For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર મુદ્દે મોદીએ માગી ગિલાનીની મદદ, ભાજપે કહ્યું ના!

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 19 એપ્રિલ: નવી દિલ્હીથી બે દિવસ પહેલા કાશ્મીર પરત ફરેલા ઓલ પાર્ટી હુર્રિયત કોંફ્રેન્સના કટ્ટરપંથી જૂથના ચેરમેન સૈય્યદ અલી શાહ ગિલાનીએ શુક્રવારે પોતાનું નવું હડતાલી કેલેન્ડર જારી કરતા દાવો કર્યો કે વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મદીએ પોતાના દૂત તેમની પાસે મોકલ્યા હતા. આ લોકો કાશ્મીર પર કોઇ સમજૂતીનું આશ્વાસન ઇચ્છતા હતા. હુર્રિયત ચેરમેને 21 એપ્રિલના રોજ પૂર્ણ કાશ્મીર બંદનું એલાન કરતા 24 અને 30 એપ્રિલના રોજ અનંતનાગ અને શ્રીનગર સંસદીય વિસ્તારમાં અને 7 મેના રોજ બારામુલા સંસંદીય વિસ્તારમાં બંદનું આહ્વાન કર્યું છે. બીજી બાજુ ભાજપે પોતાના કોઇપણ દૂતને ગિલાની પાસે મોકલવાનો ઇનકાર કરી દીધો છે.

શુક્રવારે અહીં પોતાના આવાસ પર પત્રકારો સાથે વાતચીત કરતા ગિલાનીએ જણાવ્યું કે મારી પાસે 22 માર્ચના રોજ નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદીના બે દૂત મળવા માટે આવ્યા હતા. આ બંને કાશ્મીરી પંડિત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. આ લોકોએ મને જણાવ્યું કે મેં કાશ્મીર મુદ્દા પર કોઇ સમજુતી માટે પોતાની સહમતિ આપું અને જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેઓ કાશ્મીર મામલો હલ કરી દેશે.

ગિલાનીએ મોદીના દૂત બનીને આવેલા બંને કાશ્મીરી પંડિતોના નામ ગુપ્ત રાખતા જણાવ્યું છે કે તેમણે દૂતોને ઇનકાર કરી દીધો અને જણાવ્યું કે મોદી તો મુસલમાનોના કાતિલ છે. મેં આ બંને દૂતોને જણાવ્યું કે કાશ્મીર મામલાનો ઉકેલ માત્ર સંયુક્ત રાષ્ટ્રની ભલામણો અનુરૂપ જ થઇ શકે છે, અને કાશ્મીરના લોકો પણ આ જ ફોર્મૂલાના પક્ષધર છે. તેમણે જણાવ્યું કે મળવા માટે આવેલા કાશ્મીરી પંડિતોએ દાવો કર્યો કે કાશ્મીરના અન્ય ઘણા હુર્રિયત નેતાઓ સાથે તેમની વાતચીત થઇ ચૂકી છે.

હુર્રિયત નેતાએ આ દરમિયાન લોકોને ચૂંટણી બહિષ્કારને સંપૂર્ણ રીતે સફળ બનાવવાનો આગ્રહ કરતા જણાવ્યું કે સરકારના તાનાશાહપૂર્ણ વલણ વિરુધ્ધ 21 એપ્રિલના રોજ પૂર્ણ કાશ્મીર બંધનું આહ્વાન કરવામાં આવે છે. ગિલાનીએ જણાવ્યું કે ત્યારબાદ જ્યારે જ્યારે મતદાન થશે, તે દિવસે હડતાલ થશે. પરંતુ આ હડતાળ મતદાનવાળા વિસ્તાર સુધી જ સીમિત રહેશે.

આની વચ્ચે ભાજપે શુક્રવારે અલગાવવાદી સૈયદ અલી શાહ ગિલાનીની પાસે નરેન્દ્ર મોદી દ્વારા કોઇ દૂત મોકલાયાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભાજપના કાશ્મીર મામલાના પ્રભારી રમેશ અરોડાએ જણાવ્યું કે અમારી પાર્ટીનો કોઇ પણ નેતા અથવા સંદેશવાહક નતો કાશ્મીરમાં અને નહીં દિલ્હીમાં હુર્રિયત નેતા ગિલાનીને મળ્યો. જ્યારે ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે અમારી હજી સરકાર નથી બની, એવામાં અમે કેવી રીતે કાશ્મીર મુદ્દા પર કોઇ પ્રકારની સમજુતીની વાત કરી શકીએ.

જુઓ કોણે શું કહ્યું...

શું કહ્યું ગિલાનીએ...

શું કહ્યું ગિલાનીએ...

શુક્રવારે અહીં પોતાના આવાસ પર પત્રકારો સાથે વાતચીત કરતા ગિલાનીએ જણાવ્યું કે મારી પાસે 22 માર્ચના રોજ નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદીના બે દૂત મળવા માટે આવ્યા હતા. આ બંને કાશ્મીરી પંડિત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. આ લોકોએ મને જણાવ્યું કે મેં કાશ્મીર મુદ્દા પર કોઇ સમજુતી માટે પોતાની સહમતિ આપું અને જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેઓ કાશ્મીર મામલો હલ કરી દેશે.

મોદીના દૂતોએ ગિલાનીને શું કહ્યું...

મોદીના દૂતોએ ગિલાનીને શું કહ્યું...

ગિલાનીએ મોદીના દૂત બનીને આવેલા બંને કાશ્મીરી પંડિતોના નામ ગુપ્ત રાખતા જણાવ્યું છે કે તેમણે દૂતોને ઇનકાર કરી દીધો અને જણાવ્યું કે મોદી તો મુસલમાનોના કાતિલ છે. મેં આ બંને દૂતોને જણાવ્યું કે કાશ્મીર મામલાનો ઉકેલ માત્ર સંયુક્ત રાષ્ટ્રની ભલામણો અનુરૂપ જ થઇ શકે છે, અને કાશ્મીરના લોકો પણ આ જ ફોર્મૂલાના પક્ષધર છે. તેમણે જણાવ્યું કે મળવા માટે આવેલા કાશ્મીરી પંડિતોએ દાવો કર્યો કે કાશ્મીરના અન્ય ઘણા હુર્રિયત નેતાઓ સાથે તેમની વાતચીત થઇ ચૂકી છે.

રમેશ અરોરા

રમેશ અરોરા

ભાજપના કાશ્મીર મામલાના પ્રભારી રમેશ અરોડાએ જણાવ્યું કે અમારી પાર્ટીનો કોઇ પણ નેતા અથવા સંદેશવાહક નતો કાશ્મીરમાં અને નહીં દિલ્હીમાં હુર્રિયત નેતા ગિલાનીને મળ્યો.

મુખ્તાર અબ્બાસ નકવી

મુખ્તાર અબ્બાસ નકવી

જ્યારે ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે અમારી હજી સરકાર નથી બની, એવામાં અમે કેવી રીતે કાશ્મીર મુદ્દા પર કોઇ પ્રકારની સમજુતીની વાત કરી શકીએ.

રવિ શંકર પ્રસાદ, ભાજપ

રવિ શંકર પ્રસાદ, ભાજપ

ભાજપના દિગ્ગજ નેતા રવિ શંકર પ્રસાદે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું હતું કે સૈયદ અલી ગિલાની ખોટો પ્રચાર કરે છે, માટે તેમણે માફી માંગવી જોઇએ.

English summary
Narendra Modi sent his man to Gilani for solving Kashmir Issue but bjp denies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X