For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટ જજ નિમણૂંક વિવાદ: વડાપ્રધાન મોદી નાખુશ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ: પૂર્વ સૉલિસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમ વિવાદમાં મુખ્ય ન્યાયાધીશ આર એમ લોઢાની ટિપ્પણી બાદ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂંકમાં સરકારની સહમતિ પણ જરૂરી છે. ન્યાયપાલિકા માટે અમારા મનમાં સંપૂર્ણ સન્માન છે પરંતુ સરકારે જે કર્યું તેની પાછળ ખાસ કારણ હતું. સુત્રો અનુસાર આ આખા વિવાદને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ નાખુશ છે. તેઓ નથી ઇચ્છતા કે સરકાર ન્યાયપાલિકાથી ટકરાવની સ્થિતિમાં આવે. બીજી બાજું વિપક્ષ આને દુર્ભાગ્યપૂર્ણ અને બદલાની કાર્યવાહી માની રહ્યા છે.

જજની નિમણૂંક પર ન્યાયપાલિકા અને સરકાર આમને-સામને છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ન્યાયપાલિકાની આઝાદીને લઇને સરકારના વલણ પર આંગળી ઊઠાવી રહ્યા છે, તેમણે અહીં સુધી કહી દીધું છે જો આ આઝાદી છીનવાતી દેખાશે તો હું પદનો ત્યાગ કરી દઇશ. ગુસ્સો એ વાત પર છે કે આખરે સરકારે વગર પૂછ્યે, અથવા તો કહ્યા વગર વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રહ્મણ્યમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ફાઇલ શા માટે પરત કરી દીધી. તો શું ખરેખર ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરતામાં છે? શું સરકાર સુપ્રીમ કોર્ટમાં પોતાની પસંગના જજની નિમણૂંક કરવા માંગે છે. સરકારને આ સવાલોનો કોઇ જવાબ સૂજતો નથી.

જોકે, સરકારી સૂત્રોએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આવું પહેલા પણ થતું રહ્યું છે. પરંતુ નિયમ શું કહે છે. સરકાર જો કોઇ જજની પ્રસ્તાવિક નિમણૂંકની ફાઇલ પરત સુપ્રીમ કોર્ટ કોલિજિયમને મોકલે છે તો કોલિજિયમ સરકારને પુનર્વિચારની અપીલ મોકલી શકે છે અને એવું થતાં સરકાર તે ભલામણને માન્ય રાખવા માટે બંધાઇ જાય છે.

જાણો આખો વિવાદ શું છે તેની સાથે જોડાયેલા કેટલાંક તથ્યો અને નેતાોના નિવેદનો...

ગોપાલ સુબ્રહ્મણ્યમનો આરોપ

ગોપાલ સુબ્રહ્મણ્યમનો આરોપ

પરંતુ અહીં તો સરકારના વાંધાથી આહત ગોપાલ સુબ્રહ્મણ્યમે પોતે જ પોતાનું નામ પાછું લઇ લીધું અને સરકાર પર ખુદને બદનામ કરવા માટે સીબીઆઇનો સહારો લેવાનો સંગીન આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસનો આરોપ

ગોપાલ સુબ્રહ્મણ્યમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહની વિરુધ્ધ નકલી એન્કાઉન્ટર કેસની તપાસમાં કોર્ટની મદદ કરી હતી, અહેવાલ આપ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે આ કારણે જ ભાજપ તેમનાથી બદલો લઇ રહી છે.

ભાજપ પ્રતિશોધની રાજનીતિ કરી રહ્યું છે

ભાજપ પ્રતિશોધની રાજનીતિ કરી રહ્યું છે

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું છે કે આ એ દર્શાવે છે કે ભાજપ પ્રતિશોધની રાજનીતિમાં વિશ્વાસ કરે છે અને સંવૈધાનિક ઉલ્લંઘનોમાં માહિર છે.

કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ

કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ

કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂંકમાં સરકારની સહમતિ પણ જરૂરી છે. ન્યાયપાલિકા માટે અમારા મનમાં સંપૂર્ણ સન્માન છે પરંતુ સરકારે જે કર્યું તેની પાછળ ખાસ કારણ હતું.

વડાપ્રધાન નાખુશ છે

વડાપ્રધાન નાખુશ છે

સુત્રો અનુસાર આ આખા વિવાદને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ નાખુશ છે. તેઓ નથી ઇચ્છતા કે સરકાર ન્યાયપાલિકાથી ટકરાવની સ્થિતિમાં આવે. બીજી બાજું વિપક્ષ આને દુર્ભાગ્યપૂર્ણ અને બદલાની કાર્યવાહી માની રહ્યા છે.

દુનિયામાં ભારત એક એકલો દેશ છે જ્યાં...

દુનિયામાં ભારત એક એકલો દેશ છે જ્યાં...

ગોપાલ સુબ્રહ્મણ્યમના સુપ્રીમ કોર્ટના જજ નહીં બનવાથી કાનૂનના ઘણા જાણકારો ઉદાસીન છે. તેમનું એ પણ કહેવું છે કે જજોની નિમણૂંકમાં સરકારી દખલઅંદાજી ખતરનાખ છે. દુનિયામાં ભારત એક એકલો દેશ છે જ્યાં જજોની નિમણૂંક ખુદ ન્યાયપાલિકા કરે છે. હવે જે નવો કાનૂન આવનો છે તેમાં નિમણૂંકમાં સરકારની દખલગીરી વધી જશે.

English summary
Prime Minister Narendra Modi disappointed about dispute of supreme court judge's recruitment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X