For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિંહે કહ્યું, 'નરેન્દ્ર મોદી સમજદાર થઇ ગયા!'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રી બનવાના સપનાને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કૃષ્ણ અડવાણી પર નિશાનો સાધ્યો છે. મોદીના એક નિવેદન કે તેઓ પ્રધાનમંત્રી બનવાનું સપનું નથી જોતાં, તેના માટે દિગ્વિજય સિંહે ટ્વિટર પર કટાક્ષી પ્રશ્ન કર્યો છે કે 'શું તેમણે અડવાણી પાસેથી શીખ મેળવી છે?'

તેમણે ટ્વિટર પર મોદીને સંબોધિત કરતા લખ્યું કે જે પ્રધાનમંત્રી બનવાના સપના જુએ છે તે બર્બાદ થઇ જાય છે, પછી તેમણે સવાલિયા અંદાજમાં જણાવ્યું કે તેમણે આ શીખ અડવાણી પાસેથી મેળવી છે જેઓ સ્થાયી રીતે 'પીએમ ઇન વેઇટિંગ' બની ગયા છે.

તેમણે એક ટ્વિટમાં જાણાવ્યું 'લાગે છે કે મોદી સમજદાર થઇ ગયા છે અથવા તો તેમને વાસ્તવિકતા સમજાઇ ગઇ છે. સિંહે જણાવ્યું કે ગુજરાતમાં એક કહેવત છે કે 'લેવા ગયા હવેલી અને ગુમાવી બેઠા અમદાવાદ..''

digvijay singh
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન નાના ફૂલકાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા અને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. એક વિદ્યાર્થીએ કરેલા સવાલ કે શું તેઓ પ્રધાનમંત્રી બનવા નથી માંગતા?ના જવાબમાં જણાવ્યું હતું કે 'ક્યારેય બનવાના સપના જોવા નહીં, જે બનવાના સપના જુએ છે તેનું બધુ બર્બાદ થઇ જાય છે. હંમેશા કંઇક કરવાની ઇચ્છા રાખવાની. એમાં જ વધારે આનંદ મળે છે.' મોદીના આ નિવેદનના ઘણા અર્થો કાઢવામાં આવી રહ્યા છે.

English summary
Modi learns his lesson from Advani ji permanent PM in waiting : Digvijay singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X