મોદી સરકારે માંગ્યા NDMAના તમામ સભ્યોના રાજીનામા

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન હોવાના પગલે નરેન્દ્ર મોદી એનડીએમએના ચેરમેન બને છે. પીએમઓએ તમામ એનડીએમએ સભ્યોના રાજીનામા માગ્યા છે. ગૃહ સચિવે ગઇકાલે એનડીએમએ સભ્યોને ફોન કરીને તેમના રાજીનામા આપવા જણાવ્યું હતું.
એનડીએમએમાં કુલ 8 સભ્ય અને એક વાઇસ ચેરમેન છે. વાઇસ ચેરમેન શશિધર રેડ્ડી અને સભ્ય કેએમ સિંહ, બી ભટ્ટાચાર્ય, જેકે સિન્હા, મુઝફ્ફર અહમદ, મેજર જનરલ જેકે બંસલ, હર્ષ કે ગુપ્તા, કે એન શ્રીવાસ્તવ અને કે સલીમ અલી છે.
સલીમ અલી હાલમાં જ તેના સભ્ય બનાવાયા હતા. 1978 બેચના આઇપીએસ ઓફીસર સલીમ સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રહી ચૂક્યા છે જેમણે ઇશરત જહાં નકલી એનકાઉન્ટર કેસની તપાસ કરી હતી. એનડીએમએ સભ્યોનું કહેવું છે કે અમે સરકારને પત્ર મોકલીને પોતાના પક્ષથી તેમને અવગત કરાવી રહ્યા છીએ. જો સરકાર અડગ રહેશે તો અમે રાજીનામુ આપી દઇશું.












Click it and Unblock the Notifications
