ચિદમ્બરમે આપી સફાઇ, નરેન્દ્ર મોદી મારો અવાજ દબાવવા માંગે છે

Written By:
Subscribe to Oneindia News

ભૂતપૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે પોતાના ઘર તથા 16 ઠેકાણે પડેલ સીબીઆઇના છાપા બાદ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ છાપાની કાર્યવાહી બાદ ચિદમ્બરમે પોતાનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે કે, તેઓ ચિદમ્બરમનો અવાજ દબાવી દેવા માંગે છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, INX મીડિયાના વિદેશી રોકાણની અનુમતિમાં સરકારી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.

p chidambaram

શું છે આરોપ?

ઉલ્લેખનીય છે કે, એક વિદેશી મીડિયા કંપની(INX)ને વિદેશી રોકાણની અનુમતિ આપવાના બદલામાં પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે લાંચ લીધી હોવાનો આરોપ છે. આ કેસને મામલે જ મંગળવારે સવારે પી.ચિદમ્બરમના નિવાસ સ્થાન તથા તેમની સાથે સંબંધિત 16 ઠેકાણે સીબીઆઇ દ્વારા છાપા મારવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા સોમવારે આ મામલે એફઆઇઆર નોંધાવવામાં આવી હતી.

ચિદમ્બરમનું નિવેદન

"હજારો મામલે FIPBની મંજૂરી આપવામાં આવી હતી, આ મંજૂરીઓ FIPB બોર્ડના પાંચ સચિવો દ્વારા આપવામાં આવી હતી. આ મામલે મારી પર કોઇ આરોપ છે જ નહીં. દરેક મામલે કાયદાકીય રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર મને અને મારા પુત્રને નિશાના પર લેવા માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે. હું સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવું છું, આથી સરકાર મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. વિપક્ષના નેતાઓ, પત્રકારો, સ્તંભકારો, એનજીઓ, સિવિલ સોસાઇટીના એવા લોકો જે સરકારની નીતિઓ અંગે સવાલ કરે છે, તેમને સરકાર ઘેરવા માંગે છે. હું કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ."

English summary
Modi Government is trying to silence my voice, says P.Chidambaram.
Please Wait while comments are loading...