'મોદી હિટલર તો નીતિશ દાઉદ ઇબ્રાહિમથી ઓછા નથી'
પટણા, 31 ઓક્ટોબર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે રાજગીરમાં નરેન્દ્ર મોદીને હિટલર ગણાવ્યા તો તેના જવાબમાં આજે ભાજપે ઉલટવાર કરતા નીતિશ કુમારને દાઉદ ઇબ્રાહિમનું નામ આપી દીધું છે.
નીતિશ કુમાર પર પ્રહાર કરતા ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ જણાવ્યું કે 'મોદી માટે હિટલર જેવા શબ્દોનો ઉપયોગ કરીને નીતિશ સાબિત કરી રહ્યા છે કે તેઓ દાઉદ ઇબ્રાહિમથી ઓછા નથી, જે ઇન્ડિયન મુઝાહીદ્દીન પર કઇપણ કહેવાથી બચે છે. આ ઉપરાંત ઇશરત જહાંને પોતાની દીકરી ગણાવે છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે રાજગીરમાં મંગળવારે નીતિશ કુમારે જણાવ્યું કે ભાજપ એક તકવાદી પાર્ટી છે. તેને હિટલરની નીતિ અને રીતિ પસંદ છે. કહેવાઇ રહ્યું છે કે વિરોધીઓનો સફાયો કરશે. નીતિશે જણાવ્યું કે આ કેવું લોકતંત્ર છે જ્યાં વિરોધીઓની સફાઇ કરવાની વાત કરવામાં આવી રહી છે. આ બીજેપીનું લોકતંત્ર નહીં ફાસીજ્મ છે.












Click it and Unblock the Notifications
