નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણી 2014ની પ્રચાર ટીમ જાહેર

નવી દિલ્હી, 2 જુલાઇ : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં લોકસભા ચૂંટણી 2014ની તૈયારીઓ જોર શોરથી શરૂ થઇ ગઇ છે. ગોવાની કારોબારી બેઠકમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા હતા. હવે 1 જુલાઇ, 2013 સોમવારના રોજ ભાજપે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર ટીમની જાહેરાત પણ કરી દીધી છે. પ્રચાર ટીમના સભ્યોના નામ જોતા સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદી પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી જૂથના નેતાઓને પોતાની પ્રચાર ટીમમાં સામેલ નહીં થવા દેવામાં સફળ રહ્યા છે.

આ ટીમમાં મોદીના માનીતા અને યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર હોય કે સંગઠનના કોઇ પણ પદાધિકારીનું ચયન, દરેક બાબતમાં અંગત રસ લઇને સક્ષમ વ્યક્તિઓની પસંદગી કરવા માટે જાણીતા છે. આ બાબત રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી પ્રચાર સમિતીના સભ્યોની પસંદગીમાં પણ સાફ રીતે જોવા મળી છે.

નરેન્દ્ર મોદીએ ભાજપની પ્રચાર ટીમમાં સભ્ય બનવા માટે ત્રણ માપદંડો નક્કી કર્યા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ત્રણ માપદંડો અનુસાર પ્રચાર સમિતીનો સભ્ય યુવા નેતા હોવો જોઇએ, તે ફાયર બ્રાન્ડ નેતાની છાપ ધરાવતો હોવો જોઇએ અને તે પડદા પાઠળ રહીને પ્રચારની રણનીતિ સંભાળવા સક્ષમ હોવો જોઇએ.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ છે. તેમના સૂચનોને આધારે પ્રચાર ટીમના સભ્યો નક્કી કરાયા છે...

અમિત શાહ

અમિત શાહ

અમિત શાહને પ્રાધાન્ય આપવા માટેનું કારણ મોદી સાથેની જૂની નિકટતા ઉપરાંત ચૂંટણી સમયે પડદા પાછળ રહીને ગણતરીપૂર્વક ચાલવાની તેમની આવડત...

વરૂણ ગાંધી

વરૂણ ગાંધી

વરૃણ ગાંધીમાં ગાંધી પરિવારના વારસા ઉપરાંત ફાયર બ્રાંડ નેતાની તેમની છાપ છે. તેઓ ઉત્તર પ્રદેશમાંથી વધારે સીટો મેળવી આપી શકે એમ છે...

મુખ્તાર અબ્બાસ નકવી

મુખ્તાર અબ્બાસ નકવી

નકવીમાં લઘુમતી નેતા ઉપરાંત તેમનો હાજર જવાબી સ્વભાવ વગેરે ઉપરાંત બિહારમાં મદદરૂપ બની શકે...

રાજીવ પ્રતાપ રૂડી

રાજીવ પ્રતાપ રૂડી

રાજકારણ અને સંગઠનમાં બંને ક્ષેત્રે અનુભવ જે ચૂંટણી મેનેજમેન્ટમાં કામ આવી શકે...

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન

યુવા નેતા અને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી હોવા ઉપરાંત વ્યૂહ ઘડવામાં સારી સમજણ...

મુરલીધર રાવ

મુરલીધર રાવ

દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભાજપની સ્થિતિ વધારે મદજબીત બનાવી શકે...

સુધાંશુ મિત્તલ

સુધાંશુ મિત્તલ

સંગઠન અને કાર્યકરો વચ્ચે સારો તાલમેલ અને અનુભવ...

રામ લાલ

રામ લાલ

વર્ષો જુના નેતા યુપીમાં વધારે બેઠક મેળવવામાં મદદ કરી શકે...

આ સમિતિમાં નરેન્દ્ર મોદીના અધ્યક્ષપણા હેઠળ આઠ સભ્યો પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અમિત શાહ, વરુણ ગાંધી, રાજી પ્રતાપ રૂડી, મુખ્તાર અબ્બાસ નકવી, ધર્મેન્દ્ર પ્રધાન, સુધાંશુ મિત્તલ, મુરલીઘર રાવ અને રામલાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X