For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ઇંદિરા ગાંધી જેવા છે વડાપ્રધાન મોદી, રાહુલમાં નથી નેતાના ગુણ''

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 નવેમ્બર: વરિષ્ઠ ટીવી પત્રકાર રાજદીપ સરદેસાઇએ પોતાના એક પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવંગત વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે પોતાના પુસ્તક "2014 The Election That Changed India"માં લખ્યું છે કે મોદી અને ઇંદિરા ગાંધીમાં લીડરશિપને જોતા એક જેવી સમાનતાઓ છે. પરંતુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીમાં લીડરશીપ જેવી કોઇ ક્વોલિટી નથી. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે જે રીતે ઇંદિરા ગાંધીની કેબિનેટમાં તેમના સહયોગી વડાપ્રધાનથી ડરતા હતા તેવી જ રીતે વડાપ્રધાનના કેબિનેટના મંત્રીઓ પણ હાલના વડાપ્રધાન મોદીથી ડરે છે.

આ પુસ્તકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે તેમના કોઇ લીડરશિપની ક્વોલિટી નથી અને તેમની પાર્ટીમાં કોઇ તેમની ઇજ્જત નથી કરતું. જ્યારે બીજી બાજું મોદીનું કામ કરવાની સ્ટાઇલ ઘણેખરે અંગે દિવંગત વડાપ્રધાન ઇંદિરા ગાંધીથી મેળ ખાય છે. બંને પોતાના કેબિનેટના મંત્રીઓની ઉપર જબરદસ્ત કંટ્રોલ રાખતા જોવા મળ્યા છે. 372 પાનાના આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓના રહેતા વિપક્ષની પણ કોઇ મહત્વતા નથી રહેતી. ભાજપનો ઉલ્લેખ કરતા સરદેસાઇ લખે છે કે તેઓ કોંગ્રેસને વિપક્ષી પાર્ટી માનવા માટે તૈયાર જ નથી.

આ પુસ્તકમાં લેખક અને વરિષ્ઠ પત્રકારે આગળ લખ્યું છે કે મોદીએ પોતાના કેબિનેટના મંત્રીઓ પર એ ડર જમાવ્યો છે જે કારણે તેઓ પોતાના ઘરના મેઇન હોલમાં કોઇનાથી વાત કરતા પણ કતરાય છે. આનાથી તેઓ ગાર્ડન અથવા ઘરની પાછળની જગ્યાને વધુ સુરક્ષિત માને છે. પોતાના આ પુસ્તકમાં તેમણે મોદી કેબિનેટમાં થયેલી વહેંચણીનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે અરૂણ જેટલી મોદીના વધુ નજીક રહેવામાં સફળ રહ્યા જ્યારે સુષમા સ્વરાજ પર તેમને ઓછો વિશ્વાસ છે.

કેબિનેટમાં સ્મૃતિના આવવા પર તેમણે જણાવ્યું કે આની પાછળ મોદીએ એ સંદેશ આપવાની કોશીશ કરી છે કે પાર્ટીમાં માત્ર સુષમા જ એક માત્ર મહિલા ચહેરો નથી પરંતુ સ્મૃતિ ઇરાની પણ છે. તેઓ આગળ લખે છે કે મોદીને પોતાના ઘણા મંત્રીઓની કાબેલીયતને લઇને શંકા છે.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સરદેસાઇએ લખ્યું છે કે નેહરૂ ગાંધી પરિવારના તેઓ પહેલા એવા શખ્શ છે જેમની પાર્ટીમાં કોઇ પકડ નથી. તેમના નેતૃત્વમાં કોંગ્રેસને આ લોકસભા ચૂંટણીમાં કરારી હારનો સામનો કરવો પડ્યો.

smriti
English summary
Prime Minister Narendra Modi is like Indira Gandhi in leadership style, and he has also instilled a sense of fear in his cabinet colleagues, a book by veteran journalist and well known television anchor Rajdeep Sardesai says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X