કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકાર પાસે શું છે યોજના? સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી
ભારતમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિ પર મંગળવારે(27 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિ પર મંગળવારે(27 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવવુ પડશે કે છેવટે કોવિડ-19 સામે લડવા માટે સરકારની શું યોજના અને તૈયારી છે. કોરોનાના વધતા દૈનિક આંકડા અને દર્દીઓની વધતી મુશ્કેલીઓને જોતા સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલીને કોરોના પર નેશનલ પ્લાનિંગ વિશે માહિતી માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે આ કેસની સુનાવણી જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ એસ.રવિન્દ્ર ભટની બેંચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં આજે લગભગ 12.15 વાગે સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે આ 4 મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પાસે માંગ્યો છે જવાબ
1. ઑક્સિજનની કમી - છેવટે કેવી રીતે દેશમાં ઑક્સિજનની આટલી કમી થઈ રહી છે અને દર્દીઓના જીવ ઑક્સિજનની કમીના કારણે જઈ રહ્યા છે.
2. દવાઓનો પૂરવઠો - દેશમાં કોરોનાની એંટી વાયરલ ડ્રગ રેમડેસિવિર જેવી દવાઓની અછત પર શું છે યોજના?
3. વેક્સીનની કમી અને રીત - સુપ્રીમ કોર્ટે સરકારને વેક્સીનેશન કરવાની રીત વિશે પણ જવાબ માંગ્યો છે. આ ઉપરાંત વેક્સીનનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવામાં આવશે એ પણ સરકારે કોર્ટમાં જણાવવાનુ છે.
4. દેશમાં લૉકડાઉન લગાવવાની શું રીત છે, શું હાઈકોર્ટ પણ આનો નિર્ણય કરી શકે છે?
સુપ્રીમ કોર્ટમાં 23 એપ્રિલ 2021ના રોજ આ કેસમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન પૂર્વ ચીફ જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને એસ રવિન્દ્ર ભટે કહ્યુ હતુ કે તેમનો ઈરાદો કોઈ હાઈકોર્ટની સુનાવણીને રોકવાનો નથી. તે ઈચ્છે છે કે નેશનલ લેવલે દવાઓ અને ઉપકરણોનુ ટ્રાન્સપોર્ટેશન યોગ્ય રીતે થાય. યુપી હાઈકોર્ટના લૉકડાઉનવાળા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પલટી દેવામાં આવ્યો હતો.
આના માટે પહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને એમિક્સ ક્યૂરી નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે કહ્યુ કે તેમને આનાતી અલગ કરી દેવામાં આવે. ત્યારબાદ જજોએ વકીલ અનુરાધા દત્તને હરીશ સાલ્વેની જગ્યાએ એમિક્સ ક્યૂરી નિયુક્ત કર્યા હતા.












Click it and Unblock the Notifications
