મોદી શનિવારે જશે ઉત્તરાખંડ, પૂરગ્રસ્ત વિસ્તારોની કરશે મુલાકાત

આ પહેલા પણ મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે વાત કરી પૂર પીડિતોની મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે સાથે મોદીએ બહુગુણાએ પૂરમાં ફસાયેલા યાત્રીઓને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવાની અપીલ પણ કરી હતી.
સૂત્રો અનુસાર ગુજરાતના હજારો પ્રવાસીઓ ઋષિકેશ અને કેદારનાથમાં ફંસાયેલા છે, જેમની સાથે છેલ્લા ઘણા દિવસોથી સંપર્ક થઇ શક્યો નથી. આ પ્રવાસીઓ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સાબરકાઠાના છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પગલે વિનાશ પામેલા વિસ્તારોનો હવાઇ દૌરો કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની બધી એજન્સીઓને રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યોમાં રાજ્ય સરકારની સહાયતા કરવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી.












Click it and Unblock the Notifications
