મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવોઃ જેઠમલાણી

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જેઠમલાણીએ કહ્યુ કે, તેમણે ભાજપ પ્રમુખ નિતિન ગડકરીને એ પત્ર લખ્યો છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટે પક્ષ તરફથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
જેઠમલાણીએ જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી આ પદ માટે ઉત્તમ પસંદગી છે. 2014માં લોકસભાની જે ચૂંટણી થવાની છે તે માટે મોદીના નામ અંગે ભાજપ દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવી જોઇએ.
અત્રે એ વાત નોંધનીય છે કે, થોડા સમય પહેલા ભાજપ પ્રમુખ નિતિન ગડકરીએ પણ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ પાસે અડવાણી, સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ સાથે નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટે સક્ષમ દાવેદાર છે.












Click it and Unblock the Notifications
