For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્ર ચૂંટણી: NCPના ગઢમાં નરેન્દ્ર મોદીની લલકાર
મુંબઇ, 5 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનના દસ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં એનસીપીના ગઢમાં એનસીપીને જ લલકારતા દેખાશે. ભાજપના વરિષ્ઠ સ્ટાર પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં લગભગ ચાર રેલિયોને સંબોધિત કરવાના છે. નરેન્દ્ર મોદી એવા સ્થળે લોકોને સંબોધશે જે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગઢ માનવામાં આવે છે.
વડાપ્રધાન પહેલી વાર કોલ્હાપુરમાં સભાને સંબોધિત કરશે. ત્યારબાદ ગોંદિયા, સાંગલી અને નાસિક પણ જશે. આ વિસ્તારોમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સારી એવી પકડ છે.
આ પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન પણ નરેન્દ્ર મોદીએ આ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર નથી કર્યું. એવામાં એ જોવું પડશે કે શું નરેન્દ્ર મોદી આ વિસ્તારોમાં થનારી રેલિયોમાં પોતાનો જાદુ ચલાવી શકશે.
અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ હજી સુધી દ્વિપક્ષી પાર્ટીઓ પ્રત્યે ખુલીને તીખા વાર નથી કર્યા. જોકે નરેન્દ્ર મોદીએ શનિવાર મહારાષ્ટ્રમાં બિનહરીફ રીતે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા રહ્યા અને મહારાષ્ટ્રને કોંગ્રેસમુક્ત બનાવવાનું આહ્વાન પણ કર્યું.
એવું અનુમાન લગાવી શકાય કે નરેન્દ્ર મોદી આજે યોજાનારી ચાર રેલીઓમાં કોંગ્રેસ અને એનસીપી બંને પાર્ટીઓ પર સીધા પ્રહારો કરે.