરે તો શું આતંકવાદી હાફિઝ સઇદ નક્કી કરશે?'

ઉલ્લેખનીય છે કે સાત જાન્યુઆરીના રોજ મહા કુભમાં સંઘ સમર્થિત સંતોની બેઠક મળનારી છે. જેમાં મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે ચર્ચા થઇ શકે છે. સંત સમાજ ભાજપા પર મોદીના નામ પર મોહર લગાવવા દબાણ બનાવી શકે છે. વીએચપી નેતા અશોક સિંઘલે આ અંગે સંકેત આપ્યા છે.

જ્યારે બીજેપી નેતા કિર્તી આઝાદે જણાવ્યું કે જો મોદીના મુદ્દે ગઠબંધન તૂટ્યું તો બાદમાં જોયું જશે. તેમણે શિવાનંદ તિવારીના નિવેદન પર જણાવ્યું કે તે તેમનો વ્યક્તિગત માન્યતા હોઇ શકે છે. દરેક નેતાઓ પાર્ટી માટે કાર્ય કરે છે. અને પાર્ટીઓનું ગઠબંધન હજી છે અને જો તૂટી જશે તો કોઇ વાંધો નથી ત્યારનું ત્યારે વિચારીશું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X