For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કામના દમ પર નહિ પરંતુ ડરના જોર પર ચૂંટણી જીત્યા પીએમ મોદીઃ અમર્ત્ય સેન

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમત મેળવીને ફરીથી સત્તામાં કમબેક કર્યુ છે તે બાદ નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનને આ જીત પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આ વખતે લોકસભા ચૂંટણીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમત મેળવીને ફરીથી સત્તામાં કમબેક કર્યુ છે તે બાદ નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનને આ જીત પર સવાલ ઉઠાવ્યા છે. અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કહ્યુ કે આ જીત પોતાની ઉપલબ્ધિઓના દમ પર નહિ પરંતુ ડરના જોર પર મેળવી છે. જો કે તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી કરિશ્માઈ નેતા છે અને તે પોતાનું મંતવ્ય બેબાક રીતે રાખે છે અને લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, આ જ કારણ છે કે તે લોકોને પોતાની તરફ આકર્ષે છે.

amartya sen

ધ ટેલીગ્રાફમાં એક લેખ દ્વારા અમર્ત્ય સેને પીએમ મોદીના ગયા કાર્યકાળથી અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે જે રીતે પુલવામામાં આતંકી હુમલો થયો અને સેનાએ એર સ્ટ્રાઈક કરી તેનો પીએમ મોદી સાથે ભારતીય જનતા પાર્ટીને પૂરો લાભ મળ્યો. આ ડરના જોર પર આખા દેશમાં રાષ્ટ્રવાદના દમ પર ભાજપે જીત મેળવી છે. પાર્ટીએ દેશમાં ડરનો એક માહોલ બનાવ્યો અને તેનો સરસ રીતે ઉપયોગ કર્યો. સેને ભાજપ દ્વારા અપાયેલા વચનોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે રોજગાર વધારવા અને ભ્રષ્ટાચારને ખતમ કરવા જેવી વાતો કહેવામાં આવી. પરંતુ વર્તમાન લોકસભા ચૂંટણીમાં આ રીતના કોઈ પણ પ્રકારના વચનો આપવામાં આવ્યા નથી.

સેને કહ્યુ કે આ વખતની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીએ કોઈ પણ પ્રકારના વિકાસની વાત કરી નથી. તેમણે રોજગાર, આર્થિક વૃદ્ધિ, આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવા અને ભ્રષ્ટાચાર વિશે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમણે દેશ સામે એવો ડરનો માહોલ બનાવ્યો કે આતંકવાદ, પાકિસ્તાન જ સૌથી મોટો મુદ્દો છે. જેનો ભાજપને આ ચૂંટણીમાં ફાયદો મળ્યો. છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળ પર સેને સવાલ ઉઠાવતા કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં દેશને ધર્મના આધારે વહેંચવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર કર્યા વિના જીતનાર રેપના આરોપી બસપા સાંસદને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકોઆ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર કર્યા વિના જીતનાર રેપના આરોપી બસપા સાંસદને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો

English summary
Modi win election on fear said Nobel prize winner Amartya sen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X