મોદી PM બને, એ જનતાનો અવાજ છે: સિંઘલ

વિહિપ સંરક્ષક અશોક સિંઘલે શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના જીવનમાં આ બીજી ઘટના છે, જેમાં જનતા પોતે કોઇ નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે ખુલીને બોલી રહી હોય. આ પહેલા જવાહર લાલ નેહરુને પ્રધાનમંત્રી બનાવવા માટે આવો જ અવાજ ઉઠ્યો હતો.
અફઝલ ગુરુને ફાંસી આપવાને તેમણે મોડેથી લેવામાં આવેલું પગલું ગણાવ્યું. પરંતુ તેનો શ્રેય કેન્દ્ર સરકારને બદલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપ્યું. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે પહેલા આમિર અજમલ કસાબ અને પછી અફજલ ગુરુને ફાસી આપવામાં મહત્વની ભૂમિકા અદા કરી. કોંગ્રેસનું ચાલતુ તો તે આ કેચને આગળ પણ લટકાવીને રાખતું. તેમણે જણાવ્યું કે કુંભ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મગુરુ દલાઇલામા 16 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
