મોદીના વધેલા કદથી ભાજપને નુકસાન થશે : વસ્તાનવી

આજે મેરઠમાં પત્રકારો સાથેની વાતચીતમાં મૌલાના ગુલામ વસ્તાનવી એ જણાવ્યું કે ભાજપમાં નરેન્દ્ર મોદીનું કદ વધ્યું છે. આ કારણે મુસ્લિમ મતદારો ભાજપથી વધારે દૂર થઇ જશે. નરેન્દ્ર મોદીને આગળ કરવાથી ભાજપે પોતાના માટે ખાડો ખોદી લીધો છે.
વસ્તાનવીએ ગુજરાતના વિકાસને અભૂતપૂર્વ તો ગણાવ્યો જ છે, પણ તેમણે અન્ય રાજ્યોમાં તેને રોલ મોડલ માનવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે માત્ર વિકાસ કાર્યોને આગળ કરવાથી વાહવાહી મેળવી શકાતી નથી. આ પહેલા શ્યામનગર સ્થિત મદરેસા મારિફુલ કુરાનમાં જલસાને ખિતાબ ફરમાવતા મૌલાનાએ તાલીમમાં તકનીકની વકાલત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર લાખ પ્રયત્નો કરે પણ લોકો સ્વયં તાલીમ નહીં લે ત્યાં સુધી મુસ્લિમ સમુદાયનો વિકાસ થઇ શકશે નહીં.












Click it and Unblock the Notifications
