મોદીને કોંગ્રેસના પ્રમાણપત્રની જરૂરિયાત નથી:બાબા રામદેવ

કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીની ટીકા કરવા અંગે તેમને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીને કોંગ્રેસ પાસેથી પ્રમાણ પત્રની જરૂરિયાત નથી કે તે ધર્મનિરપેક્ષ છે કે નથી.' રામદેવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના 'કુતરા બચ્ચાવાળા' નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. તેમને નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે તે સર્તક રહે કારણ કે તેમના નિવેદનનો નકારાત્મ ભાવ લેવામાં આવી રહ્યો છે.
તેમને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીની વિશ્વસનીયતા છે, જ્યારે ભારતને પોતાના ચરિત્રમાં ઘણા પરિવર્તનની જરૂરિયાત છે.' રામદેવે કહ્યું હતું કે તે એ નેતાનું સમર્થન કરશે જે કાળા નાણાને પરત લાવે, ભ્રષ્ટાચાર ખતમ કરે અને હાલની વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો વાયદો કરશે.
તેમને કહ્યું હતું કે 'હુ નરેન્દ્ર મોદીની સાથે છું કારણ કે તે કાળુ નાણું પરત લાવવા માટે, ભ્રષ્ટાચારને ખતમ કરવા તથા હાલની વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં સક્ષમ છે. બાબા રામદેવને પૂછવામાં આવ્યું કે રામ મંદિર ચૂંટણીલક્ષી મુદ્દો હોવો જોઇએ તો તેમને કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતિક છે. મારું માનવું છે કે રામ મંદિરના નિર્માણ પર ચર્ચા થવી ન જોઇએ.












Click it and Unblock the Notifications
