મદ્રાસમાં વિદ્યાર્થીઓના વિરોધની વચ્ચે આજે લેક્ચર આપશે મોદી

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મદ્રાસ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. મદ્રાસ યુનિવર્સિટીમાં મોદીની સુરક્ષાના નામે થઇ રહેલી સખતાઇના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાઇ આવ્યા છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

મોદીની સુરક્ષાના નામ પર પોલીસ દ્વારા હેરાન કરવાનો આરોપ લગાવનાર વિદ્યાર્થીઓએ કાર્યક્રમની પરવાનગી આપવાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી. મોદી અત્રે મદ્રાસ યુનિવર્સિટીના સેંટેનરી ઓડિટોરિયમમાં 'નની પાલખીવાલા સ્મારક 2013' પર વ્યાખ્યાન આપવાનું છે.

modi
આ અવસરે મોદી બીજેપી નેતા અરૂણ શૌરીનું પુસ્તક 'સેલ્ફ ડિસેપ્શન: ઇન્ડિયા ચાઇના પોલિસીઝ'નું લોકાર્પણ કરશે. આ પહેલા કાર્યક્રમ ડો. રાધાકૃષ્ણન માર્ગ પર મ્યૂઝિક એકેડેમીમાં યોજાવાનો હતો. પરંતુ બાદમાં સુરક્ષા કારણોનો હવાલો આપતા આના આયોજનનું સ્થળ બદલીને યુનિવર્સિટીના સેન્ટેનરી ઓડિટોરિયમ કરી દેવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે વનઇન્ડિયા ગુજરાતી પર નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાંજે 6 વાગે બતાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X