For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમ પર કોંગ્રેસની પ્રેસ કોન્ફ્રેન્સ, સુરજેવાલા બોલ્યા- બદલો લેવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ

ચિદમ્બરમ પર કોંગ્રેસની પ્રેસ કોન્ફ્રેન્સ, સુરજેવાલા બોલ્યા- બદલો લેવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને સીબીઆઈએ બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી લીધી, 31 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સીબીઆઈએ ચિદમ્બરમને જોરબાગ સ્થિત તેમના ઘરેથી હિરાસતમાં લીધા. આજે સીબીઆઈ ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કરશે. જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાની રાતોરાત ધરપકડથી કોંગ્રેસ અકળાયું છે. કોંગ્રેસ ચિદમ્બરમના મામલે સતત મોદી સરકાર પર આરોપો લગાવી રહી છે. ગુરુવારે કોંગ્રેસે ફરી એકવાર પ્રેસ કોન્ફ્રેન્સ કરી મોદી સરકાર પર હુમલો બોલ્યો.

લોકતંત્રનું ગળું દબાવી દીધુંઃ કોંગ્રેસ

લોકતંત્રનું ગળું દબાવી દીધુંઃ કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પી ચિદમ્બરમના મામલે પ્રેસ કોન્ફ્રેન્સ કરતા કહ્યું કે પાછલા કેટલાક દિવસોમાં દેશે લોકતંત્રનું ગળું દબાવતા જોયું છે. સુરજેવાલાએ કહ્યું કે જેવી રીતે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર તેમની વિરુદ્ધ રાજનૈતિક દ્વેષથી કામ કરી રહી છે.

ડૂબતી અર્થ વ્યવસ્થાથી ધ્યાન હટાવવા માટે ધરપકડઃ કોંગ્રેસ

રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે ખુલ્લેઆમ કાનૂનની ધજ્જિયાં ઉડાવવામાં આવી રહી છે. સુરજેવાલાએ કહ્યુ્ં કે દેશની અર્થવ્યવસ્થા ડૂબી રહી છે અને આ કારણે જ મોદી સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવી કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે મોદી સરકારે ન માત્ર ચિદમ્બરમ બલકે તેમનીદીકરા કાર્તિ વિરુદ્ધ પણ એક્શન લીધા છે. તેમને માત્ર એક અપ્રૂરના નિવેદન પર પકડવામાં આવ્યા છે, જેના પર તેની જ દીકરીની હત્યાનો આરોપ છે.

ચિદમ્બરમનું નામ FIRમાં પણ નથીઃ કોંગ્રેસ

ચિદમ્બરમનું નામ FIRમાં પણ નથીઃ કોંગ્રેસ

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બીજેડી ઈડી અને સીબીઆઈનો દુરૂપયોગ રાજનૈતિક વિરોધીઓથી બદલો લેવા માટે કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ચિદમ્બરમનું નામ આઈએનએક્સ મીડિયા મામલે એફઆઈઆરમાં પણ નથી, તેમનું નામ આરોપ પત્રમાં તેમનું નામ પણ નથી અને સીબીઆઈ તેમની વિરુદ્ધ એક સબૂત પણ રજૂ નથી કરી શક્યા. તેમણે કહ્યું કે સત્તામાં બેઠેલ લોકો દ્વારા સીબીઆઈ/ઈડીનો ઉપયોગ રાજનૈતિક બદલો લેવા માટે કરવામાં આવી રહ્યો છે.

<strong>INX Media case: ચિદમ્બરને આજે સીબીઆઈ કોર્ટમાં હાજર કરાશે, 14 દિવસના રિમાન્ડ માંગી શકે CBI</strong>INX Media case: ચિદમ્બરને આજે સીબીઆઈ કોર્ટમાં હાજર કરાશે, 14 દિવસના રિમાન્ડ માંગી શકે CBI

English summary
modi government misusing cbi and ed says surajewala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X