દિગ્વિજયની મોદીને સલાહ, કેજરીવાલ પાસેથી શીખે નમ્રતા

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આજે કહ્યું હતું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પાસેથી નમ્રતા શિખવી જોઇએ.

દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું હતું કે 'નરેન્દ્ર મોદીને અરવિંદ કેજરીવલ અને મમતા પાસેથી મિતવ્યયતા તથા નમ્રતા શિખવી જોઇએ જે વેગન આર તથા આરૂતિ અલ્ટોનો ઉપયોગ કરે છે. શું 'નમો'એ નેનો કારનો ઉપયોગ ન કરવો જોઇએ? જનલોકપાલ આંદલન સમયથી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં દિગ્વિજય સિંહ દિલ્હી વિધાનસભામાં આપના શાનદાર પ્રદર્શન બાદ તેમની પ્રશંસા કરી રહ્યાં છે.

કોંગ્રેસ મહાસચિવ અને પાર્ટીના દિલ્હી પ્રભારી શકીલ અહેમદે આ દલીલને નકારી કાઢી દિધી હતી કે કોંગ્રેસે નરેન્દ્ર મોદીને રોકવા માટે આપનું સમર્થન કર્યું છે. તેમને કહ્યું હતું કે 'દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રચાર કર્યો ત્યાં તેમની પાર્ટીના ઉમેદવાર હારી ગયા. અમારી ઇચ્છા છે કે આગામી ચૂંટણીમાં નરેન્દ્ર દિલ્હીમાં વધુ રેલીઓ કરે જેથી ભાજપને વધુ નુકસાન થાય.

modi-digvijay

બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 50 લાખથી વધુ બોગસ મતદારો છે. મુખ્ય ચૂંટણી અધિકારી વીએસ સંપત્તને લખેલા પત્રમાં કોંગ્રેસ સચિવ કેસી મિત્તલે આરોપ લગાવ્યો છે કે આંધ્ર પ્રદેશમાં 31 લાખમ કર્ણાટકમાં 11 લાખ તથા દિલ્હીમાં 10 લાખ બોગસ મતદારો છે. તેમને ચૂંટણી આયોગને આગ્રહ કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીને યોગ્ય કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X