For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના પીએમ પદના ઉમેદવાર તરીકે મોદીનું નામ નક્કી?

By Super
|
Google Oneindia Gujarati News

Narendra Modi
નવીદિલ્હી, 08 ઑક્ટોબરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભલે 2014ની ચુંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની ખુલ્લી જાહેરાત કરવામાં ના આવી હોય, પરંતુ ભાજપના ટોચ લેવલની લોબીમાંથી જે નિવેદનો આવી રહ્યાં છે, તેના પરથી એ વાત તરફ દિશાનિર્દેશ કરે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીના સભ્યોનું જોરદાર સમર્થન છે અને તે એનડીએના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. ઉપરાંત, આ યાદીમાં એલ કે અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી અને રાજનાથ સિંહના નામ પણ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે ભાજપની પસંદ છે, તેવા પ્રશ્ન અંગે નિતિન ગડકરીએ કહ્યું છે, " તેઓ પ્રથમ હોરડમાના એક છે."

સીએનએન-આઇબીએનને આપેલા ઇન્ટર્વ્યુમાં તેમણે કહ્યું, " અડવાણી, અરૂણ, સુષ્મા, રાજનાથ, જોષી, નરેન્દ્ર મોદી સહિતના ઘણા એવા નેતાઓ છે જે પીએમ બનવા માટે સક્ષમ છે. તેઓ બધા લોકોના નેતા છે અને આ બધા સક્ષમ નેતાઓ પાર્ટી માટે થિંક ટેન્કમાં છે, અમે યોગ્ય સમયે નક્કી કરીશું કે અમારા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે."

વિશ્લેષકોનું કહેવું છે કે, ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની રાહ ભાજપ જોઇ રહ્યું છે. ગુજરાતમાં ચાલું વર્ષના ડિસેમ્બરની 13 અને 17મી તારીખે બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ભાજપ આશા સેવી રહ્યું છે કે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત પણ યથાવત રહેશે. મોદીના રાજકારણ ભવિષ્યમાં ગુજરાત જોરદાર રીતે અસરકરાક રહ્યું છે અને 2014માં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ મોદીને પ્રમોટ કરી શકે છે.

મોદીના સમર્થકો કહે છે કે, મોદી 2001માં મોદીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામા આવ્યા. જો તેઓ સતત ત્રીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનશે તો તેઓ ભાજપના પ્રધાનમંત્રી પદના સશક્ત ઉમેદવાર બની શકશે. પરંતુ જો પરાજય થશે તો તે મોદી અને ભાજપ બન્ને માટે જોખમી સાબિત થશે, મોદીના રાજકીય નેતા બનવાના સ્વપ્નને આ હાર પન્કચર કરી નાંખશે.

English summary
Most of the statements coming out from the BJP top brass indicated that Modi has strong support among the party members and is likely to be NDA's PM candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X