For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની પ્રથમ પસંદગી : સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વર્ષ 2014ની લોકસભાની ચુંટણીનો સળવળાટ અત્યારથી શરૂ થઇ ગયો છે. જ્યાં કોંગ્રેસે રાહુલ ગાંધીને પોતાની પાર્ટીના અધ્યક્ષ બનાવી ઇશારો કરી દિધો છે કે તે વર્ષ 2014ની ચુંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડશે તો બીજી તરફ ભાજપમાં પણ હજુ સુધી નરેન્દ્ર મોદીને લઇને સહમતી બની શકી નથી તેમછતાં લોકો માટે વડાપ્રધાન પદ માટે લોકોની ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ પ્રથમ પસંદગી છે. આ સર્વે ઇન્ડિયા ટુડે અને નેલ્સન સર્વેનો છે.

જેમાં 36 ટકા મતદારોએ મોદીના પક્ષમાં વોટ આપ્યો છે તો બીજી તરફ 22 ટકા વોટ રાહુલ ગાંધીને મળ્યા છે જ્યારે 6 ટકા લોકોએ લાલકૃષ્ણ અડવાણીને વોટ આપ્યો છે. આટલું જ નહી 5 ટકા લોકોની નજરમાં ભાજપની કદાવર નેતા સુષ્મા સ્વરાજ દેશના વડાપ્રધાન બનવા માટે લાયક છે.

narendra-modi

સર્વેમાં 5 ટકા લોકોનું એમ પણ કહેવું છે છે કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવું જોઇએ જ્યારે વર્તમાન વડાપ્રધાન મનમોહન સિંહ ફક્ત 4 ટકા લોકોએ વોટ આપ્યાં છે. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને ત્રણ ટકા ટકા, બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારને 2 ટકા અને સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને 2 ટકા વોટ મળ્યા છે.

એટલે લોકોના મત મુજબ વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની પ્રથમ પસંદગી છે. રાહુલ ગાંધીની બીજા નંબરે, લાલ કૃષ્ણ અડવાણી ત્રીજા નંબરે, સુષ્મા સ્વરાજ ચોથા નંબરે, સોનિયા ગાંધી પાંચમા નંબરે, મનમોહનની છઠ્ઠા નંબરે, માયાવતી સાતમા નંબરે, નિતિશ કુમાર આઠમા નંબરે અને મુલાયમ સિંહ નવમા સ્થાને છે.

જોવાનું એ રહ્યું છે આગામી દિવસોમાં આ સર્વે કેટલો સાચો સાબિત થાય છે. તમારું શું માનવું છે ?

English summary
Gujarat CM Narendra Modi is Best choice for the post of PM Not Rahul Gandhi said India Today Survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X