Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રશિયા સાથે ભારતનો મોટો કરાર, 7.47 લાખ રાઈફલના નિર્માણને મંજૂરી

દેશની સેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે.

દેશની સેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. પહેલા મોદી સરકારે 72400 અસોલ્ટ રાઈફલ ખરીદવાનો નિર્ણય લીધો હતો અને આના માટે અમેરિકાની કંપની સાથે કરાર કર્યો હતો ત્યારબાદ હવે રશિયા સાથે રક્ષા ક્ષેત્રમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે મોડી સાંજ સુધી ચાલેલી બેઠકમાં કેન્દ્ર સરકારે રશિયા સાથે મળીને 7.47 લાખ રાઈફલોના નિર્માણના કરારનો નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે આ રાઈફલોને ઉત્તર પ્રદેશના અમેઠીમાં તૈયાર કરવામાં આવશે. અમેઠીમાં રાઈફલો બનાવવાનો પ્લાન્ટ લગાવવામાં આવશે જ્યાં તેને તૈયાર કરવામાં આવશે.

nirmala sitaraman

આ કરાર રશિયાની ક્લાશ્નિકોવ કંસર્ન અને ભારતની ઑર્ડિનન્સ ફેક્ટ્રી બોર્ડ વચ્ચે આ કરાર થયો છે કે જે મળીને એકે-47ની ત્રીજી પેઢીની રાઈફલ એકે-203નું નિર્માણ કરશે. માનવામાં આવી રહ્યુ છે કે બંને દેશો વચ્ચે અધિકૃત સમજૂતી બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે. કરાર બાદ જ રાઈફલની કિંમતો અને ક્યાં સુધી બનીને તૈયાર થશે આ તમામ વાતોની જાણકારી સામે આવશે. તમને જણાવી દઈએ કે આ રાઈફલોનું નિર્માણ સંપૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ કરવામાં આવશે. આના માટે અભિરુચિ પત્ર માંગવામાં આવ્યા હતા ત્યારબાદ આને મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે 72400 અસોલ્ટ રાઈફલો ખરીદવાનો કરાર અમેરિકાની કંપની સાથે કર્યો હતો. આ કરાર ફાસ્ટ ટ્રેસ પ્રોક્યોરમેન્ટ હેઠળ કરવામાં આવ્યો હતો. જે હેઠળ એસઆઈજી જૉર અસોલ્ટ રાઈફલ્સ અંગે અમેરિકા સાથે કરાર કર્યા છે. આ કરારની મહત્વની વાત એ છે કે એક વર્ષની અંદર 72400 રાઈફલો ભારતને મળી જશે કે જે 7.62 એમએમની રાઈફલો છે. હાલમાં ભારતમાં સુરક્ષાબળ 5.56x45 એમએમની ઈનસાસ રાઈફલોનો ઉપયોગ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X