For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

' ભસ્માસુર છે નરેન્દ્ર મોદી, અડવાણીને ભસ્મ કરી દિધા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જૂન: ભાજપમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નિશાન તાકતાં કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ગુરૂવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 'ભસ્માસુર'ની સંજ્ઞા આપી હતી અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભસ્મ કરી દિધા. કોંગ્રેસના રણનિતીકાર માનવામાં આવતાં જયરામ રમેશે નેતા રાહુલ ગાંધી સાથે તુલના કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી એક તરફ દેશમાં એક માળખું અને વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તો બીજી તરફ નરેન્દ્ર મોદી કહી રહ્યાં છે કે તે પોતે એક વ્યવસ્થા અને માળખું છે.

ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે નરેન્દ્ર મોદી ભસ્માસુર છે. તે એ લોકોને ભસ્મ કરી દેશે. જેને તેમને બનાવ્યા છે. તે પોતાના માર્ગદર્શક નેતા અડવાણીને ભસ્મ કરી ગયાં છે. તેમને 2002ના રમખાણોમાં તેમની સાથે કાવતરું રચનારા પ્રવિણ તોગડીયાને ભસ્મ કરી દિધા છે અને તે બીજું કંઇ નહી પણ ભસ્માસુર છે.

પૌરાણિક માન્યતા અનુસાર ભસ્માસુર નામના દૈત્યને ભગવાન શિવે કોઇપણના માથા પર હાથ રાખીને ભસ્મ કરવાની શક્તિ આપી હતી. પુરાણોમાં કથા છે કે ભસ્માસુરે શક્તિ પ્રાપ્ત કરતાંની સાથે જ ભગવાન શિવને ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે શિવે તેનો અંત કરી દિધો હતો. જયરામ રમેશે ભાજપમાં નરેન્દ્ર મોદીનું કદ વધ્યાં બાદ અડવાણીએ તમામ પદો પરથી રાજીનામું આપવાની માંગણી કરી હતી અને ત્યારબાદ માની ગયા ગયા બાદ ઘટનાક્રમ પર પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છે.

narendra-modi-advani

રાહુલ અને નરેન્દ્ર મોદી વચ્ચેના અંત્ર વિશે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે મૂળભૂત અંતર છે. રાહુલ ગાંધી એક માળખું અને વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જે વ્યક્તિ વિશેષ પર નિર્ભર નથી. નરેન્દ્ર મોદી કહી રહ્યાં છે કે હું વ્યવસ્થાની ચિંતા નથી કરતો, હું પોતે એક માળખું છું, હું એક વ્યવસ્થા છું. મારી સામે કોઇનું અસિત્વ નથી. રાહુલ ગાંધીએ આવું કશું કહ્યું નથી.

જો કે જયરામ રમેશે એ અંગે ઉલ્લેખ ન કર્યો કે 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધી વર્સિસ નરેન્દ્ર મોદી હશે. જયરામ રમેશે કહ્યું હતું કે આ કોંગ્રેસ અને સંઘની લડાઇ છે. સંઘ અને સરસંઘચાલક મોહન ભાગવત પર હુમલો કરતાં જયરામ રમેશે કહ્યું હતું કે સંઘે હવે એક રાજકીય પક્ષ તરીકે રજીસ્ટ્રેશન કરાવી દેવું જોઇએ.

તેમને કહ્યું હતું કે તેને સામાજિક-સાંસ્કૃતિક સંગઠન હોવાનો દેખાડો બંધ કરવો જોઇએ. જે ચાલાકીથી તેને નરેન્દ્ર મોદીને અંદર લાવીને અડવાણીને બહાર કરી દિધા અને જે પ્રકારે મોહન ભાગવતે આખા દેશમાં યાત્રા કરી રહ્યાં છે, અનેક લોકો સાથે લામબંધીનો પ્રયત્ન કરી રહ્યાં છે, હવે તેને સામાજિક-સાંસ્કૃતિક સંગઠન કહી ન શકાય. નરેન્દ્ર મોદીને ભારતના પ્રથમ 'વિશ્વનીય ફાસીવાદી' ગણાવતાં જયરામ રમેશે એમપણ સ્વિકાર્યું હતું કે આગામી ચૂંટણીમાં મેનેજમેન્ટ અને વિચારધારા એમ બંને સ્તર પર નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકાર સાબિત થશે.

આ સંદર્ભમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જયરામ રમેશે કહ્યું હતું કે અમે નરેન્દ્ર મોદીથી કેમ ડરીએ? હાં તે ગુજરાતમાં ત્રણવાર ચૂંટણી જીત્યાં છે. એમાં કોઇ શંકા નથી કે તે અવરોધો પેદા કરનાર પ્રચારક છે. તે અમારા માટે નિશ્વિતરૂપથી પડકાર પેદા કરશે. તે ફક્ત મેનેજમેન્ટ સ્તર પર જ નહી પરંતુ વિધારાધારાના રૂપમાં પણ પડકારૂપ બનશે.

English summary
Taking a dig at developments in BJP, Union Minister for Rural Development Jairam Ramesh described Narendra Modi as 'Bhasmasur', a mythological character known for trying to destroy his creator.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X