'સોશિયલ મીડિયા થકી મોદીના કોંગ્રેસ પર પ્રહાર'

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં દિગ્વિજય સિંહે આવો દાવો કર્યો છે. દિગ્વિજયે કરેલા દાવામાં કહ્યું છે કે મોદીએ એક સંસ્થા બનાવી રાખી છે, જ્યાં પૈસા આપીને કેટલાક પ્રોફેશનલ્સ નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા થકી કોંગ્રેસ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના મત અનુસાર, નરેન્દ્ર મોદીએ સંસ્કાર કેન્દ્ર નામે સંસ્થા બનાવી છે. જ્યાં કેટલાક પ્રોફેશનલ્સ બેસેલા છે જે 24x7 ટ્રેકિંગ કરે છે અને જેવું ભાજપ કે મોદી વિરુદ્ધ કોઇ કંઇ બોલ્યું ત્યારે એક કેમ્પેન આઉટબ્રસ્ટ સામે આવે છે, અમારી પાસે પુરાવા છે.
દિગ્વિજયનું કહેવું છે કે આવું કોંગ્રેસને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ તરફથી જવાબ મળ્યા બાદ તેમને શાંત થઇ જવું પડે છે. નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેને મહત્વ આપવામાં આવ્યું હતું. મોદીએ તેના થકી સમાજના મધ્યમ વર્ગને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે.
કોંગ્રેસની નજર પણ હવે મિડલ ક્લાસ પર છે. જયપુરની ચિંતન શિબિરમાં તે અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગ પર ધ્યાન આપવાની જરૂર છે. દિગ્વિજય સિંહે જણાવ્યા પ્રમાણે પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ હવે સોશિયલ મીડિયા પર ધ્યાન આપશે.












Click it and Unblock the Notifications
