For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો પીએમ-કોંગ્રેસ અંગે નરેન્દ્ર મોદી શું કહ્યું

|
Google Oneindia Gujarati News

pm-modi
કોલકતા, 9 એપ્રિલઃ પશ્ચિમ બંગાળ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના સંસાદ ચંદન મિત્રા ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું વિશેષ સ્વાગત બંગાળના કાર્યકર્તાઓ અને નેતાગણો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસ પાર્ટી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આકરા પ્રહારો કર્યા હતા.

મારા ભાષણ પહેલા પીમઓનું ટ્વિટ આવી જાય છે

આજે કોલકતામાં એક સેમિનારમાં મે ભાષણ પુરુ કર્યું તેના પહેલા તો પીએમઓમાંથી ટ્વિટ કરવામાં આવ્યું. હું ભાષણ પૂર્ણ કરીને બેઠો પણ નહોતો ત્યાં તેમના દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે ખોટી વાત છે, ત્યારે હું તેમને જણાવી દઉં કે દેશની સમજદારી પર શંકા ના કરો, આ દેશ બધુ સમજે છે, એ જાણે છે કે શું દુધનું દુધ છે અને શું પાણીનું પાણી છે તેમને બધી ખબર છે.

બેટરી બદલવાથી ગાડી ચાલવાની નથી

તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં એક વિવાદ ચાલે છે કે એક પાવર સેન્ટર કે પછી બે પાવર સેન્ટર. મને સમજાતું નથી કે આ વિવાદમાં આપણે શું સમજીએ. તમે મને જણાવો કે કેટલા પાવર સેન્ટર એ તો પછીની વાત છે, આપણને ક્યાંય પાવર જોવા મળે છે ખરો. પાવર જ નથી તો પછી સેન્ટરની ચર્ચા જ ક્યાં કરવાની છે. બેટરી બદલવાથી ગાડી ચાલવાની નથી.

પાર્ટી જ પીએમને પોતાના નેતા માનવા તૈયાર નથી

તમે બંગાળમાં 100 કોંગ્રેસી કાર્યકર્તાઓને મળો. મને વિશ્વાસ છે કે બંગાળના પત્રકારોને માર પ્રત્યે ઘણો પ્રેમ છે અને તેઓ મારું આ કામ કરશે અને સમાચાર પત્રમાં પણ છાપશે. તમે 100 કોંગ્રેસી કાર્યકર્તાને પૂછજો કે, તેમનો નેતા કોણ છે, મને વિશ્વાસ છે કે કોઇ પણ મનમોહન સિંહનું નામ નહીં લે. જે પાર્ટી પોતાના પ્રધાનમંત્રીને નેતા જ માનતી ના હોય તેમને દેશના નેતા કેવી રીતે માનવા. જેમને પાર્ટી પોતાના નેતા માનવા તૈયાર ના હોય તેમને દેશનું નેતૃત્વ કેવી રીતે સોંપી શકાય. તેમની પાર્ટી તેમને સ્વિકારી રહી નથી.

એક એવું કામ નથી કે કોંગ્રેસ વિશ્વાસથી કહીં શકે કે આ કામ તેમણે કર્યું છે.

તમે પુછી લેજો કે, કોંગ્રેસે કેવી હાલત કરી નાંખી છે. એવું એક પણ ક્ષેત્ર છે કે જ્યાં કોંગ્રેસ વિશ્વાસથી કહીં શકે કે આ કામ અમે કર્યું છે. તેમ છતાં એક નેતા એવું કહે છે કે અમે મોબાઇલ આપ્યા. તેમને તેમની આ વાત ખોટી નથી લાગતી. તેમ છતાં આ લોકોની હિંમત તો જુઓ અને આ દેશ તેમને કોઇ પ્રશ્ન નથી કરી રહ્યો. તમે કેવી રીતે આવું કહી શકો. તેમના એક નેતા ગુજરાતમાં ચૂંટણી વખતે આવ્યા હતા. તેમણે એક ભાષણ કર્યું કે જુઓ તમારી પાસે જે મોબાઇલ છે, તે અમે આપ્યો છે. ત્યારબાદ મારી સભા હતી, મે તેમને એક પ્રશ્ન કર્યો કે મોબાઇલ આપ્યો કે નહીં એ તો પછીની વાત છે, પણ તેના ચાર્જર ક્યાં. વિજળી જ નથી તો પછી ચાર્જર ક્યાંથી આવશે. પહેલા વિજળી આપો. જ્યારે બીજા એક નેતા આરટીઆઇની વાત કરે છે. કહે છે કે આરટીઆઇનો કાયદો અમે આપ્યો પણ એ કાયદો શું કામનો કે જેમાં માહિતી ના મળતી હોય. ચાર દિવસ પહેલા મે વાંચ્યું કે પ્રધાનમંત્રીએ આરટીઆઇમાં પૂછવામાં આવેલા પ્રશ્ન કે પ્રધાનમંત્રી કેવી રીતે કામ કરે છે તેનો જવાબ આપવાની ના પાડી દીધી. જો જવાબ આપી ના શકતા હોય તો આરટીઆઇની વાતો કરવાની શી જરૂર છે.

English summary
Gujarat chief minister narendra modi targets PM in BJP worker gathering at kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X