For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન બન્યા બાદ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મોદીની મુલાકાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે આઠ વાગ્યે પદભાર સંભાળ્યો. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સુષમા સ્વરાજ પણ સવારે આઠ વાગ્યે જ્યારે અરૂણ જેટલી સવારે 9 વાગ્યે પદભાર સંભાળ્યો છે. મોદી સાંજે છ વાગ્યે પોતાની કેબિનેટની પહેલી બેઠક કરશે. પોતાના મંત્રાલયના વિભાગોની વહેંચણી કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી છે.

11.01 am
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને શ્રીલંકાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત

narendra-modi
શપથ ગ્રહણ બાદ અત્યારસુધી મંત્રીઓના વિભાગોની વેચણી કરવામાં આવી નથી. મંત્રાલય અંગે જાણકારી આજે સવારે આપવામાં આવી શકે છે. ઉમાએ વિભાગ અંગે ટ્વીટ કરવા બદલ તેમના પીએએ માફી માંગી છે.

શપથ ગ્રહણ સમારોહ બાદ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફે કહ્યું કે, શપથવિધિ સમારોહમાં સામેલ થઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતની નવી સરકારથી ઘણી આશાઓ છે, તેમણે કહ્યું કે, મારી હાજરીથી બન્ને દેશોના લોકો ખુશ થયા. વડાપ્રધાન સવારે ગુજરાત ભવન પહોંચ્યા છે, મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છેકે, ટૂંક સમયમાં અધિકારીઓ સાથે પહેલી બેઠક કરવામાં આવશે.

English summary
Modi starts term as India's 15th Prime Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X