મોદીની ઓફીસે જારી કર્યો વીડિયો, પ્રિયંકાને નથી કહ્યું દિકરી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મેઃ પ્રિયંકાને દિકરી સમાન કહેવાનો મુદ્દો ગરમાયા બાદ નરેન્દ્ર મોદીની ઓફીસમાંથી એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ વીડિયો એ ઇન્ટરવ્યુનો ભાગ છે, જેને દૂરદર્શન પર દર્શાવવામાં આવ્યો નહોતો. આ વીડિયોમાં નરેન્દ્ર મોદીને પ્રિયંકાને દિકરી જેવી કહેતા દર્શાવવામાં આવ્યા નથી. દાવો કરવામાં આવ્યો છેકે મોદી કહી રહ્યાં છેકે એક દિકરી પોતાની માતા અને ભાઇનો પ્રચાર તો કરશે જ. મોદીને એવું કહેતા પણ દર્શાવવામાં આવ્યા છેકે પ્રિયંકા જેટલા પ્રહારો કરવા માગે તેટલા કરી શકે છે, તે કોઇ જવાબ આપશે નહીં.

આ વીડિયોમાં નરેન્દ્ર મોદી કહી રહ્યાં છેકે, હું આ વાતોને ગંભીરતાથી નથી લેતો, કારણ કે કોઇપણ દિકરી પોતાની માતા અને ભાઇ માટે કઇપણ કહેશે. મને લાગે છેકે એટલી તક તો આપણે તેમને દેવી જોઇએ. હું વિચારું છેકે એક દિકરી પોતાના માતા અને ભાઇ માટે તો પ્રચાર કરશે જ. એક દિકરીના નાતે એ અંગે હું ખોટું નહીં લગાડું. આના કરતા પણ વધારે ગાળો આપશે તો પણ મને ખોટું નહીં લાગે, કારણ કે એક દિકરી માતા માટે આટલું તો કરશે જ અને તેમને એટલો હક તો આપવો જોઇએ.

દૂરદર્શનને આપવામાં આવેલા મોદીના ઇન્ટરવ્યુનો આ એ હિસ્સો છે, જેનું પ્રસારણ કરવામાં આવ્યું નથી. આ ભાગ બહાર નહીં આવતા ભાજપે પ્રસાર ભારતીની નીયત પર શંકા વ્યક્ત કરી છે. ગુરુવારે રાત્રે મોદીની ગાંધીનગર સ્થિત ચૂંટણી ઓફીસ ખાતેથી આ વીડિયો જારી કરવામાં આવ્યો છે. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો છેકે, મોદીએ પ્રિયંકાને પોતાની દિકરી જેવી કહી જ નથી. મોદીની કોર ટીમ તરફથી દૂરદર્શનને આપવામાં આવેલો આખો ઇન્ટરવ્યુ અધિકૃત યૂટ્યુબ ચેનલ પર પ્રસારિત કરી દીધો છે. આખો ઇન્ટરવ્યુ અહી પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

English summary
Following a row, Bharatiya Janata Party Prime Ministerial candidate Narendra Modi's office has released the full interview that was edited out by Doordarshan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X