• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીના વિકાસ મોડલના 10 મહત્વના પોઇન્ટ્સ

|

નવી દિલ્હી, 9 જૂનઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યાઇ ભારતમાં છે અને તેઓ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. તેમને મળતા પહેલા જ નરેન્દ્ર મોદીએ એ રહસ્ય જણાવી દીધું જેનાથી આપણે આપણા પડોશી દેશ ચીનને આર્થિક ઉન્નતિમાં પાછળ છોડી શકીએ છીએ. નરેન્દ્ર મોદીએ રવિવારે એક પુસ્તક ‘ગેટિંગ ઇન્ડિયા બેન્ક ઓન ટ્રેક'ને લોન્ચ કરતી વખતે કહ્યું કે, જો દેશને ઉન્નતિના માર્ગે પરત લાવવો છે અને ચીન સાથે પ્રતિયોગિતા કરવી છે તો આપણે સ્કીલ, સ્કેલ અને સ્પીડ પર ધ્યાન આપવું પડશે.

‘ગેટિંગ ઇન્ડિયા બેન્ક ઓન ટ્રેક' વિવેક દેબરોય અને કાર્નેગી એંડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસના એશ્લે ટેલિસે લખ્યું છે. આ પ્રોગ્રામમાં નરેન્દ્ર મોદીએ ‘કલર રેવોલ્યુશન' વિશેષ ધ્યાન આપવા અંગે કહ્યું છે. બજેટ સત્ર શરૂ થવાની વચ્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ વાતો ક્યાંકને ક્યાંક એ તરફ ઇશારો કરે છેકે તેમની સરકારનો બજેટ દરમિયાન કેવો એજેન્ડા રહેવાનો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ એ ખાસ વાતો અંગે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ઉન્નતિ માટે સૌથી મહત્વની ગણાવી છે અને જેના પર સાવધાનીથી કામ કરવા અંગે તેમણે જણાવ્યું છે.

35 વર્ષ કરતા ઓછી ઉમરની 65 ટકા વસ્તી

35 વર્ષ કરતા ઓછી ઉમરની 65 ટકા વસ્તી

નરેન્દ્ર મોદીએ રવિવારે એ વાત પર વિશેષ ભાર આપ્યો કે ભારતની 65 ટકા વસ્તી 35 વર્ષ કરતા ઓછી ઉમરની છે. તેવામાં દેશની આ યુવા વસ્તીનો ફાયદો ઉઠાવવાની દિશામાં કામ કરવું જોઇશે. વડાપ્રદાન મોદીએ આ દરમિયાન સ્કીલ ડેવલોપમેન્ટને પ્રાથમિકતા આપવાની વાત પર પણ ભાર મુક્યો. તેમણે કહ્યું કે, દેશને સ્કીલ ડેવલોપમેન્ટવાળો દેશ બનાવવો જોઇએ.

જો ચીન સાથે પ્રતિયોગિતા કરવી છે તો

જો ચીન સાથે પ્રતિયોગિતા કરવી છે તો

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ભારતે ચીન સાથે પ્રતિસ્પર્ધા કરવી છે તો સ્કીલ, સ્કેલ અને સ્પીડ પર ધ્યાન આપવું પડશે. મોદીએ કહ્યું કે જ્યાં સુધી આપણે આ ત્રણ વાતો પર ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી ચીનથી આગળ નીકળવાની વાત વિચારવી અપ્રામાણિક છે.

એવા શિક્ષક તૈયાર થાય જે બીજા દેશો પણ કહી ઉઠે વાહ-વાહ

એવા શિક્ષક તૈયાર થાય જે બીજા દેશો પણ કહી ઉઠે વાહ-વાહ

આ કાર્યક્રમ દરમિયાન મોદીએ ટીચિંગ, નર્સિંગ અને અર્ધચિકિત્સકીય સ્ટાફને યોગ્ય ટ્રેનિંગ પર ધ્યાન આપવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે, આજે દેશમાં સારા અધ્યાપકોની જરૂર છે, પરંતુ તેવા અધ્યાપક ઘણા ઓછા છે. મોદી અનુસાર શું ભારત એવા સારા અધ્યાપકોનું નિર્યાતક બની શકે છે, જે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે.

મોદીએ જણાવ્યું રંગોનું મહત્વ

મોદીએ જણાવ્યું રંગોનું મહત્વ

કાર્યક્રમ દરમિયાન મોદીએ રાષ્ટ્ર ધ્વજના ત્રણેય રંગોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તેની તુલના દેશના ત્રણ એવા ક્ષેત્રો સાથે છે, જેના વિકાસ પર ભારતને સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે.

દેશમાં બીજી હરિત ક્રાન્તિ

દેશમાં બીજી હરિત ક્રાન્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં લીલા રંગનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતે બીજી હરિત ક્રાન્તિ લાવવાની છે. આ માટે એગ્રીકલ્ચર પ્રોડક્શન, કિંમતો, એગ્રીકલ્ચર ટેક્નોલોજી અને ડી-સેંટ્લાઇઝ્ડ સ્ટોરેજ પર ધ્યાન આપવું પડશે. આ સાથે જ તેમણે અહી માઇક્રો ઇરીગેશનનો ઉલ્લેખ પણ કર્યો.

દેશમાં વધારવામાં આવે મિલ્ક પ્રોડક્શન

દેશમાં વધારવામાં આવે મિલ્ક પ્રોડક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાના સફેદ રંગને શ્વેત ક્રાન્તિ સાથે જોડ્યો. તેમણે કહ્યું કે, આ માટે દૂધનું પ્રોડક્શન વધારવું પડશે. આ સાથે જ તેમણે દેશમાં રહેલા પશુધનને સારી રીતે રાખવા માટે તેમના સારા સ્વાસ્થ્ય પર ભાર મુક્યો અને કહ્યું કે તેમના સ્વાસ્થ્ય માટે દેશમાં એક સારી સિસ્ટમ હોય તે જરૂરી છે.

ઉર્જાથી આવશે કેસરિયા ક્રાન્તિ

ઉર્જાથી આવશે કેસરિયા ક્રાન્તિ

નરેન્દ્ર મોદીએ તિરંગાના કેસરી રંગને એનર્જી સિક્યોરિટી સાથે જોડતા કહ્યું કે કેસરિયો ઉર્જાનું પ્રતિક છે. આપણને સૈફરોન રેવોલ્યુશન એટલે કે કેસરિયા ક્રાન્તિની જરૂર છે. તેમણે આ સંબંધમાં દેશની વધતી એનર્જી ડિમાંડને પૂર્ણ કરવા માટે સોલાર એનર્જીની સાથે જ એનર્જીના બાકી સ્ત્રોત પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, જો અમેરિકા પોતાની ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મીડલ ઇસ્ટ દેશો પર પોતાની નિર્ભરતા ખતમ કરી શકે છે તો આપણે એવું કેમ ના કરી શકીએ.

તિરંગાનું અશોક ચક્ર બ્લૂ રેવોલ્યુશન

તિરંગાનું અશોક ચક્ર બ્લૂ રેવોલ્યુશન

નરેન્દ્ર મોદીએ તિરંગામાં રહેલા અશોક ચક્રની બ્લૂ રેખાઓનો ઉલ્લેખ કરતા તેને મત્સ્ય પાલન ઉદ્યોગ સાથે જોડ્યું. તેમણે કહ્યું કે, દેશમાં બ્લૂ રેવોલ્યુશન એટલે કે ભૂરી ક્રાન્તિ થકી સજાવટી માછલીઓ સહિત માછલી પાલન ઉદ્યોગનો વિકાસ કરવામાં આવવો જોઇએ.

પર્યાવરણ બચાવવા પર ભાર

પર્યાવરણ બચાવવા પર ભાર

મોદીએ કહ્યું કે, વાયુ મંડળનું તાપમાન વધવુ અને જલવાયુ પરિવર્તનની સમસ્યા ઘણી ગંભીર છે, પરંતુ આપણે તેને પશ્ચિમની દ્રષ્ટિથી જોઇએ છીએ. મોદીએ કહ્યું કે ભારત એ સંસ્કૃતિ છે, જ્યાં નદીઓને માતા માનવામાં આવે છે અને એવી સંસ્કૃતિને પર્યાવરણ સંરક્ષણના વિષયમાં પશ્ચિમી વિચારધારાથી શીખ લેવાની જરૂર ન રહેવી જોઇએ.

દેશમાં ઇંટલેક્ચુઅલ મંથનની વાત

દેશમાં ઇંટલેક્ચુઅલ મંથનની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુસાર આપણે શહેરી કેન્દ્રોને ભાર અને પડકાર તરીકે જ જોઇએ છીએ ના કે ત્યાં રહેલી તકોના આધારે. મોદીએ કહ્યું કે વિકાસ બાદ પણ આપણે તેના પર ધ્યાન આપતા નથી. તેવામાં દેશમાં એક ઇંટલેક્ચુઅલ મંથનની જરૂર છે. તેમણે કહ્યું કે દેશવાસીઓને હાઇવે, રોડ્સ અને પોર્ટ્સથી અલગ ઇંફ્રાસ્ટ્રક્ચર અંગે વાત કરવી પડશે. એવા નવા શહેરો વિકસિત કરવા પડશે, જ્યાં માત્ર હાઇવે નહીં આઇવેઝ હોય.

English summary
Narendra Modi says people of under the age of 35 years are the key economic recovery. He talks about nation's economic recovery in a book launch event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more