For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી આકાશવાણી પર સંભળાવશે 'મનની વાત'

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 3 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી શુક્રવારના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો પર લોકોની સાથે જોડાશે. આ દરમિયાન તેઓ ઘણા મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરશે.

રેડિયો દ્વારા લોકો સુધી પહોંચવાનો નિર્ણય કરતી વખતે મોદીએ આ પગલા માટે સ્વરૂપ અને આવૃત્તિ અંગે જનતા પાસે સુઝાવ માંગ્યા હતા. 'માય જીઓવી' નામથી એક વેબસાઇટ શરૂ કરવામાં આવી જેથી નાગરિક પોતાના વિચાર રજૂ કરી શકે.

વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 'રેડિયો કાર્યક્રમ વડાપ્રધાન તરફથી લોકોની સાથે નવી રીતે સંવાદ કરવાનું વધું એક પગલું છે.' નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'દેશવાસિયોની સાથે પોતાના વિચારો રજૂ કરવાના વડાપ્રધાનના વિચારમા લોકોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે. આની પર દેશના ખૂણે-ખૂણેથી પ્રતિક્રિયા આવી છે.' 'મનની વાત' નામના શીર્ષકથી થનારા વડાપ્રધાનના આ સંબોધનને આકાશવાણી દ્વારા બે ઓક્ટોબરના રોજ રેકોર્ડ કરવામાં આવશે.

આ કાર્યક્રમ ત્રણ ઓક્ટોબરના રોજ આકાશવાણીના સંપૂર્ણ નેટવર્ક પર સવારે 11 વાગ્યાથી પ્રસારિત થશે. અધિકારીઓએ જણાવ્યું કે દૂરદર્શન પણ તેને સટીક ફૂટેજની સાથે પ્રસારિત કરવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે સાર્વજનિક પ્રસારણ તમામ ખાનગી રેડિયો ચેનલો અને સમાચાર અને સાંપ્રત ચેનલોને ઓડિયો ફીડ મફતમાં પ્રદાન કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેથી આ તમામ માધ્યમોથી પ્રસારિત થઇ શકે.

English summary
Narendra Modi will address to nation through All India Radio on 3rd October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X