નરેન્દ્ર મોદી 20 જૂને અયોધ્યામાંથી રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર શરૂ કરશે

નવી દિલ્હી, 15 જૂન : લોકસભા ચૂંટણી 2014ની તૈયારીના બ્યુગલ દરેક પાર્ટીએ વગાડી દીધા છે. લોકસભામાં 272 બેઠકોનો જાદુઇ આંક મેળવવા માટે દરેક પાર્ટીઓ ધમપછાડા શરૂ કરી દીધા છે. આ માટે જોડ તોડના ખેલ પણ શરૂ થઇ ગયા છે. ત્યારે દેશના તમામ રાજ્યોમાં ક્ષેત્રફળ અને બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટા ગણાતા ઉત્તર પ્રદેશ પર દરેક રાષ્ટ્રીય પાર્ટીઓએ ધ્યાન કેન્દ્રી કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના ચૂંટણી પ્રચાર સમિતીના રાષ્ટ્રીય પ્રમુખ નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચારનો આરંભ ઉત્તર પ્રદેશમાં સભાઓ ગજવીને શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્તર પ્રદેશના 42 સંસદીય મત વિસ્તારોમાં પ્રચાર

ઉત્તરપ્રદેશથી વધુને વધુ બેઠકો જીતવાના ટાર્ગેટને સિધ્‍ધ કરવા માટે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના 42 સંસદીય મતવિસ્‍તારોમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. ભાજપે નિર્ણય લીધો છે કે અગાઉ ડિપોઝીટ ગુમાવનાર નેતાઓને લોકસભાની ચૂંટણીની ટીકીટ નહી અપાય. ઉમેદવારોની પસંદગીમાં હેસિયત, ઉંમર અને જ્ઞાતિય સમીકરણો સાથે વૈચારિક પૃષ્‍ઠ ભુમિ ઉપર ધ્‍યાન રાખવામાં આવશે. ગામડાઓમાં પકડ મજબુત બનાવવા માટે ભાજપ વધુ ભાર મુકશે.

નરેન્દ્ર મોદી 20 જૂને પહોંચશે અયોધ્યા

નરેન્દ્ર મોદી 20 જૂને પહોંચશે અયોધ્યા

આ ઉપરાંત ખેડુતો અને પછાત વર્ગને આકર્ષવા વલ્લભભાઇ પટેલની પ્રતિમાના નિર્માણ માટે મંદિર આંદોલનની જેમ જ ગામે ગામથી લોખંડ એકઠું કરાશે. મોદી પ્રચાર સમિતિનું સુકાન સંભાળ્‍યા પછી દિલ્‍હીની ગાદીના ગેટ વે ગણાતા યુપીથી રાષ્‍ટ્રીય સ્‍તરે એન્‍ટ્રી મારશે. તેઓ 20મી જુને અયોધ્‍યા પહોંચે તેવી સંભાવના છે તે દિવસે રામ જન્‍મભુમિ ન્‍યાસના અધ્‍યક્ષ નૃત્‍યગોપાલદાસનો અમૃત મહોત્‍સવ છે. જેમાં તેઓ હાજર રહે તેવી શકયતા છે. આ સમારોહમાં રાજનાથ, શિવરાજસિંહ ચૌહાણ તેમજ રામદેવજી હાજર રહેશે.

ઉત્તર પ્રદેશમાં ડિપોઝિટ ગુમાવનારને ટિકિટ નહીં

ત્યાર બાદ લખનઉમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ટોચના નેતાઓ અને પદાધિકારીઓનું મન જાણ્‍યા બાદ પ્રદેશ પ્રભારી અમિત શાહે સંગઠનની કાર્યશૈલીમાં ધરખમ પરિવર્તનો લાવવાનો સંકેત આપ્‍યો છે. અગાઉની બે ચૂંટણીમાં પરિણામોથી પાઠ શીખેલું ભાજપ હવે કોઇ ઢીલ રાખવા માંગતુ નથી. ચૂંટણીની પ્રારંભિક તૈયારીઓથી લઇને સંગઠનાત્‍મક ગતિવિધિઓ ઉપર પણ કેન્‍દ્રીય નેતાઓની નજર રહેશે. પ્રભારી અમિત શાહ 21 જુનથી પ્રાદેશિક બેઠકોનો દોર અવધ ક્ષેત્રથી શરૂ કરશે. ક્ષેત્રિય પદાધિકારીઓ સાથે સંપર્ક બાદ જીલ્લા બેઠકો શરૂ થશે. અમિત શાહ બુથ પ્રબંધન ઉપર ખાસ ધ્‍યાન આપશે. યુવાનોને આગળ લાવીને તેઓ મહત્‍વની જવાબદારી સોંપવા માંગે છે.

17થી 30 જુન સુધી ભાજપનું જેલભરો આંદોલન

17થી 30 જુન સુધી ભાજપનું જેલભરો આંદોલન

આ તમામ તૈયારીઓની વચ્ચે રાષ્ટ્રીય સ્તરે નાગરિકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કેન્‍દ્ર સરકારના કથિત ભ્રષ્‍ટાચાર, કૌભાંડો, મોંઘવારી, સીબીઆઇના દુરૂપયોગ જેવા મુદ્દે 17થી 30 જુન સુધી ભાજપે જેલભરોનું આંદોલન આપ્‍યુ છે. મોદી જેલભરો આંદોલનમાં ભાગ લેશે નહીં, પરંતુ જુલાઇમાં યુપીમાં રેલીઓ સંબોધશે. આ માટે તેમનો કાર્યક્રમ ઘડાઇ રહ્યો છે.

જુલાઇમાં યુપીમાં મોદીના ભરચક કાર્યક્રમો

જુલાઇમાં યુપીમાં મોદીના ભરચક કાર્યક્રમો

યુપીના યુવાનોને ભાજપ તરફ લાવવા માટે મોદી જુલાઇમાં પ્રારંભે એક વિશાળ કાર્યક્રમ યોજશે. અમિત શાહ 26મી જુને બનારસથી ભાજપના જેલભરો આંદોલનમાં ધરપકડ વહોરશે. મોદી યુપીથી ચૂંટણી લડે તેવી શકયતા છે. તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. યુપીથી લોકસભાની 80 બેઠકો છે. ત્‍યાંથી વધુને વધુ બેઠકો જીતવા મોદીની ઇચ્‍છા છે.

ઉત્તરપ્રદેશથી વધુને વધુ બેઠકો જીતવાના ટાર્ગેટને સિધ્‍ધ કરવા માટે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના 42 સંસદીય મતવિસ્‍તારોમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. ભાજપે નિર્ણય લીધો છે કે અગાઉ ડિપોઝીટ ગુમાવનાર નેતાઓને લોકસભાની ચૂંટણીની ટીકીટ નહી અપાય. ઉમેદવારોની પસંદગીમાં હેસિયત, ઉંમર અને જ્ઞાતિય સમીકરણો સાથે વૈચારિક પૃષ્‍ઠ ભુમિ ઉપર ધ્‍યાન રાખવામાં આવશે. ગામડાઓમાં પકડ મજબુત બનાવવા માટે ભાજપ વધુ ભાર મુકશે.

આ ઉપરાંત ખેડુતો અને પછાત વર્ગને આકર્ષવા વલ્લભભાઇ પટેલની પ્રતિમાના નિર્માણ માટે મંદિર આંદોલનની જેમ જ ગામે ગામથી લોખંડ એકઠું કરાશે. મોદી પ્રચાર સમિતિનું સુકાન સંભાળ્‍યા પછી દિલ્‍હીની ગાદીના ગેટ વે ગણાતા યુપીથી રાષ્‍ટ્રીય સ્‍તરે એન્‍ટ્રી મારશે. તેઓ 20મી જુને અયોધ્‍યા પહોંચે તેવી સંભાવના છે તે દિવસે રામ જન્‍મભુમિ ન્‍યાસના અધ્‍યક્ષ નૃત્‍યગોપાલદાસનો અમૃત મહોત્‍સવ છે. જેમાં તેઓ હાજર રહે તેવી શકયતા છે. આ સમારોહમાં રાજનાથ, શિવરાજસિંહ ચૌહાણ તેમજ રામદેવજી હાજર રહેશે.

ત્યાર બાદ લખનઉમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ટોચના નેતાઓ અને પદાધિકારીઓનું મન જાણ્‍યા બાદ પ્રદેશ પ્રભારી અમિત શાહે સંગઠનની કાર્યશૈલીમાં ધરખમ પરિવર્તનો લાવવાનો સંકેત આપ્‍યો છે. અગાઉની બે ચૂંટણીમાં પરિણામોથી પાઠ શીખેલું ભાજપ હવે કોઇ ઢીલ રાખવા માંગતુ નથી. ચૂંટણીની પ્રારંભિક તૈયારીઓથી લઇને સંગઠનાત્‍મક ગતિવિધિઓ ઉપર પણ કેન્‍દ્રીય નેતાઓની નજર રહેશે. પ્રભારી અમિત શાહ 21 જુનથી પ્રાદેશિક બેઠકોનો દોર અવધ ક્ષેત્રથી શરૂ કરશે. ક્ષેત્રિય પદાધિકારીઓ સાથે સંપર્ક બાદ જીલ્લા બેઠકો શરૂ થશે. અમિત શાહ બુથ પ્રબંધન ઉપર ખાસ ધ્‍યાન આપશે. યુવાનોને આગળ લાવીને તેઓ મહત્‍વની જવાબદારી સોંપવા માંગે છે.

આ તમામ તૈયારીઓની વચ્ચે રાષ્ટ્રીય સ્તરે નાગરિકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કેન્‍દ્ર સરકારના કથિત ભ્રષ્‍ટાચાર, કૌભાંડો, મોંઘવારી, સીબીઆઇના દુરૂપયોગ જેવા મુદ્દે 17થી 30 જુન સુધી ભાજપે જેલભરોનું આંદોલન આપ્‍યુ છે. મોદી જેલભરો આંદોલનમાં ભાગ લેશે નહીં, પરંતુ જુલાઇમાં યુપીમાં રેલીઓ સંબોધશે. આ માટે તેમનો કાર્યક્રમ ઘડાઇ રહ્યો છે.

યુપીના યુવાનોને ભાજપ તરફ લાવવા માટે મોદી જુલાઇમાં પ્રારંભે એક વિશાળ કાર્યક્રમ યોજશે. અમિત શાહ 26મી જુને બનારસથી ભાજપના જેલભરો આંદોલનમાં ધરપકડ વહોરશે. મોદી યુપીથી ચૂંટણી લડે તેવી શકયતા છે. તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. યુપીથી લોકસભાની 80 બેઠકો છે. ત્‍યાંથી વધુને વધુ બેઠકો જીતવા મોદીની ઇચ્‍છા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X